ઘર માં વધી છે મીઠાઇ તો આજે જ બનાવો તેમાંથી અલગ જ રેસીપી.
તમારા ઘરમાં ઘણી મીઠાઈઓ વધી છે.? હા! તો પછી તમે તે મીઠાઈ ફેંકવા ને બદલે તેમાંથી અલગ કોઈ મીઠાઇ બનાવી શકો છો. હા મહિલા ઓ ઘર માં રહેલ મીઠાઇ ને લઈ ને બહુ મુંજવણ માં હોય છે કે તેઓ આટલી મીઠાઇ નું કરશે શું? આજે અમે અહી એવી જ રેસીપી લઈ ને આવ્યા છીએ કે જેનાથી મહિલાઓ પણ વધેલી મીઠાઇ માંથી કઈક નવી રેસીપી બનાવી શકે. ચાલો જાણીએ આ રેસીપી વિશે.
કુલ્ફી
સામગ્રી
- વધેલી મીઠાઈઓ – 1 કપ
- ડ્રાય ફ્રૂટ – 1/2 કપ
- દૂધ – 3 કપ
- ખાંડ – 2 ચમચી
- એલચી પાવડર – 1/2 ચમચી
બનાવવાની રીત
- સૌ પ્રથમ, એક વાસણમાં મીઠાઇ ને નાના ટુકડાઓમાં કાપી ને મૂકો.
- તે પછી, મિક્સરમાં મીઠાઈઓ અને એક કપ દૂધ ઉમેરીને સારી રીતે એક બેટર તૈયાર કરો.
- અહીં એક પેનમાં બે કપ દૂધ અને ખાંડ નાખો અને બરાબર ઉકાળો. થોડી વાર પછી ઇલાયચી અને ડ્રાયફ્રૂટ પણ ઉમેરી લો.
- પાંચ-સાત મિનિટ પછી મીઠાઈ અને દૂધનું બેટર મિક્સ કરો. મિક્સ કરી ગેસ બંધ કરી દો.
- ઠંડુ થયા પછી બેટર ને કુલફી ના બીબા માં ઢાળો અને થોડા સમય માટે ફ્રિજ માં રાખો. કુલ્ફી તૈયાર છે.
કેક
સામગ્રી
- વધેલી મીઠાઈઓ – 2 કપ
- દૂધ – 1 કપ
- બેકિંગ સોડા – 1/2 ચમચી
- મેંદો- 2 કપ
- વેનીલા એસેન્સ – 1/3 ચમચી
- બેકિંગ પાવડર – 1/2 ચમચી
- ઘી – 1/2 ચમચી
- ખાંડ – 1/3 કપ
- સૂકામેવા- 1/2 કપ
- કન્ડેન્સ્ડ દૂધ – 1/2 કપ
બનાવવાની રીત
- સૌ પ્રથમ વધેલી મીઠાઈઓ અને દૂધને મિક્સરમાં નાખો અને એક બેટર તૈયાર કરો અને તેને વાસણમાં બહાર કાઢો.
- હવે તૈયાર કરેલા બેટરમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને વેનીલા એસેન્સ નાંખો અને બરાબર ફેટી લો.
- તે પછી તેમાં મેંદો,બેકિંગ સોડા, બેકિંગ પાવડર, ખાંડ અને ડ્રાયફ્રુટ્સ પણ મિક્સ કરો.
- હવે તમે કેક મેકર ને ઘી વડે ગ્રીસ કરો અને તૈયાર બેટરને તેમા નાખો.
- હવે તેને ઓવન ને 180 ડિગ્રી સુધી ગરમ કરો અને તૈયાર બેટર ને વીસથી ત્રીસ મિનિટ સુધી મૂકો. ઓવન માંથી ત્રીસ મિનિટ પછી કાઢો અને ઠંડુ થયા પછી પીરસો.
રબડી
સામગ્રી
- વધેલી મીઠાઈઓ – 2 કપ,
- એલચી પાવડર – 1/2 ચમચી,
- દૂધ – 2 કપ,
- ખોયા – 1/2 કપ
- કેસરના દોરા – 1-2,
- ખાંડ – 1/4 કપ,
- ડ્રાયફ્રૂટ – 1/2 કપ
બનાવવાની રીત
- સૌ પ્રથમ તમે એક કડાઈમાં દૂધ અને ખોયા નાખો અને તે ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.
- અહીં તમે વધેલી મીઠાઈઓને મિક્સરમાં મિક્સ કરી દો.
- હવે મિક્સ કરેલ મીઠાઇ ને દૂધમાં નાખો અને થોડીવાર માટે પકાવો.
- થોડીવાર પછી તેમાં ઈલાયચી પાવડર, ડ્રાયફ્રૂટ્સ અને કેસરનો દોરો ઉમેરી એકવાર હલાવો અને ગેસ બંધ કરો.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team