તમારા બાળકનું વજન વધારવા માટે બનાવો આ સ્વાદિષ્ટ ખીર , આ રહી સરળ રેસિપી

Image Source

આજની આ રેસિપી તે પરેન્ટ્સ માટે જેમના બાળકો નાના છે અને તેઓ પોતાના બાળકનું વજન જડપથી અને સ્વાસ્થ્યપ્રદ રીતે વધારવા માંગે છે. આ ખીર ખવડાવવાથી બાળકોનું વજન ખૂબ ઝડપથી વધવા લાગે છે. તમે આ ખીર બાળકોને દરરોજ બનાવીને પણ ખવડાવી શકો છો.

આ ખીર બાળકો માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. કારણકે આ ખીર બનાવવા માટે તેમાં દેશી ઘી, કાજુનો પાઉડર, રવો, બટાકા અને ખાંડનો ઉપયોગ કર્યો છે. આ ખીર ખાવાથી બાળકોનું વજન ખૂબ ઝડપથી વધવા લાગે છે.

જરૂરી સામગ્રી:

  • બટાકા- એક બાફેલું છીણી લો
  • કાજુ પાઉડર- એક ચમચી
  • રવો – ત્રણ ચમચી
  • ખાંડ – ત્રણ ચમચી
  • દેશી ઘી – બે ચમચી
  • દૂધ – અડધો કપ

રીત:

– ખીર બનાવવા માટે એક વાસણમાં ઘી નાખી તેને પીગળવા માટે રાખી દો. જ્યારે ઘી ઓગળે ત્યારે તેમાં રવો નાખીને હલાવતા બેથી ત્રણ મિનિટ સુધી શેકો જેથી રવાની દુર્ગંધ દૂર થઈ જાય.

– ત્રણ મિનિટ પછી રવાને એક પ્લેટમાં કાઢી લો અને વાસણમાં એક ચમચી ઘી નાખીને બટાકાને સતત હલાવતા એક મિનિટ સુધી શેકો. એક મિનિટ પછી બટાકામાં બે ચમચી પાણી નાખીને ભેળવી લો. જેથી બટાકા  સરખી રીતે ગળી જાય અને તેમાં કોઇ મોટો ટૂકડો રહી ગયો હોય તો તે પણ રંધાઈ જાય. પાણી નાખીને બટાકાને હલાવતા બે મિનિટ પકાવી લો.

– બે મિનીટ પછી બટાકામાં કાજુ પાઉડર, રવો, ખાંડ અને એક ગ્લાસ પાણી નાખીને હલાવીને ભેળવી લો. ગેસ નો તાપ મીડીયમ કરી લો.

– ધીમા તાપે ખીરને હલાવતા ત્રણ મિનીટ સુધી પકાવો. ત્રણ મિનિટ પછી ખીરમાં દૂધ નાખીને હલાવતા પકાવી લો અને ત્યારબાદ ત્રણ મિનિટ પછી ગેસ બંધ કરી દો.

– ખીર બનીને તૈયાર છે. જો તમે નાના બાળકો માટે ખીર બનાવી રહ્યા હોય તો ખીરમા થોડું દુધ નાખીને પાતળી બનાવી લો.

સૂચન:

જો તમે ઈચ્છો તો ખાંડના બદલે ગોળ અથવા સાકરનો ઉપયોગ પણ કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment