ચટપટી કાચી કેરીનો મસ્ત પુલાવ બનાવો આવી સરળ રીતે…

કાચી કેરીનું ખાટો ટેસ્ટ દરેક ડિશમાં ચટકારા વાળા સ્વાદ લઈ આવે છે. આ રીતે કાચી કેરીનો પુલાવનો જાયકો છે. અહીં જાણો આ લાજવાબ ટેસ્ટની સરળ રેસીપી 

જરૂરી સામગ્રી 

  • 4 કપ બાફેલા ભાત 
  • એક કાચી કેરી સમારેલી
  • એક લીલા મરચા 
  • અડધી નાની ચમચી હળદર પાઉડર 
  • 2 આખા સૂકા લાલ મરચા 
  • એક ચપટી હીંગ વાટેલી 
  • 3-4 લીમડા ના પાન
  • એક નાની ચમચી સરસો 
  • મીઠું સ્વાદપ્રમાણે 
  • તેલ 
  • સજાવટ માટે સમારેલું કોથમીર 

વિધિ 

ગૈસ પર પેનમાં તેલ ગરમ કરી, તેમાં સરસો, આખી લાલ મરચી, લીમડા અને હીંગ નાખી મધ્યમ તાપ પર ફ્રાઈ કરો. 

જ્યારે સરસો લાગે તો લીલા મરચા નાખી 10 સેકેંડ રાખો. 

હવે પેનમાં કેરીના ટુકડા અને હળદર પાઉડર નાખી ઢાંકી નાખો. તેને 2-3 મીનિટ સુધી રાંધવું.  ત્યારબાદ પેનથી ઢાકણું હટાવી ભાત અને મીઠું નાખી મિક્સ કરો. 

ભાત પર થોડું પાણી છાંટી તેને ઢાંકી નાખો અને ધીમા તાપ પર 2-3 મિનિટ સુધી રાંધવું. 

હવે પેનથી ઢાકણું હટાવી અને ભાતને હલાવી ગૈસ બંદ કરી નાખો.

તૈયાર છે કાચી કેરીનો પુલાવ. તેને કોથમીરથી ગાર્નિશ કરી ગરમાગરમ સર્વ કરો. 

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Aditi V Nandargi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!