46 વર્ષે પણ જરાય ‘બૂઢી’ નથી થઇ મલાઈકા અરોરા – જુઓ, આ બધી તસવીરો સબૂત બતાવે છે..

બોલિવૂડમાં આઇટમ સોંગ કરનાર અભિનેત્રી મલાઈકા અરોરા આજ પણ એટલે જ ખૂબસૂરત દેખાય છે, જેવી પહેલા દેખાતી હતી. બે દસકાથી કામ કરનારા આ અભિનેત્રીએ તેના બોડી ફિગરને એવું લેવલીંગ રાખ્યું છે કે, જુવાન દેખાવામાં એનો પ્રથમ નંબર આવે. આજે પણ મલાઈકાને નિર્માતાઓ ફિલ્મ અને આઈટમ સોંગ માટે સાઇન કરે છે.

તમને યાદ હશે 1998માં આવેલી ફિલ્મ ‘દિલ સે’માં છૈયા-છૈયા સોંગમાં શાહરુખ ખાન સાથે આઈટમ સોંગની જેમ ડાન્સ કરનાર અભિનેત્રી મલાઈકા જ હતી. તે ડાન્સિંગ સ્કિલ ટેલેન્ટમાં એકદમ હોશિયાર એવી અભિનેત્રી હોવાને કારણે યુવાન દિલોની ધડકન બની ગઈ છે.

કારણ કે તે દરરોજનું ફિટનેસ શેડ્યૂલને ફોલો કરે છે. ઉપરાંત ડાયટ પ્લાનને ફોલો કરવાનું ક્યારેય ચૂકતી નથી. પહેલી નજરે તેને કોઇ જુએ તો તેની ઉંમરનો અંદાજ લગાડવો મુશ્કેલ થઈ જાય છે. હાલમાં તેની ઉંમર 46 વર્ષ જેટલી હશે પણ હજુ યુવાન દેખાવામાં આ અભિનેત્રી નંબર વન છે.

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝની અંદર ૨૦ વર્ષ પહેલાં પણ એ એવી જ દેખાતી હતી અને આજે પણ એવી જ દેખાય છે. ચાલો તેની અમુક તસવીરો તમને બતાવીએ. જુઓ, શું કંઈ ફરક લાગે છે? એક ટેલિવિઝન પ્રેઝન્ટર અને મોડેલ તરીકે તેની કરિયરની શરૂઆત તેને કરી હતી.

ડાન્સ પ્રત્યેની દીવાનગીએ તેને આજે લોકોના દિલમાં જગ્યા આપી છે. કોઈપણ ડાન્સને નિભાવનાર આ અભિનેત્રીની અદાઓ બહુ કાતિલ છે.

જો કે, હાલ તો તે ડાન્સની સાથે પોપ્યુલર રિયાલિટી શો ની અંદર જજ તરીકેની ભૂમિકા પણ નિભાવે છે. ઇન્ડિયા ગોટ ટેલેન્ટ, ઝલક દિખલાજા અને નચ બલિયેમાં તેને જજની ભૂમિકા નિભાવી છે.

જોકે મલાઈકાની ફિટનેસને લઈને તે હંમેશા વધુ ચર્ચામાં હોય છે. કારણ કે આટલી મોટી ઉંમરે પણ તે હજુ યંગ દેખાય છે અને બીજી ઘણી અભિનેત્રીઓને આ બાબતે પાછળ રાખી દે એમ છે.

કદાચ તમને ખબર નહીં હોય તો જણાવી દઈએ કે, મલાઈકા તેની સગી બહેન અમૃતા અરોરાના ફિલ્મમાં કામ કરી ચૂકી છે. બંને બહેનોએ એક ફિલ્મની અંદર સાથે કામ કરેલું છે અને બહેનો વચ્ચે સારું એવું બોન્ડીંગ પણ છે. અહીંથી વાત વધુ આગળ કરીએ તો..,

પર્સનલ લાઇફ વિશેની વાત કરતા ૧૯૯૮માં તેને અરબાઝ ખાન સાથે લગ્ન કર્યા હતા. પછી વર્ષ ૨૦૧૭માં ૧૯ વર્ષ જેવા રિલેશનશિપનો અંત આવ્યો. ત્યાર પછી અરબાજ અને મલાઈકાના સંબંધો તલાક સુધી પહોંચ્યા અને અરહાન નામનો એક દીકરો પણ અરબાઝ અને મલાઈકાના સંબંધોની નિશાની બન્યો.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Ravi Gohel

Leave a Comment