ઘરે જ તવા પર બનાવો બાળકો ના મનપસંદ મીની બ્રેડ પિઝા, જાણો તેને બનાવવા ની રીત 

Image Source

આજે અમે તમારા બાળકો માટે એક સરળ અને રસપ્રદ મિની બ્રેડ પિઝા રેસીપી લાવ્યા છે.

તમારા બાળકોને પીઝા ખાવા ગમે છે? તો પછી તમે ઘરે બ્રેડ પિઝા કેમ નથી બનાવતા? તો આજે અમે તમારા માટે રેસિપી માં સરળ અને રસપ્રદ બ્રેડ પિઝા લઈને આવ્યા છીએ. મીની બ્રેડ પિઝા ની આ રેસિપીમાં બ્રેડ પિઝા બેઝ તરીકે ઉપયોગ કરવામાં આવે છે જે માર્કેટમાં સરળતાથી મળી રહે છે.  આ માટે પિઝા ના લોટ ના ઘટકો મેળવવામાં કોઈ તકલીફ નથી અને તમે બેઝ તૈયાર કરવામાં પણ સમય બચાવી શકો છો. 

ઉપરાંત, તમે તમારા બાળકની પસંદગી પ્રમાણે ઘણા બધા ટોપિંગ્સ ઉમેરી શકો છો જેમકે ચીઝ, પનીર અને શાકભાજી. તમારા બાળકો માટે સ્વાદિષ્ટ અને તૈયારી માં બની જતો નાસ્તો નાની જાય તો તમારે બીજું શુ જોઈએ?

Image Source

સામગ્રી

  • બ્રેડ સ્લાઈસ 4
  • ચીઝ અથવા ચીઝ સ્લાઈસ 4
  • કાપેલી ડુંગળી 1
  • કાપેલુ સિમલા મરચું 1
  • લાલ અને પીળા સિમલા મરચાં 1
  • કાપેલું ટામેટું 1
  • પનીર ક્યુબ 1 વાટકી
  • બાફેલી મકાઈ 1 વાટકી
  • પિઝા સોસ
  • ઓરેગાનો
  • ચીલી ફ્લેક્ષ 

Image Source

બનાવવાની રીત

સૌ પ્રથમ પેનમાં થોડું બટર લો અને તેમાં ડુંગળી નાખી  તેને થોડું શેકી લો અને તેમાં સમારેલુ કેપ્સીકમ ઉમેરી લો. પછી ટામેટા, પનીર  અને બાફેલી મકાઈ ઉમેરો. ત્યારબાદ તેમાં ટામેટા કેચઅપ અને સેજવાન સોસ નાખો.

ત્યારબાદ બ્રેડના ટુકડા ની સાઈડ કાપી ને પીઝા ની ચટણી પાથરો અને તેને બાજુમાં રાખો.  હવે બ્રેડના ટુકડા પર અન્ય વસ્તુઓનું લેયર કરો.

ત્યારબાદ બ્રેડ પર પનીરના ટુકડા, અને શાકભાજી મૂકો. ત્યારબાદ ચીઝ છીણી તેના પર ચીઝ સ્લાઈસ મુકો. તેમાં કેલ્શિયમ અને પ્રોટીન નો સારો સ્રોત હોય છે, જે તમારા બાળકો માટે ખૂબ સારું છે.

હવે નોન સ્ટીક પેન લો અને તેમાં થોડું બટર નાખો.  તવા પર બ્રેડ મૂકો અને ચીઝ ઓગળે ત્યાં સુધી ચડવા દો.જો તમે ઇચ્છતા હો કે તે ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય, તો તમે પણ થોડીવાર માટે ઢાંકીને રાખી શકો છો.

એક પ્લેટમાં બ્રેડ પિઝા કાઢો અને તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેક્ષ છાંટો. તેના ટુકડા કરીને ટામેટા ની ચટણી સાથે ગરમ ગરમ પીરસો. તમારા બ્રેડ પિઝા તૈયાર છે. બાળકો માટે અને સ્વાદિષ્ટ અને રસપ્રદ નાસ્તો તૈયાર છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “ઘરે જ તવા પર બનાવો બાળકો ના મનપસંદ મીની બ્રેડ પિઝા, જાણો તેને બનાવવા ની રીત ”

Leave a Comment