શિયાળામાં સ્વસ્થ રહેવા માટે સ્વાદથી ભરપૂર આ વાનગીઓ એક વાર જરૂર બનાવો

અહીં અમે તમને વાનગીઓ વિશે જણાવીશું જે શિયાળાની ઋતુમાં લોકપ્રિય અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

Image Source

શિયાળાની ઋતુમાં તે હળવો તડકો અને પરિવાર સાથે ગરમા ગરમ ભોજનની મજા, જો ધરતી પર જન્નત ક્યાંય છે તો તે ફકત અહી જ છે. પરંતુ સ્વાદની સાથે જો સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવામાં આવે તો પછી શું વાત છે. જરૂરી નથી કે જંકફૂડ ખાઈને જ તમે તમારું વિકેન્ડ વિતાવો, આ વખતે તમે ઘરનું સ્વસ્થ અને સ્વાદિષ્ટ ભોજન ખાઈ શકો છો. અહી અમે તમને તે ભોજન વિશે જણાવીશું, જે શિયાળાની ઋતુમાં લોકપ્રિય હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ લાભકારક છે.

અહીં અમે તમને જણાવીશું ક્રાઉન પ્લાઝા, નવી દિલ્હી ઓખલા ના શેફ દેવરાજ શર્માની જણાવેલી પરફેકટ શિયાળા ની થાળી ઓ વિશે, જેનો તમે તમારા મિત્રો અને પરિવાર સાથે આનંદ લઈ શકો છો.

સૂપ થી શરૂઆત કરીએ :

Image Source

જો તમે માંસાહારી ખાવાના શોખિન છો, તો પાયા સૂપ થી શ્રેષ્ઠ વિકલ્પ બીજો કોઈ નથી. ખાસ મસાલાથી બનાવવામાં આવેલું આ સુપ શિયાળામાં ગરમીનો અનુભવ આપે છે. આમતો સ્વાદમાં આ સૂપનો કોઈ મુકાબલો છે જ નહિ, સાથે સાથે શરીરને ડીટોકસ કરવામાં પણ આ સૂપ મદદરૂપ થાય છે.  સંધિવા સમસ્યાઓથી પીડાતા દર્દીઓ માટે આ સૂપ સૌથી ઉત્તમ છે. તેટલું જ નહિ, આંતરડા લઈને દાંતો માટે આ સૂપ સ્વાસ્થયનો ખજાનો છે.

મકાઈની રોટલી અને સરસવનું શાક:

Image Source

તાજા સરસવના પાનને પાલક, બાથુઆં અને લીલા ધાણા સાથે ધીમા તાપે પકાવો. લાલ મરચું અને મસાલાનો વઘાર કર્યા બાદ આ શાકને મકાઈની રોટલી, તાજુ સફેદ માખણ અને ગોળ સાથે પરિવારને પીરસો. પંજાબી ભોજન પસંદ કરનારા માટે સરસવના શાકથી ઉત્તમ વિકલ્પ બીજો કોઈ નથી. સરસવમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે. તે આપણા સ્નાયુઓનો નાશ થતાં જ અટકાવતું નથી, પરંતુ કેન્સર જેવા રોગો થવાના ભયને પણ દૂર કરે છે. આયરન અને વિટામિન એ નો સારો સ્ત્રોત હોવાની સાથે સાથે, કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રિત કરે છે.

કાળા ગાજરની કાંજી:

કાંજી એક પ્રોબાયોટિક પીણું છે જે પંજાબના શહેરોમાં ખૂબ જ પ્રખ્યાત છે. કાળા ગાજરને મસાલા સાથે પાણીમાં પલાળીને આથો મૂકવામાં આવે છે. સરસવ ના બીજ પરિણામ સુધી આ પ્રક્રિયામાં મદદ કરે છે તેમજ આરોગ્ય માટે પણ મદદરૂપ છે. કાળા ગાજરમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર હોય છે, જે આપણી રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે તેમજ ત્વચાને પણ જુવાન રાખે છે. મગજના કોષોને સક્રિય રાખવાની સાથે સાથે કાંજી આંતરડાના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.  હદય રોગના દર્દીઓ માટે કાંજી કોઈ રામબાણ ઉપચારથી ઓછું નથી. કાળા ગાજરમાં ફાઇબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.

ગોળ પારા:

Image Source

હવે મીઠાઇઓનો વારો છે, તેથી ચાલો સંપૂર્ણ તૈયારી કરીએ. આમ તો લોહડીમાં ગોળનો પારો સૌથી વધુ ખાવામાં આવે છે, પરંતુ આરોગ્યની સંભાળ લેનારાઓ માટે તે કોઈ  વરદાનથી ઓછું નથી. ગોળમાંથી બનેલો હોવાથી તેમાં એન્ટી એન્ટીક્સિડેન્ટ્સ, ઝીંક અને સેલેનિયમ પુષ્કળ હોય છે, જેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. સાથે સાથે તે લીવરના ડિટોક્સથી લઈને  ઉધરસ, શરદી અને ફ્લૂથી દૂર ભાગી જાય છે.

તો પછી આ રવિવાર, એક ભવ્ય અને શાનદાર લંચ થઈ જાય?આ પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો તમારી પોતાની વેબસાઇટ ફક્ત ગુજરાતી સાથે.

#Author : FaktGujarati & Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *