શું ખરેખર, શરીર માટે કેરીનો રસ ફાયદાકારક છે? નંબર ચાર જાણીને એકદમ નવાઈ લાગશે.

કેરીની સીઝનમાં ઘણા લોકોને રસ જમવામાં બહુ જ પસંદ હોય છે, એ સાથે પણ તે વ્યક્તિને કેરીના ફાયદા વિશે ખબર હોતી નથી. તો વાંચો આ લેખ – જેમાં કેરીના રસની માહિતી જણાવી છે અને માહિતી ગમે તો મિત્ર સાથે શેયર કરજો.

હા, બધા જાણે છે – ‘મેંગો ઇસ કિંગ ઓફ ધ ફ્રુટ.’ કેરીની સીઝન આવે ત્યારે જલસા પડી જાય; વેકેશન ટાઈમ અને કેરીની સીઝન બંને સાથે હોય ત્યારે બપોરની થાળીમાં રસ તો જોઈએ જ..એવું દરરોજ કાનને ક્યાંય ને ક્યાંય સાંભળવા મળી રહેતું હોય છે. એમાં પણ આપણે ‘ગુજરાતી’ એટલે બાકી કાંઈ રહે ખરું!! ઉનાળામાં કેરીના રસ વગર બધું જ જમવાનું સ્વાદ વગરનું લાગે. આમ પણ ઉનાળામાં પૂરી-શાક અને કેરીનો રસ એ ફિક્સ ડીશ જેવું થઇ જાય છે. અને ખરેખર સ્વાદની લહેજત પણ આ ડીશમાં જ આવે છે. જેની સામે મોંઘીદાટ ચાઈનીઝ અને પંજાબી રેસિપીઓ પણ ફિક્કી લાગે છે.

આજના લેખમાં જણાવવામાં આવેલ માહિતી કેરીના રસ જેવી જ રસપ્રદ છે. આજે કેરીના રસ વિશેની માહિતી જાણીએ અને આમપણ જેટલા લોકોને કેરીનો રસ બહુ પસંદ છે; એ લોકોને તો ખાસ આ માહિતી ખબર હોવી જરૂરી છે. તો ચાલો એક માહિતીની સફર કરીએ કેરીના રસની દુનિયામાં…

કેરી એટલે શું?

બધા ફળમાંથી કેરીને વિશિષ્ટ સ્થાન મળ્યું છે; કેરીને ફળમાં રાજા કહેવામાં આવે છે. કેરીનું વૈજ્ઞાનિક નામ “મંગીફેરા ઈન્ડીકા” છે. કેરીને માત્ર ભારતમાં જ નહીં પણ એ સિવાય પાકિસ્તાન, ફિલીપીન્સ અને બાંગ્લાદેશમાં પણ ઉચ્ચકોટીનું માન મળ્યું છે. મતલબ કે કેરીનું ઝાડ આ દેશોનું પણ ‘રાષ્ટ્રીય વૃક્ષ’ છે. કેરીની ઘણી બધી જાત છે; એ મુજબ તેના બજારમાં ભાવ હોય છે.

શું ખરેખર કેરીનો રસ સ્વાસ્થ્ય માટે સારો ગણાય?

આ પ્રશ્ન ઘણાબધાને બચપણથી દિમાગમાં આવે છે પણ આજે જવાબ તમને જણાવી જ દઈએ. એક ઓસ્ટ્રેલિયાઈ અધ્યયન દરમિયાન સાબિત થયું હતું કે કેરીનો રસ સ્વાસ્થ્ય માટે બહુ સારો ગણાય છે. કેરીમાં બીટા કેરોટીનની સારી એવી માત્ર હોય છે, જેને કારણે શરીરના ઘણા રોગો સામે રક્ષણ મળે છે. એથી વિશેષ ૨૦ થી વધુ પ્રકારના અલગ-અલગ ખનીજ અને વિટામિન્સ હોય છે, જે કેરીને સ્વાસ્થ્ય માટે અતિ ઉતમ દર્શાવે છે. આ બધા પોઈન્ટ્સને એકઠા કરવામાં આવે તો કહી શકાય: કેરી સ્વાસ્થ્ય માટે સારું એવું પૌષ્ટિક ફળ છે.

આજના લેખમાં આપણે અગત્યના એ વિષય ઉપર જાણવાના છીએ કે, આખરે કેરીના રસથી શું ફાયદા થતા હશે? જેના પણ મનમાં આ પ્રશ્ન હોય તેને આ લેખને અંત સુધી વાંચવા જેવો છે:

અતિ લાભકારી છે કેરીનો રસ...

કેરીમાં અલગ પ્રકારના એન્ટીઓક્સીડેન્ટસ હોય છે, જે કેરી સિવાય અન્ય ફળમાંથી મળવા મુશ્કેલ છે. ૨૦૧૦ની સાલમાં ટેક્સસમાં એક અધ્યયન કરવામાં આવ્યું હતું જેમાં કેરીથી કેન્સર મટાડવામાં મદદ મળે છે એ વાતને સમર્થન પણ મળ્યું હતું. કેરી ખાવાથી માનસીક તણાવ ઘટે છે, આજ કારણ છે કે કેરીના રસને ભરપેટ પીધા બાદ બપોરના ગરમ વાતાવરણની અંદર ગાઢ ઊંઘ આવવા લાગે છે. કેરીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોવાને કારણે હદયની સમસ્યા સામે ફાયદો થાય છે.

અત્યારના સમયમાં ઘણા ખરા લોકોને કોલેસ્ટ્રોલની તકલીફ થઇ ગઈ છે તો એવા વ્યક્તિઓ પણ જો કેરીનો રસ ખાઈ તો શરીરના સ્વાસ્થ્ય માટે સારૂ રહે છે. અન્ય એક વાત એ પણ છે કે, આમ તો કેરીનો સ્વાદ ખાટો-મીઠો હોય છે છતાં પણ ડાયાબીટીસના દર્દીઓ કેરીનો રસ ખાઈ શકે છે. કારણ કે, લોહીના સ્યુગર લેવલ માટે પણ કેરી અતિ ગુણકારી ગણાય છે. સાથે કેરીમાં રહેલા પોષકતત્વોથી શરીરને ફાયદો થાય છે.

કેરીના રસમાં વિટામીન A હોય છે; જે આંખ માટે સારૂ ગણાય છે. આંખ શરીરનો સૌથી નાજુક ભાગ ગણાય છે, તેના સ્વાસ્થ્ય માટે પણ કેરીનો રસ પીવાથી ફાયદો થાય છે. આખા વર્ષ દરમિયાન જે વધુ બીમાર પડતા હોય તેના માટે ઉનાળાની સીઝન બેસ્ટ ગણાય એમ કહો તો પણ કઈ ખોટું નથી!! ઉનાળામાં આવતી કેરી ‘વિટામીન-સી’ થી ભરપૂર હોય છે. વિટામીન-સી પ્રતિક્રિયાશીલ છે તેથી શરીરને અન્ય રોગ સામે લડવામાં મદદરૂપ થાય છે.

વાળ સફેદ થવાની અથવા ખરી જવાની સમસ્યા હોય તેના માટે કેરીનો રસ ફાયદેમંદ છે. કેરીનો જ્યુસ બનાવીને તેને માથાના વાળ પર લગાડવાથી ફાયદો થાય છે. રૂક્ષ થઇ ગયેલા વાળ માટે કેરીના રસમાંથી બનાવેલ હેરપેક બહુ સારૂ કામ આપે છે.

કેરીનો રસની ખાવાથી થતી તકલીફ વિશેની જાણકારી મેળવીએ..

કેરીનો રસ વધુ ખાવાથી ગળામાં ખરાશ થઇ શકે છે.

કેરીના રસની તાસીર ગરમ હોય છે, વધુ માત્રામાં રસ પીવાથી શરીરની અંદર ગરમીનું પ્રમાણ વધે છે. જેથી ત્વચાને લગતી અમુક પ્રકારની તકલીફ ઉભી થાય છે.

કેરીનો રસ બપોરના ભોજનમાં રેગ્યુલર લેવામાં આવે તો વજન વધવાની સમસ્યા થાય છે.

ખાસ યાદ રાખો કે, બજારમાં મળતો કેરીનો રસ ક્યારેય ખાવો નહીં. ફૂડ કલર અને સેક્રિન શરીરને બહુ જ આડઅસર કરે છે.

કેરીના રસ જેવા માહિતીનો રસ ઠાલવતા આ ફેસબુક પેજ ફક્ત ગુજરાતીને લાઈક કરવાનું ભૂલશો નહીં. અહીં તમને રસપ્રદ માહિતી હંમેશા મળતી રહેશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment