આ 3 કારણથી એકદમ દૂર રહેજો – નહીતર તમે મિડલ ક્લાસ રહી જશો

દરેક ઇન્સાનનું સપનું હોય છે કે, આગળ વધવું અને અમીર બનવું. એ સપનાને રોકવા પાછળનાં ઘણાં કારણો જવાબદાર હોઈ શકે. પરંતુ આજે અમે નવી જાણકારીની ડાયરી લઈને આવ્યા છીએ. જેમાં તમને જીવનને આગળ વધારવાની ચાવી મળશે.

“ફક્ત ગુજરાતી” ની લેખક ટીમે વાંચકો માટે આ માહિતીને એકઠી કરીને વર્ગીકરણ કરવાનો એક પ્રયાસ કર્યો છે. આજે એવી ત્રણ બાબતો વિશે ચર્ચા કરીશું. જે આમ તો સામાન્ય છે પણ તેને અવગણી ન શકાય. મિડલ ક્લાસ રહી જવાના ઘણાં કારણો છે. તેમાં અહીં બતાવેલ મુખ્ય વિષય છે.

૧. ટોક્ષિક ફ્રેન્ડ

મતલબ ઝહેર કરતાં હોય તેવાં મિત્રો. આ એવા લોકોની યાદી છે જે આપણા મિત્ર બનીને રહે છે પણ ધીમે ધીમે તે દુશ્મન બનતાં જાય છે. આવા લોકોની નિશાની આ મુજબ હોય છે. (૧) બીજાને નાનો દેખાડવાની કોશિષ કરવી. (૨) આવા લોકો નાહિમ્મતી હોય છે. તેની પાસે કોઈ વિચાર લઈને જાવ તો એ હંમેશા પ્રોબ્લેમ વિશેની વાત કરે છે. તે ક્યારેય સોલ્યુશન આપી શકતા નથી. (૩) આવા લોકોની ખુદની લાઇક નાટક જેવી હોય છે. (૪) આવા લોકો ખાસ મતલબી હોય છે.

૨. સોશિયલ મીડિયા

હાલનાં સમયમાં મોબાઈલની એટલી ટેવ પડી છે કે, આ ટેવને છોડવાવા માટે ડી-એડીક્સન સેન્ટર ખુલી ગયા છે. ખાસ કરીને વધુ લોકો વોટ્સઅપ અને ફેસબુકમાં વધુ સમય પસાર કરી દેતાં હોય છે. લાંબા લાંબા ફાલતું મેસેજ વાંચીને ફોરવર્ડ કરતાં રહે છે. આવા લોકો મેસેજને ફોરવર્ડ કરવો પણ એક ફરજ સમજે છે. જો આવી કુટેવ તમારામાં હોય તો આજથી જ દૂર કરી દો.

૩. લેક ઓફ સ્લીપ

એવું માનવામાં આવે છે કે, છ થી આઠ કલાકની ઊંઘ સામાન્ય કહેવાય છે. પરંતુ અમુક લોકો આમાંથી બાકાત હોય છે. ૧૦ થી ૧૨ કલાકની ઊંઘ લીધાં બાદ પણ ઝોકા ખાતાં હોય છે. જે લોકો બહું ઓછી ઊંઘ લે છે તેની અમુક કમજોરી જોવા મળે છે. જેવી કે, વાતે વાતે ગુસ્સો કરવો, આખો દિવસ થાકેલા જેવાં દેખાતા હોય છે. ક્યારેક થતી આ પ્રકારની પોઝીશનથી ખાસ ફેર નથી પડતો. એમ, રોજની આ સ્થિતિ રહે તો બીજી ગંભીર બીમારીને આવતા રોકી નથી શકાતી.

આ ત્રણ કારણો ખૂબ અગત્યનાં છે, જે તમને મિડલ ક્લાસ રાખી દેતાં હોય છે. જીવનમાં કંઈક કરવા માટે ઘસાવવું જરૂરી છે. પછી એ રીત કોઈ પણ હોય!! સોશિયલ મીડિયાને છોડીને સારી બુક્સનું વાંચન કરો. સારા વિચાર જ સારા કામની શરૂઆત મનાય છે.

સહજ વાત છે કે, સોશિયલ મીડિયાથી હાલનાં સમયમાં સાવ દુર તો ન રહી શકાય પણ અમુક સમય તે માટે નક્કી કરો. જેથી રોજીંદા કામમાં મન રાખી શકાય. એક બીજી વાત ખાસ યાદ રાખો – કોઈના મેસેજનો તરત જ જવાબ આપવો એવું જરૂરી નથી. આપણા રીપ્લાય વિના દુનિયા કાંઈ ઉભી રહી જતી નથી!!

જીવનનાં દુર્ગુણોને દુર કરો. જેથી તમને જરૂરથી સફળતા મળશે જ મળશે. તો એ સાથે બધાને સારા ભવિષ્યની શુભકામના. “ફક્ત ગુજરાતી” નાં આ પેઇઝને અત્યારે જ લાઇક કરી દો. જેથી તમને આવી જ માહિતી મળતી રહે ફટાફટ ચપટીમાં….

Author : Ravi Gohel

All Copyright Received

Leave a Comment