ઘઉંના ઔષધીય ગુણો જે દુર કરશે અનેક ગંભીર બીમારી

ઘઉં માત્ર બળવર્ધક અનાજ જ નહી, પણ એક સારું ઉપયોગી ઔષધી પણ છે. તમે જાણતા પણ નહી હોઈ એના ઘણા જાદુઈ ઔષધીય ગુણ છે. ઘઉંનો પ્રયોગ તમે રોટલી, દલિયા અને લાપસી બનાવવા માટે જ કરતાં હશો. પરંતુ ક્યારેય શરદી, ખાંસી અને પથરીનાં ઈલાજ માટે તેનો ઉપયોગ કર્યો છે? નહી તો આજે અમે તમને ઘઉં અને તેની સાથે શું મિશ્ર કરવાથી થાય છે અચૂક ફાયદાઓ તેના વિશે જણાવીશું, જે સ્વાસ્થ્ય માટે જ નહી પરંતુ ઘણી ગંભીર બિમારોમાં કારગર સાબિત થાય છે. તો ચાલો આજે આપણે જાણીશું અમુક બિમારીઓમાં ઘઉંનો પ્રયોગ કેવી રીતે કરવો.

image source

ઘઉંનો ઔષધિય ગુણ

જેમની સ્મરણ શક્તિ નબળી હોય અથવા તો ભણતા બાળકોને ઘઉંમાંથી બનેલી રાબ બદામ અને ખાંડ ઉમેરીને રોજ ખવડાવો, તે યાદશક્તિ વધારવાનું સૌથી સચોટ ઉપાય છે.

આજ કાલ પથરીની સમસ્યા બહુજ સામાન્ય થઈ ગઈ છે. જો તમે પણ પથરીથી પિડાઈ રહ્યા છો તો તમે ઘઉં અને ચણાના દાણાને ઉકાળીને બચેલા પાણીને પીવો. આવું કરવાથી કીડનીની પથરી બહાર આવી જાય છે.

image source

જો તમે ખાંસી અને કફથી પરેશાન છો તો ઓછામાં ઓછા 20 ગ્રામ ઘઉંના દાણાને લો અને તેને લગભગ 250 મિલી પાણીમાં ઉકાળો. ઉકાળતી વખતે તેમાં મીઠું(નમક) પણ નાંખો. જ્યારે પાણી બળીને ત્રીજા ભાગનું રહે ત્યારે પાણીને ગાળીને ગરમ ગરમ જ પી લેવું, રોજ સવાર-સાંજે એક સપ્તાહ સુધી આ પ્રયોગ કરો.

image source

ઘણીવાર એવા કીડા કે મચ્છરો કરડે છેકે, ખંજવાળ બંધ જ નથી થતી. વરસાદમાં ફોડકીઓ પણ થાય છે. તો એવામાં તમે ઘઉંના દાણાને પલાળીને પીસી લો અને ઘઉંના લોટને ગૂથીને પ્રભાવિત જગ્યા પર લગાવી દો. જો ઝેરી કીડો કરડ્યો હોય તો ઘઉંનાં લોટમાં સિરકો મિક્સ કરીને પ્રભાવિત જગ્યા પર લગાવો તરત જ આરામ મળશે.

જો તમે ફ્રેક્ચરનો શિકાર બન્યા છો તો તમે ઘઉનાં દાણાને તવા પર શેકી લો,ત્યારબાદ તેને પીસી લો હવે તે ચૂરણમાં મધ મેળવીને ચાટી જાવ, થોડા દિવસોમાં જ તમારી સમસ્યા દૂર થઈ જશે.

નોંધ :- ઘઉં પ્રયોગ જ્યારે પણ તમે કરો તો ધ્યાન રાખવું કે ઘઉં બહુ જૂના ન હોય. તેને હંમેશા પલાળીને સારી રીતે ધોઈને જ પ્રયોગ કરવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો… 🙂 આભાર 🙂

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *