શિયાળામાં હળદરની મદદથી બનાવો આ અલગ અલગ પ્રકારના ડ્રિંક 

winter drink ideas

Image Source

જ્યારે પણ વાતાવરણ બદલાય છે ત્યારે આપણી લાઈફ સ્ટાઈલ ની સાથે સાથે આપણા ખાનપાન પણ બદલાવ કરવાની ખૂબ જ જરૂર હોય છે. હવે તો શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને તમે તમારા ડાયટમાં હળદરને સામેલ કરી શકો છો. હળદર ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને બદલાતી ઋતુમાં તમને થતી વાતાવરણની બીમારીથી બચાવવામાં પણ મદદ કરે છે. હળદરમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. આ મસાલા ની ખાસિયત એ છે કે તે શિયાળાની ઋતુમાં સાંધાના દુખાવાની સમસ્યા જો વધી જાય તો તેનું સેવન કરવાથી દુખાવામાં ઘણી હદ સુધી રાહત મળી શકે છે.

આમ તો મહિલાઓ હળદરને પોતાની શાકભાજીમાં વઘાર ના રૂપમાં શામેલ કરે છે પરંતુ જરૂરી નથી કે તેનો દર વખતે એક જ રીતે ઉપયોગ કરી શકાય અને તેનું સેવન કરવામાં આવે છે. જો તમે ઈચ્છો તો તેના મદદથી ઘણા બધા સ્વાદિષ્ટ ડ્રિંક બનાવી શકો છો અને તે તમને શિયાળામાં ગરમીનો અહેસાસ પણ કરાવે છે તો ચાલો જાણીએ હળદર થી બનતા અમુક સ્વાદિષ્ટ ડ્રિંક.

turmeric tea

Image Source

1 હળદરની ચા

શિયાળામાં ખૂબ જ ઠંડી પડે છે અને શિયાળાની ઋતુમાં હળદરની ચા ખૂબ જ સારી હોય છે. તે આપણી રોગ પ્રતિકારક શક્તિને પણ મજબૂત કરે છે. તમે હળદર સિવાય તજ પાવડર, કાળા મરી અને આદુના પાવડરને મદદથી આ ચાને તૈયાર કરી શકો છો.

સામગ્રી

  • 1 કપ પાણી – 250 મિલી
  • 1 ચમચી ખાંડ અથવા દાળ અથવા મેપલ સીરપ – વૈકલ્પિક
  • ½ ટીસ્પૂન હળદર પાવડર
  • ¼ ચમચી કરતા ઓછા પીસેલા તજ 
  • ¼ કરતા ઓછા સૂકા આદુ 
  • ¼ કરતા ઓછા કાળા મરી

બનાવવાની રીત

  • એક વાસણમાં પાણીમાં ખાંડ અથવા તો ગોળ નાખો
  • હવે તમે મેપલ સિરપ નો ઉપયોગ કરી શકો છો અથવા સ્વીટનેસ ને પુરી રીતે છોડી શકો છો.
  • પાણી ગરમ કરો અને તેમાં ઉકાળો આવવા દો ત્યારબાદ તેમાં હળદર પાવડર, તજ પાવડર, પીસેલું આદું અને વાટેલા કાળા મરી નાખો.
  • એક અથવા બે મિનિટ માટે આ બધી જ વસ્તુને ઉકળવા દો. ત્યારબાદ તેને ગાળીને ગરમ-ગરમ હળદરની ચા સર્વ કરો.

નોંધ

બાળકો માટે હળદરની માત્રા ઓછી નાખો તમે તેમાં સ્વાદ અનુસાર અમુક મસાલા સ્કિપ કરી શકો છો, અથવા ઉમેરી પણ શકો છો તેમાં લીંબુનો રસ પણ ઉમેરી શકાય છે. ત્યાં જ સૂંઠ પાઉડર નથી તો તાજા આદુને છીણી અને ઉપયોગ કરી શકાય છે. તમે મીઠાશ માટે પસંદગી ગોળ અથવા મધ ઉમેરી શકો છો. જો તમે મધ ઉમેરી રહ્યા છો તો ચા ગરમ હશે તેથી તેને અંત માં નાખો.

turmeric smothee

Image Source

ઓરેન્જ જિંજર વિન્ટર સ્મુધી 

જો તમે શિયાળામાં ડીટોક્સ સ્મુધી પીવા માંગો છો તો આ સ્વાદિષ્ટ ઓરેન્જ જિંજર વિન્ટર સ્મુધી એક વખત જરૂર ટ્રાય કરી શકો છો. તે જેટલી ટેસ્ટી છે તેટલી જ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

સામગ્રી

  • 2 નારંગી, છાલવાળી અને સમારેલી
  • 1 મોટું ગાજર, સમારેલ
  • 1 ઇંચ આદુનો ટુકડો, છોલેલો 
  • હળદરનો 1 ઇંચનો ટુકડો અથવા અડધી ચમચી પીસેલી હળદર
  • એક ચપટી કાળા મરી

બનાવવાની રીત

  • સૌપ્રથમ એક બ્લેન્ડર જાર માં નારંગી, ગાજર, આદુ, હળદર અને કાળા મરી નાખો.
  • તમે તેમાં અમુક બરફના ટુકડા પણ નાખી શકો છો.
  • હવે તેને સારી રીતે બ્લેન્ડ કરો.
  • જો તે જાડું છે તો તેમાં પાણી પણ ઉમેરી શકો છો.
  • તમારી સ્મુધી બનીને તૈયાર છે.

નોંધ

તમે તેમાં તમારા પસંદ અનુસાર અમુક વસ્તુ એડ કરી શકો છો. જેમકે ફુદીનો અને લીંબુ પણ તેમાં મિક્સ કરી શકાય છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “શિયાળામાં હળદરની મદદથી બનાવો આ અલગ અલગ પ્રકારના ડ્રિંક ”

Leave a Comment