માથેરાન હિલ સ્ટેશન- વિકેન્ડ અને ચોમાસામાં ફરવા માટે એક પરફેક્ટ ડેસ્ટીનેશન

Image Source

જો તમે પણ વિકેન્ડ અથવા ચોમાસામાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો માથેરાન હિલ એક પરફેક્ટ ડેસ્ટીનેશન છે.

ભારતીય લોકો વિકેન્ડ અથવા ચોમાસાના સમયે ફરવાનું ખૂબ વધારે પસંદ કરે છે. એક થી બે દિવસ માટે ફરવાનો પ્લાન તો જરૂર બનાવે છે. આવી સ્થિતિમાં, જો તમે પણ ફરવા જવા ઇચ્છો છો, તો પછી તમારે માથેરાન હિલ સ્ટેશન ચોક્કસપણે જવું જોઈએ. મહારાષ્ટ્રના પશ્ચિમી ઘાટ પર આવેલું માથેરાન એક નાનુ અને ખુબજ સુંદર હિલ સ્ટેશન છે. વિકેન્ડ પર જનારા પ્રવાસી માટે એક પરફેક્ટ ડેસ્ટીનેશન છે. આ હિલ સ્ટેશન તે લોકો માટે પણ ખૂબ લોકપ્રિય છે, જે શાંત અને વૈભવી વાતાવરણ માટે એક નાની યાત્રાની શોધમાં રહે છે.

તમને જણાવી દઈએ કે માથેરાનને ભારતનું સૌથી નાનુ હિલ સ્ટેશન અને મહારાષ્ટ્રના સૌથી સુંદર હિલ સ્ટેશનોમાંથી એક માનવામાં આવે છે. આ લેખમાં અહીંના પ્રખ્યાત સ્થળો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં તમે પણ ફરવા જઈ શકો છો, તો ચાલો જાણીએ.

Image Source

ચાર્લોટ તળાવ:

માથેરાન હિલ સ્ટેશનમાં ફરવા માટે સૌથી શ્રેષ્ઠ સ્થળોમાંથી એક છે ચાર્લોટ તળાવ. ચોમાસાના સમયે આ નદી અને તેની આજુબાજુ હંમેશા આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. શાંત વાતાવરણ અને પ્રાકૃતિક સુંદરતા વચ્ચે અહી ચાલવું એ એક અલગ જ મજા હોય શકે છે. જંગલોની વચ્ચે હોવાને કારણે અહી તમને ઘણા પ્રકારના પક્ષીઓ પણ જોવાની તક મળી શકે છે. પરિવાર, મિત્ર અથવા જીવનસાથી સાથે મુલાકાત માટે આ નદી એક યોગ્ય સ્થળ હોઈ શકે છે. તમને જણાવી દઈએ કે આ નદીને શાર્લોટ નદી રૂપે પણ ઓળખવામાં આવે છે.

Image Source

હનીમૂન પોઈન્ટ:

મહારાષ્ટ્રમાં એવા ખૂબ ઓછા સ્થળ છે જે હનીમૂન પોઈન્ટ તરીકે પ્રખ્યાત છે. પરંતુ, માથેરાનમાં એક એવું સ્થળ છે જે પ્રવાસીઓ વચ્ચે હનીમૂન પોઈન્ટ તરીકે લોકપ્રિય છે. માથેરાનના પહાડોની સૌથી ઉંચાઈ પર આવેલ આ પોઇન્ટથી અદભુત દૃશ્યો જોવા મળે છે. આ સ્થળ ખાસકરીને યુગલોમાં ખુબજ પ્રખ્યાત છે. ટ્રેકિંગના ઉત્સહીઓમાં પણ આ પોઈન્ટ ખૂબ પ્રખ્યાત છે, કેમકે અહી પહોંચવા માટે ચાલીને જ જવું પડે છે.

Image Source

માથેરાન ટોય ટ્રેન:

જો તમે તમારા પરિવાર અને મિત્ર સાથે માથેરાન ફરવા માટે જઈ રહ્યા છો, તો પછી તમારે માથેરાન ટોય ટ્રેનની મજા લેવાનું ચૂકવું જોઈએ નહિ. આ ટોય ટ્રેનની યાત્રામાં મહારાષ્ટ્રના પશ્ચિમી ઘાટ પર આવેલ સુંદર અને અદભુત દૃશ્યો જોઈ શકો છો. આ સ્થળ યુગલો માટે પણ ખૂબ પ્રખ્યાત છે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ ટોય ટ્રેનની શરૂઆત વર્ષ 1900 માં થઈ હતી અને આજે પણ પ્રવાસી વચ્ચે ખુબજ લોકપ્રિય છે.

Image Source

પ્રબલગઢ કિલ્લો:

માથેરાન અને પનવેલની વચ્ચે આવેલ આ કિલ્લો પ્રવાસીઓની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. એક ખડકાળ પહાડની ટોચ પર બનેલો આ કિલ્લો ટ્રેકિંગ કરનાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. કેહવામાં આવે છે કે કિલ્લા સુધી પહોંચવું એ મહારાષ્ટ્રના સૌથી મુશ્કેલ ટ્રેકિંગ ચેલેન્જ માંથી એક છે. તમને જણાવી દઈએ કે કિલ્લા સુધી જવા માટે રોક કટ સીડીનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તમે કર્નાલા કિલ્લાની મુલાકાત પણ લઈ શકો છો.

તમને આ લેખ સારો લાગ્યો હોય તો શેર જરૂર કરો અને આ પ્રકારના અન્ય લેખ વાંચવા માટે તમારી પોતાની વેબસાઈટ ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “માથેરાન હિલ સ્ટેશન- વિકેન્ડ અને ચોમાસામાં ફરવા માટે એક પરફેક્ટ ડેસ્ટીનેશન”

Leave a Comment