ઓપન બ્રેઇન સર્જરી દરમિયાન દર્દી ‘ બીગ બોસ’ કેમ જોઈ રહ્યો હતો? જાણો અહી ક્લિક કરી ને

આ અનોખો કિસ્સો આંધ્રપ્રદેશના ગુંટુરનો છે. જ્યાના એક ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર્સ એ દર્દીને ભાનમાં રાખીને ઓપન બ્રેઇન સર્જરી કરી. ઓપરેશન દરમિયાન દર્દી જાગતો રહે અને તેનુ ધ્યાન ઓપરેશન પર ન રહે, તેથી ડોક્ટરે ઓપરેશન થીયેટરમાં ટીવી પર તેનું મનગમતું રિયાલિટી શો ‘ બીગ બોસ’ અને હોલીવુડ ફિલ્મ ચાલુ રાખી. હવે આ કિસ્સો ચર્ચાનો વિષય બની ગયો છે.

ભાનમાં રહેવું કેમ જરૂરી હતુ?

‘ઇન્ડિયા ટુડે ‘ ના રિપોર્ટ મુજબ, સર્જરી દરમિયાન ૩૩ વર્ષીય દર્દી વારા પ્રસાદનું ભાનમાં રહેવુ જરૂરી હતુ. તેથી તેને ભાનમાં રાખવા માટે ડોક્ટરે ‘ બીગ બોસ ‘ અને ‘ અવતાર ‘ ફિલમની મદદ લીધી. આવું એટલે કરવામાં આવ્યુ કેમકે ડોક્ટર મગજમાં થનારી ગતિવિધિઓને કોમ્પ્યુટર ના માધ્યમથી મોનીટર કરી શકે. જણાવી દઈએ કે, વર્ષ ૨૦૧૬ માં પણ હૈદરાબાદમાં વારા પ્રસાદનું ઓપરેશન થયુ હતુ પરંતુ તે પૂરી રીતે સફળ ન થયુ હતું.

હોસ્પિટલ થી રજા મળી ગઈ છે

વારા પ્રસાદના મગજમાં ગિલ્યોમા અને મોટર કોર્ટેક્સવા હતુ, જેને દૂર કરવા માટે આ ઓપન બ્રેઇન સર્જરી કરવામાં આવી હતી. દર્દી સ્વસ્થ થયા પછી તેને  હોસ્પિટલ થી રજા આપવામાં આવી હતી. આ સર્જરી ગુંટુરના સરકારી હોસ્પિટલના ડોક્ટર બી. શ્રીનિવાસ રેડ્ડી, ડૉ. શેષાદી સેખર ( ન્યૂરોસર્જન), અને ડૉ. ત્રીનાથ ( અનેસ્થેટિસ્ટ ) એ એક ખાનગી હોસ્પિટલમાં કરી, જેમાં બધા લેટેસ્ટ ઉપકરણો અને મશીન નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

અમે આ news https://navbharattimes.indiatimes.com/ માથી લીધેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *