મેથી લીંબુનું આ ફેસપેક ૪૦ વર્ષની ઉંમરે પણ જાળવી રાખશે ૨૦ વર્ષની ઉંમર જેટલી સુંદરતા, તો જાણો તેને બનાવવાની યોગ્ય રીત

ઉનાળો આવતાં જ ચેહરાના ખીલ, બારીક રેખાઓ, ટેનીંગ જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેના કારણે ત્વચા તેની કુદરતી ચમક ગુમાવવા માંડે છે. જો તમે પણ એવો કંઇક અનુભવ કરી રહ્યા છો તો મેથી-લીંબુનું ફેસપેક અજમાવો. આ ફેસપેક ન ફક્ત તમારા ચેહરાની ખોવાયેલ રંગત પાછી લાવવામાં તમારી મદદ કરશે પરંતુ ૪૦ વર્ષની ઉંમરે પણ તમારા ચેહરાને ૨૦ વર્ષની ઉંમર જેવી સુંદરતા જાળવી રાખશે. તો ચાલો જાણીએ શું છે આ ફેસપેકને બનાવવાની રીત.

methi-seeds

મેથી-લીંબુનું ફેસપેક બનાવવા માટેની સામગ્રી –

  • મેથીના દાણા – ૧ ચમચી
  • ગુલાબજળ – ૪ મોટી ચમચી
  • હળદર – ૨ ચપટી
  • લીંબુનો રસ – ૧ મોટી ચમચી

મેથી-લીંબુનું ફેસપેક બનાવવાની રીત -:

lemon-juice-for-skin-whitening

મેથી-લીંબુ નું ફેસપેક બનાવવા માટે સૌથી પહેલા એક વાટકીમાં ૧ ચમચી મેથીના દાણા લો. મેથીને થોડી વાર ગરમ પાણીમાં પલાળ્યા પછી તેની પેસ્ટ તૈયાર કરી લો. હવે મેથીની પેસ્ટમાં ૨ ચપટી હળદર અને ૧ ચમચી લીંબુનો રસ ઉમેરીને યોગ્ય રીતે મિક્સ કરો. હવે આ પેસ્ટને તમારા ચહેરા અને ગળા પર લગાવો.

જ્યારે પેસ્ટ ચેહરા પર થોડી ભીની રહે ત્યારે તેને હળવા હાથથી ઘસીને સાફ કરી સાદા પાણીથી ચેહરા અને ગળાને ધોઈ લો. આ ફેસ પેકને અઠવાડિયામાં ૩ થી ૪ વાર લગાવતા તમારા ચેહરા પર સુંદરતા દેખાવા લાગશે.

અસ્વીકરણ -:

આ લેખમાં આપવામાં આવેલ માહિતીની ચોકસાઈ, સમયસૂચકતા અને વાસ્તવિકતાની ખાતરી માટેનો દરેક સંભવ પ્રયત્ન કરવામાં આવ્યો છે પરંતુ તેની નૈતિક જવાબદારી ફક્ત ગુજરાતી ડોટ કોમની નથી. અમારો તમને વિનમ્ર નિવેદન છે કે કોઈપણ ઉપાય અજમાવતા પેહલા તમારા ડોક્ટરની મુલાકાત જરૂર લેવી. અમારો હેતુ ફક્ત તમને માહિતી પ્રદાન કરવાનો છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *