કેરીના પાનથી મેળવો કાળા, ઘાટા અને લાંબા વાળ, તેના માટે આ રીતે ઘરે જ બનાવો હેર માસ્ક

કેરી એક એવું ફળ છે જે બધા લોકોનું મનપસંદ ફળ હોય છે. ત્યારે તો તેને ફળોનો રાજા કહેવાય છે. ઉનાળાની ઋતુમાં કેરી ખૂબ ખાવામાં આવે છે. પરંતુ, કેરીની સાથે કેરીના પાનથી પણ ઘણા ફાયદા થાય છે. કેરીની જેમ તેના પાનમાં પણ ઘણા ઔષધીય ગુણ હોય છે. કેરીના પાન ડાયાબિટીસના દર્દીઓને વધારે ફાયદાકારક છે. કેટલાક અભ્યાસમાં તે વાત પણ સામે આવી છે કે કેરીના પાનમાં એન્ટી ડાયબીટીક ગુણ રહેલ હોય છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે. કેરીના પાનનો રસ પીવાથી બ્લડ ગ્લુકોઝ લેવલ ઓછું થાય છે. પરંતુ, કેરીના પાનના ફાયદા અહીં સુધી સીમિત નથી. તે વાળને પણ સ્વસ્થ અને ઘાટા બનાવે છે. વાળની સમસ્યાથી બચાવે છે કેરીના પાન.

કેરીના પાનથી વાળ કાળા – ઘાટા બનશે -:

જો તમારા વાળ કાળા અને ઘાટા નથી, તો તમે કેરીના પાનનો ઉપયોગ કરી શકો છો. કેરીના પાનનું હેર માસ્ક લગાવવાથી વાળ મૂળમાંથી મજબૂત બને છે તેમજ કાળા અને ઘાટા બને છે. જો તમે પણ ઇચ્છો છો કે તમારા વાળ વર્ષો સુધી તૂટે કે ખરે નહિ અને સફેદ થાય નહિ, તો તમે કેરીના પાનમાંથી બનેલ હર્બલ ટી પી શકો છો. આ ઉપરાંત તે પાનને પીસીને તેની પેસ્ટ બનાવીને વાળમાં લગાવવાથી પણ ફાયદો થાય છે.

કેરીના પાનમાંથી હેર માસ્ક બનાવવાની રીત -:

benefits-mango-leaves

Image Source

કેરીના ૧૦-૧૫ પાન લો. તેને સાફ કરી મિકસરમાં નાખો. થોડું પાણી ઉમેરો અને તેને પીસીને ઘાટું પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં તમે ઈચ્છો તો લીંબુનો રસ, આમળાનો પાવડર, મેંદીનો પાવડર અને દહીં પણ તમારી ઈચ્છા મુજબ ઉમેરી શકો છો. આમળા વાળને મજબૂત બનાવે છે, ફોડલીથી છુટકારો અપાવે છે. લીંબુ પણ ડેન્ડ્રફની સમસ્યાને દૂર કરે છે. દહીં પણ વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે, ફોડલીઓ દૂર કરે છે. આ પેસ્ટને વાળ અને માથાની ખોપરી પરની ત્વચા પર યોગ્ય રીતે લગાવીને ૩૦ મિનિટ માટે સુકાવા દો. ત્યારબાદ વાળમાં કોઈ સાધારણ શેમ્પૂ લગાવી લો. આ હેર માસ્કને અઠવાડિયામાં એક વખત જરૂર લગાવો.

કેરીના પાનમાંથી બનેલ હેર માસ્કના ફાયદા -:

Mango-leaves-benefits

Image Source

૧) વાળને કાળા બનાવે છે. સફેદ થઈ રહ્યા છે તમારા વાળ તો આ હેર માસ્કને જરૂર વાળમાં લગાવો. કારણકે આ પાનમાં ફ્લેવોનોઇડસ હોય છે, જે વાળને કાળા બનાવે છે.

૨) જેના વાળ સૂકા, નિસ્તેજ, નિર્જીવ અને દ્વિમુખી  છે, તેને આ પેસ્ટ લગાવવી ફાયદાકારક થશે. ખોડાની સમસ્યાથી પરેશાન છો, તો પણ આ પેસ્ટ લગાવવી ફાયદાકારક રહેશે.

૩) વાળમાં ચમક લાવવાની સાથેજ કેરીના પાનની પેસ્ટ તેને મૂળમાંથી મજબૂતી આપી તેને કાળા અને ઘાટા બનાવે છે. આ હેર માસ્કને અઠવાડિયામાં બે વાર લગાવવાથી વાળની ઘણી સમસ્યાઓ દુર થાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment