માવા અને ઘી વગર માત્ર બે જ વસ્તુઓથી પાંચ જ મિનિટમાં બનાવો આ સ્વાદિષ્ટ લાડુ

Image Source

આજે અમે તમારી સાથે શેર કરવાના છીએ ૫ મિનિટમાં બનનારી એક ખુબ સ્વાદિષ્ટ મીઠાઈ. તેમા નથી તો અમે માવો નાખ્યો કે નથી ઘી નાખ્યુ આ સ્વાદિષ્ટ લાડુને આપણે ખુબજ ઓછી કિંમતમાં બનાવીને તૈયાર કરી લેશું. આ લાડુને બનાવવા માટે વધારે સામગ્રીની જરૂર નથી અને ગેસ સળગાવવાની જરૂર પણ નથી પડતી. આ મજેદાર લાડુને ખાઈને કોઈ તે નહિ બતાવી શકે કે તેને અમે બિસ્કીટથી બનાવ્યા છે. જોવામાં તે એકદમ ચોકલેટ લાડુ જેવા લાગે છે.

જરૂરી સામગ્રી.

  • બોરબોન બિસ્કીટ – બે પેકેટ
  • ઠંડા ફ્રીઝનું દૂધ – ત્રણ ચમચી
  • દૂધનો પાવડર – અડધો કપ
  • ખાંડનો પાવડર – દોઢ ચમચી
  • નાની એલચી પાવડર – ૧/૪ ચમચી
  • કાજુ,બદામ,પિસ્તા – બે ચમચી બારીક કાપેલુ

રીત

બિસ્કીટના લાડુ બનાવવા માટે સૌથી પહેલા બિસ્કીટને પેકેટમાંથી કાઢીને નાના ટુકડા કરી લો. પછી બિસ્કીટને મિકસરમાં પીસીને બારીક પાવડર બનાવી લો.

બિસ્કીટના ફાઈન પાવડરને મિક્ષ કરવાના વાસણ મા કાઢી લો. હવે તેમા દૂધ પાવડર, ખાંડ પાવડર, નાની એલચી પાવડર અને સુકામેવા નાખીને સારી રીતે મિક્સ કરી લો.

હવે તેમા ત્રણ ચમચી ફ્રીઝનું ઠંડુ દૂધ નાખીને હાથથી હલાવીને તેનું એક કઠણ કણક બનાવી લો. હવે બિસ્કીટને બે મિનિટ સારી રીતે મસળી લો જેથી બિસ્કીટ બહાર આવી જાય.

આ લાડુને બનાવવા માટે હાથ પર ઘી લગાવવાની જરૂર પણ નથી. હવે થોડું મિશ્રણ લઈને તેના લાડુ બનાવી લો. લાડુ તમે તમારી ઈચ્છા મુજબ નાના કે મોટા બનાવી શકો છો. બાકીના બધા મિશ્રણને તેવીજ રીતે લાડુ બનાવીને તૈયાર કરી લો.

Image Source

આપણા બિસ્કીટથી બનેલા લાડુ બનીને તૈયાર છે. આ લાડુને બનાવવામા લગભગ ૫ થી ૭ મિનિટનો સમય લાગ્યો છે.

સલાહ

૧. લાડુ બનાવવા માટે તમે કોઈપણ લાડુ લઈ શકો છો પરંતુ બિસ્કીટ ક્રીમ વાળુ લો ક્રીમ વાળા બિસ્કીટમાં સ્વાદ વધારે હોય છે અને તેમા ચરબી પણ હોય છે એટલા માટે લાડુ બનાવવા માટે અલગથી ચરબી નાખવાની જરૂર નથી હોતી.

૨. બિસ્કીટના લાડુ બનાવવા માટે ઉકાળેલું ફ્રીઝનું ઠંડુ દૂધ જ લો.

૩. જો તમે બિસ્કીટ બારીક પીસેલુ ન હોય તો બિસ્કીટ પાવડરને ચાળણી થી ચાળી લો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Leave a Comment