આ મજેદાર કાજુ પિસ્તા મીઠાઈ બનાવો 10 મિનીટમાં.

Image source

જો તમને કંઈક ગળ્યુ ખાવાની ઈચ્છા થાય તો ૧૦ મિનિટમાં બનાવો કાજુ પિસ્તા મીઠાઈ. આ સ્વાદિષ્ટ મીઠાઈ ખુબજ ઓછી વસ્તુઓથી બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામા તેનો કોઈ જવાબ નથી તો પછી ચાલો બનાવવાનુ ચાલુ કરીએ આ મજેદાર મીઠાઈ.

જરૂરી સામગ્રી.

  •  નારિયેળ પાઉડર – ૨૫૦ ગ્રામ
  •  ખાંડ – ૨૦૦ ગ્રામ
  •  કાજુ – ૩ ચમચી
  •  પિસ્તા – ૩ ચમચી
  •  નાની એલચી પાઉડર – ૧/૪ ચમચી
  •  દૂધ – ૨૫૦ ગ્રામ
  •  દેશી ઘી – ૨ ચમચી

રીત.

  • કાજુ પિસ્તા મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલા કડાઈમાં દૂધ અને ખાંડ નાખીને ગેસ પર રાખો અને હલાવતા રહો. મધ્યમ તાપે હલાવતા એક ઉફાણ આવે ત્યાં સુધી પકવી લો ઉફાણ આવયા પછી ૫ મિનીટ વધુ પકાવો.
  • ૫ મિનીટ પછી દુધમાં નારિયેળ પાઉડર નાખીને હલાવતા રહો. આ સ્વાદિષ્ટ મીઠાઈ ખુબજ જલ્દી બનીને તૈયાર થઈ જાય છે નારિયેળ પાઉડર દૂધ ને જડપથી શોષી લે છે. હવે તેમાં નાની એલચી પાઉડર નાખીને હલાવતા રહો.
  • નારિયેળ ને ૫ મિનીટ સુધી હલાવતા પકાવી લો ૫ મિનીટ પછી દેશી ઘી નાખીને હલાવતા રહો. ગેસને બંધ કરી દો અને આ મિશ્રણને બે ભાગમાં વહેંચી લો.
  • અડધા મિશ્રણને થાળીમાં કાઢી લો બાકી વધેલા મિશ્રણમાં બારીક કાપેલા કાજુ નાખીને સરખી રીતે ભેળવીને થાળીમાં કાઢી લો. બાકી વધેલા મિશ્રણને કડાઈમાં નાખીને તેમા પિસ્તા નાખી ભેળવી લો. તેને પિસ્તા કલર આપવા માટે બે થી ત્રણ ટીપા પિસ્તા કલર નાખો અને હલાવતા સમયે તેને બરાબર મિક્સ કરી લો. ( તમે ઇચ્છો તો તેમા પિસ્તા એસન્સ પણ નાખી શકો છો. )
  • બરફી જામવાની ટ્રે પર માખણ પેપર લગાવીને તેમા સફેદ કાજુ વાળુ મિશ્રણ ફેલાવીને એક સરખુ કરી લો. હવે તેના ઉપરથી પિસ્તા વાળુ મિશ્રણ નાખી ફેલાવીને સારી રીતે એક સરખુ કરી લો હવે તેને ૧૫ મિનીટ માટે ફ્રીઝ માં રાખી દો જેથી મીઠાઈ સારી રીતે સેટ થઈ જાય.
  • ૧૫ મિનીટ પછી મીઠાઈને ફ્રીઝ માંથી કાઢીને ચોરસ આકારમાં કાપી લો. તમે તમારી પસંદ મુજબ મીઠાઈને કોઈ પણ આકારમાં કાપી શકો છો ખુબજ આરામથી મીઠાઈને ટ્રે માંથી મીઠાઈને કાઢી લો.
  • ખુબજ સ્વાદિષ્ટ અને ટેસ્ટી આપણી કાજુ પિસ્તા મીઠાઈ બનીને તૈયાર છે આ જોવામાં જેટલી સારી લાગી રહી છે ખાવામાં પણ તે તેટલીજ સ્વાદિષ્ટ હોય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *