શિયાળા માં તમારી સ્કીન નો ગ્લો જતો રહ્યો છે તો કેળા ની બનેલ પેસ્ટ માંથી ચહેરા પર કરો મસાજ. આ ઉપાય ને અઠવાડિયા સુધી કરવું. તે તમને સારું રિજલ્ટ આપશે.
શિયાળા માં આપણાં ચહેરા ની ચમક જતી રહે છે. કેટલાક લોકો નો ચહેરો તો એટલો ડલ થઈ જાય છે કે તેઓ ખૂબ જ પરેશાન થઈ જાય છે. સ્કીન જો ડ્રાય છે તો કોઈ ને પણ પોતાનો ચહેરો જોવો ગમતો નથી. આજે અમે તમારી જોડે એવો મેજિકલ પેક શેર કરવા જઈ રહ્યા છે કે જે તમારી સ્કીન થી ડ્રાયનેસ ને દૂર કરે છે. ચહેરા માં ગ્લો પેદા કરશે. અને સ્કીન નરમ રહેશે. આ પેક તમને સો ટકા રિજલ્ટ આપશે. તેને તમારા ચહેરા પર 7 દિવસ સુધી ટ્રાય કરવાનો છે. આ પેક કેળા થી તૈયાર કરવામાં આવે છે.
કેળા માં સ્કીન ને નરમ રાખવાના બધા જ ગુણ હોય છે. એટલે શિયાળા માં કેળા ચહેરા માંટે ખૂબ ઉપયોગી છે. આ પેક ને એક વાર બનાવી ને સ્ટોર કરી શકો છો. અથવા તો જરૂરત પ્રમાણે ડેઈલિ પણ બનાવી શકો છો. ચાલો જાણીએ તેને બનાવા ની વિધિ
સામગ્રી
- 1 કેળું
- ડ્રાય મિલ્ક પાવડર -1 ચમચી
- એલોવેરા જેલ- 1 ચમચી
પેક બનાવા ની વિધિ
એક કેળું લો તેને નાના નાના ટુકડા માં કાપી લો. પછી તેને મિક્સર માં દળી લો. ત્યારબાદ કેળા ના આ પેસ્ટ માં મિલ્ક પાવડર અને એલોવેરા જેલ મિક્સ કરો.
હવે બધી જ વસ્તુ ને સારી રીતે મિક્સ કરો. જેનાથી તેમા કોઈ ગાંઠ ન પડે.
કેવી રીતે લગાવું
આ કેળા ના પેસ્ટ ને સાફ ચેહરા પર લગાવો. પછી સારી રીતે આખા ચહેરા પર મસાજ કરો. તેને અંડરઆઇ પર પણ લગાવી ને મસાજ કરો. જેનાથી તમારા ડાર્ક સર્કલ પણ દૂર થશે. તમારે તેના થી લગભગ 3-4 મિનિટ સુધી મસાજ કરવું. મસાજ થઈ ગયા પછી તેને 15 મિનિટ સુધી રાખવું. ત્યારબાદ ચહેરા ને સારી ધોઈ ને લૂછી લો.
ચહેરા પર કેળા ના ફાયદા
કેળા માં વિટામિન એ, બી, સી અને ઈ મળી આવે છે. જે ત્વચા ને ફ્રી રેડિકલ થી થનાર નુકશાન થી બચાવે છે. ત્યાં જ કેળા માં રહેલા એમીનો એસિડ તમારી ત્વચા ને પોષણ પણ આપે છે. જો તમારા ચહેરા પર એજિંગ ના નિશાન દેખાય છે તો તમે કેળા થી સ્કીન ની અંદર કોલોજન વધારી શકો છો. તેમા સિલિકા મળી આવે છે. જે કરચલીઓ થી બચાવે છે.
સ્કીન માંટે એલોવેરા જેલ
શિયાળા માં એલોવેરા જેલ શરીર ને નરમ રાખે છે. તેમા ભરપૂર માત્રા માં એંટિ ઓક્સિડેંટ હોય છે. જે ત્વચા ને નુકશાન થી બચાવે છે. તેમા એંટિ સેપ્ટિક, એંટિ ફલેમેટ્રી,અને એંટિ જિંગ ગુણ મળી આવે છે. જે ત્વચા ને ઘણા પ્રકાર ના સંક્રમણ થી બચાવે છે. તે ડ્રાયનેસ સામે મદદ આપે છે.
ચહેરા ને કેવી રીતે ફાયદો કરે છે મિલ્ક પાવડર
શિયાળા માં ચહેરા પર મિલ્ક પાવડર લગાવા થી કાળા ડાઘ અને કરચલીઓ ને દૂર કરવા માં મદદ મળે છે. સાથે જ ચહેરા પર પ્રાકૃતિક ચમક અને તાજગી આવે છે. જો તમારે તેને ફેસ પેક તરીકે ઉપયોગ કરવો હોય તો તેમા દહી અને લીંબુ મિક્સ કરી ને વાપરી શકો છો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team