ફુદીનો – સ્વાસ્થ્ય માટે સૌથી બેસ્ટ ફુદીના નું સેવન અપાવશે ઘણા રોગો થી છુટકારો

ફુદીનો એક એવો છોડ છે, જેનો ઉપયોગ ભારતીય રસોઈ ઘર માં ખાસ કરીને ચટણી ના રૂપે કરવામાં આવે છે. તેની ઘણી આવડતો છે. આ ભોજન પચાવવામાં તો  ઉપયોગી છે જ, સાથે પેટ મા થનારા ઘણા રોગોના ઉપચાર માં પણ ઉપયોગી છે. તેના વધારે લાભ માટે ક્યારે, કેવી રીતે અને કેટલા ફુદીના નો ઉપયોગ કરવો જોઈએ, તે બતાવી રહી છે પ્રાચી ગુપ્તા.

ફુદીના માં મેંથોલ, પ્રોટીન, વસા, કાર્બોહાઈડ્રેટ, વિટામિન એ, રિબોફ્લેવિન, કોપર, આર્યન વગેરે મળી આવે છે. ફુદીના ના પાન ના સેવન થી ઊલટી ને રોકી શકાય છે અને પેટ ના ગેસ ને દૂર કરી શકાય છે. તે જામેલા કફને બહાર કાઢે છે. તેની તાસીર ગરમ હોવાને લીધે તે શરીર માંથી પરસેવો કાઢીને તાવ ને દૂર કરે છે. તેમાં શરીર મા કોઈ જંતુ ના કરડવાથી તેના ઝેર ને નાશ કરવાનો પણ ગુણ હોય છે.

Image Source

ખૂબ કામની છે આ ફુદીના ની ચટણી.

ફુદીના ની ચટણી ખૂબ કામની હોય છે. ફુદીના ની સાથે દાડમ ના દાણા, લીલા કાચા ટામેટા,લીંબુ, આદું, લીલી મરચી, સિંધવ મીઠું, મરી, અજમા ભેળવી ને તેની ચટણી બનાવાઈ છે. તેનું સેવન પેટ માટે ઘણું ફાયદાકારક હોય છે.

પેટ ના રોગો ને દૂર કરે છે.

પેટ સાથે જોડાયેલ બધા પ્રકાર ની સમસ્યાઓ ને દૂર કરવા માટે ફુદીના ને સૌથી સારો માનવામાં આવે છે. આજકાલ  ખાણી પીણી ના લીધે પેટ મા ઘણા પ્રકારની તકલીફો થઈ જાય છે. એક ચમચી ફુદીના ના રસ માં એક કપ હુંફાળું પાણી અને એક ચમચી મધ ભેળવીને પીવાથી પેટના રોગોમાં રાહત મળે છે. જંકફુડ ખાવાથી કે મસાલેદાર ખોરાક ખાવાથી અપચો થઈ જાય છે અને પેટમાં દુખાવો પણ થવા લાગે છે. ફુદીના ને ઉકાળી ને તેમાં મધ ભેળવી ને સેવન કરવાથી પેટ ની સમસ્યા દૂર થાય છે.

ઊલટી થી રાહત અપાવશે.

ઊલટી રોકવા માટે ફુદીના નું સેવન લાભદાયી સાબિત થાય છે. તેટલા માટે ફુદીના ના પાન માં બે ટીપા મધ નાખી ને પીવું જોઈએ.

‘ફુદીના ના પાન નો પલ્પ બનાવીને તેને થોડું ગરમ કરીને કોઈ પણ પ્રકારના ઘા કે કોઈ જંતુ ની કરડેલી જગ્યા પર રાખવાથી ઘા કે જંતુ નું કરડેલું સારું થઈ જાય છે, સાથે જ તેનો દુખાવો અને સોજો પણ સારો થઈ જાય છે. ફુદીના નો રસ મરી અને સંચળ સાથે ચા ની જેમ ઉકાળીને પીવાથી શરદી, ઉધરસ અને તાવ માં રાહત મળે છે. માથા ના દુખાવા માં તાજા પાંદડા નો લેપ માથા પર લગાવવાથી રાહત મળે છે.

કોલેરા રોગ થી પીડાતા વ્યક્તિ ને ફુદીના ના રસ ની સાથે કાંદા ના  રસ માં લીંબુ અને સિંધવ મીઠું નાખીને સેવન કરવાથી લાભ થાય છે.

ફુદીના ના પણ અને તુલસી ના પાન ના રસ માં બે ટીપા મધ ના ભેળવી ને પીવાથી સતત આવતી હેડકી  તરત બંધ થઈ જાય છે.

ફુદીના ના પાન ને સૂકવીને બનાવવામાં આવતા ચૂર્ણ ને મંજન  ની જેમ ઉપયોગ કરવાથી મો ની દુર્ગંધ દુર થાય છે અને પેઢા મજબૂત બને છે.

ફુદીના ના રસ ને મીઠા ના પાણી સાથે ભેળવીને કોગળા કરવાથી ગળા નું ભારેપણું દૂર થાય છે અને અવાજ સાફ થઈ જાય છે.

વધારે પડતી તરસ લાગે ત્યારે લીંબુ નું શરબત બનાવી તેમાં ફુદીના ના પાન નો રસ ભેળવીને પીવાથી તરસ વારંવાર નથી લાગતી, શરીર માં પાણી ની ઉણપ પણ નથી લાગતી.

સાવધાની રાખો.

ફુદીના ના પાન નું સેવન વધારે માત્રામાં ન કરવું જોઈએ કારણકે તેનું વધુ પડતું સેવન કિડની અને આંતરડા માટે નુકશાનકારક સાબિત થાય છે. જો તેનું વધારે પડતું સેવન કરવામાં આવ્યું હોય, તો તેને સારું કરવા માટે આલ્કોહોલ નું અર્ક અને ગમ કડીરા  ભેળવી ને તેનું સેવન કરવું જોઇએ.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment