તહેવારની ખરીદી કરતા પહેલા આ નિયમ જરૂર બનાવો જેનાથી સમયની બચત થશે

તહેવારની સીઝનમાં બજારમાં નવી નવી વસ્તુઓ જોવા મળે છે અને આપણે પણ વધારે ખરીદી કરી લઈએ છીએ. તો અહીં જાણો તેનાથી બચવાના સરળ ઉપાયો.

Image Source

તહેવારની સિઝન આવતા જ આપણને ખરીદી કરવાની ઈચ્છા થાય છે, જેમાં ડ્રેસ થી લઈને ફૂટવેર સુધી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે. દિવાળી, ભાઈબીજ અને ગોવર્ધન જેવા તહેવારો માટે આપણે નવા નવા કપડા, જ્વેલરી, ફુટવેર ખરીદવાનું પસંદ કરીએ છીએ. પરંતુ આપણે ઘણીવાર એક વસ્તુ ખરીદવા જઈએ છીએ અને બજારમાંથી ઘણી વસ્તુઓ પસંદ કરીને લઈ આવીએ છીએ. આવું એટલા માટે થાય છે કેમકે આપણે ઘણા પ્રકારની ડ્રેસ શોરૂમમાં જોઈએ છીએ અને તેને ટ્રાઇ કરવા લાગીએ છીએ. વધારે ખરીદી કરવાનું કારણ ફક્ત આજ નથી પરંતુ ખરીદી પર મળતી ઓફર પણ આપણને આકર્ષિત કરે છે. જો તમે પણ વધારે પડતી ખરીદી અને સમયના બગાડ થી બચવા માંગો છો, તો અમે તમને કેટલાક સરળ ઉપાયો બતાવવા જઈ રહ્યા છીએ.

કપડાઓને ટ્રાઇ કરવાથી બચવું:

Image Source

જ્યારે આપણે શોરૂમ પર સારા સારા કપડા જોઈએ છીએ, ત્યારે તેને ટ્રાઇ કરવાની ઈચ્છા થાય છે. નવા અને ફેશનેબલ કપડા તરફ આકર્ષિત થવું સ્વાભાવિક છે, પરંતુ શું તમે જાણો છો કે તેનું પરિણામ શું આવે છે? તમે બરાબર સરખું સમજી રહ્યા છો, આપણને એવા કપડાં પોતાના પર વધારે સારા લાગે છે અને આપણે તેને ખરીદવાથી પોતાને રોકી શકતા નથી આપણે કોઈપણ શોરૂમ કે કપડાંની દુકાન પર જઈએ છીએ, તો દુકાનદાર આપણને કપડા ટ્રાઇ કરવા માટે જરૂર બોલે છે. આમ કર્યા પછી આપણે તે ડ્રેસ પણ ખરીદી લઇએ છીએ, જેના વિશે ઘરેથી વિચારીને આવ્યા ન હતા.

ડ્રેસ અને મેકઅપની ઓફરથી બચવું:

Image Source

જ્યારે આપણે કોઈ દુકાન પર જઈએ છીએ, ત્યારે તહેવારોની સિઝનમાં ત્યાં કંઈક નવી ઓફર જરૂર મળે છે. તેમાં વધારે મેકઅપ પ્રોડક્ટની ખરીદી સાથે એક પ્રોડક્ટ ફ્રી મળશે તેવી ઓફરનો પણ સમાવેશ થાય છે. ફક્ત મેકઅપ અને ફૂટવેર જ નહીં પરંતુ ફ્રી ઓફર જોઈને આપણે ડ્રેસ પણ ખરીદી લઇએ છીએ. કોઈપણ વ્યક્તિને ફ્રી ઓફર આકર્ષિત કરી શકે છે. જો તમે પણ એવું લાગે છે કે વધારે ખરીદી કરવાથી તેના પર જે ફ્રી મળે છે તે સારો વિકલ્પ છે, તો દુકાનદારો પહેલા જ પ્રોજેક્ટ ના પૈસા બેગણા કરીને રાખે છે. તેથી ઉત્તમ છે કે જો તમે એક વસ્તુ ખરીદવા જઇ રહ્યા છો તો ફક્ત તેજ ખરીદો.

બહાર ન ખાવું:

Image Source

કોરોના સમય દરમિયાન બહારનો ખોરાક તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. બહાર ભોજન કરવામાં આપણે વધારે ખર્ચો કરીએ છીએ અને પછી પસ્તાવો કરીએ છીએ. બહાર ભોજન કરવાથી ફક્ત આપણા પૈસા જ ખર્ચ નથી થતા, પરંતુ આપણો સમય પણ બગડે છે. જો તમે પણ વિચારો છો કે, ખરીદી કર્યા પછી ઘરે જઈને ભોજન ન બનાવવું અને બહાર જમી લઈએ, તો તે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. આ ઉપરાંત, તમે કેટલાક ફળો અને પીણા ઘરેથી જ સાથે લઈ જઈ શકો છો.

ખરીદી માટેની યાદી જરૂર તૈયાર કરો:

Image Source

આપણે ક્યારેય પણ વિચાર્યા વગર ખરીદી કરવા માટે બહાર જતા નથી, તેથી એક યાદી બનાવવી સૌથી જરૂરી છે. જો તમે બહાર જતાં પહેલાં જ એક ખરીદી માટેનું લીસ્ટ બનાવી લો છો, તો કઈ ભૂલશો પણ નહીં અને સમય પણ બચાવી શકશો. આપણે કોઈ યાદી વગર ખરીદી કરવા જઈએ છીએ તો વધારાનો સામાન ખરીદીને લઈ આવીએ છીએ, જેનો ક્યારેય ઉપયોગ પણ થતો નથી. હંમેશા યાદી બનાવતી વખતે આ વાતો ધ્યાનમાં રાખવી કે જે પણ તમે લખ્યું છે તે તમારી પાસે પહેલાથી છે કે નહીં. આપણે ઘણી વાર એવી પ્રોડક્ટનો યાદીમાં સમાવેશ કરીએ છીએ, જે ટૂંક સમયમાં પૂર્ણ થવાની હોય. આ પ્રકારની વસ્તુઓથી જ આપણે વધારાની ખરીદી કરીએ છીએ.

આગલી વખતે, ખરીદી કરતા પહેલા આ બધી જ બાબતો જરૂર ધ્યાનમાં રાખો. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તેને ફેસબુક પર જરૂર શેર કરો અને આ પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો તમારી પોતાની વેબસાઇટ ફક્ત ગુજરાતી સાથે.

#Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *