મોટા મોટા હિલસ્ટેશનો ને ભુલાવતું કુદરતી સૌંદર્ય થી ભરપૂર નર્મદા જિલ્લાનું “માંડણ” ગામ પ્રવાસીઓ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર

ચોમાસાની શરૂઆત થતાની સાથે જ નર્મદા જિલ્લાની વનરાજી ખીલી ઉઠી છે. શહેરી વિસ્તારના લોકો ફરવા માટે નર્મદા જિલ્લાનું પ્રાકૃતિક સોંદર્ય માણવાનું વધુ પસંદ કરે છે.

ચોમાસામાં નર્મદા જિલ્લો કુદરતી સૌંદર્ય થી ભરપૂર બની જાય છે. અને નવા નવા પ્રવાસીઓ માટેના સ્થળોનું પણ નિર્માણ થાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી થી 40 કિમિ દૂર રાજપીપલાથી 12 કિલોમીટર આવેલ જંગલ વિસ્તાર અને કરજણ ડેમનું બેક વોટર જેના કિનારે માંડણ ગામ વસેલું છે. જે અત્યારે ચોમાસાની સીઝન જામતા અને કોરોનામાં છૂટછાટ થતા પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ સ્થળ બન્યું છે.

આ એક એવુ સ્થળ છે જેને પ્રવાસીઓ એ શોધી કાઢ્યું છે.

ચારેય બાજુ પર્વતમાળા અને લીલાછમ વૃક્ષોથી સભર અને કુદરતી દ્રશ્યોથી ભરપૂર આ પ્રાકૃતિક સ્થળ લોકો નું આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.અહીં ચોમાસા ની ઋતુમાં જંગલ અને પહાડી વિસ્તાર માં આપોઆપ કુદરતી ઝરણાં વહેવા લાગે છે.અને ચોમાસામાં તો ધરતીમાતા એ લીલીછમ ચાદર ઓઢી હોય તેવું લાગે છે.

કરજણ નદીના પાછળ ના ભાગે કુદરત ના ખોળે આવેલ આ ગામ એ સંપૂર્ણ આદિવાસી ગામ છે આ સ્થળે શનિવારે અને રવિવાર તો જાણે મેળો ભરાયો હોય તેવી ભીડ જોવા મળે છે, જ્યાં સ્થાનિકો લોકો દ્વારા નાની હોડીઓ માં પ્રવાસીઓ ને બેસાડીને ત્યાંની શેર કરાવવામાં આવે છે. ત્યાંના આસપાસ ડુંગરો લીલાછમ ને નદીના આહલાદક નજારાના કારણે આ સ્થળે લોકો ઉમટી રહ્યા છે.અત્યંત શુદ્ધ ઓક્સિજન ધરાવતું આ સ્થળ ગુજરાતના લાખો પ્રવાસીઓ નું આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે.

નર્મદા જિલ્લામાં ફરવા આવનારા પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મઝા સાથે આજુબાજુના અનેક પ્રવાસન સ્થળો જોઈને આનંદ અનુભવે છે. ત્યારે નાંદોદ તાલુકા ના માંડણ ગામ નો પણ જિલ્લા પ્રવાસન માં સમાવેશ કરીને આ સ્થળનો પણ પ્રવાસન ક્ષેત્રે વિકાસ થાય તેવી આ વિસ્તારના પ્રજાની લાગણી અને માંગણી છે, જિલ્લા વહીવટી તંત્ર આ સ્થળે બોટિંગ વ્યવસ્થા ગોઠવીને આ સ્થળનો પ્રવાસન માટે વેગ આપે તો કેવડિયા આવતા પ્રવાસી માટે નવા અને નજીક પ્રવાસનનો પોઈન્ટ બની શેકે એમ છે આ સ્થળે પ્રવાસીઓ સનસેટ પોઈન્ટની પણ મજા માણી રહ્યા છે.

તો રાહ શેની જોવાની? એકવાર નર્મદા જિલ્લાના આ મીની કાશ્મીર “માંડણ” જવાનુ ચુકતા નહી.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Leave a Comment