વટાણાની મદદથી ૧૦ મિનિટમાં આ ૩ સરળ અને સ્વાદિષ્ટ નાસ્તા બનાવો

અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ, લીલા વટાણા થી બનતી સ્વાદિષ્ટ નાસ્તાની રેસિપી, જેને તમે મિનિટોમાં તૈયાર કરી શકો છો.

Image Source

શિયાળાની ઋતુમાં લીલા વટાણાની વાત જ કંઇક અલગ હોય છે. ભલે બટાકા વટાણાનું ગરમાગરમ ચટપટું શાક હોય કે પછી વટાણાની ગરમાગરમ પુરી. આ શાક ભોજનના સ્વાદને અદભુત બનાવે છે. વટાણા શિયાળામાં સહેલાઇથી અને પુષ્કળ માત્રામાં મળી આવે છે, તેથી તેનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં કરી શકાય છે. શિયાળાની ઋતુમાં, સૌથી વધુ મજા એ અદભુત અને ગરમાગરમ નાસ્તાની છે. તો આજે અમે તમને વટાણામાંથી બનેલા આવા કેટલાક નાસ્તાની રેસિપિ જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે ૧૦ મિનિટમાં તૈયાર કરી તેનો સ્વાદ લઈ શકો છો.

વટાણાની ચાટ:

Image Source

જરૂરી સામગ્રી:

  • તાજા લીલા વટાણા – ૧ કપ
  • બારીક સમારેલી ડુંગળી – ૧
  • લાલ મરચું પાવડર – અડધી ચમચી
  • ચાટ મસાલો -૧ ચમચી
  • આમચૂર પાવડર- ૧ ચમચી
  • જીરુ પાવડર- અડધી ચમચી
  • લીલી મરચી બારીક કાપેલી-૨
  • લીલા ધાણા બારીક કાપેલા -અડધો કપ
  • આદુ છીણેલું-૧ ચમચી
  • મીઠું -સ્વાદ મુજબ
  • તેલ- જરૂરિયાત મુજબ
  • લીંબુ- ૧

બનાવવાની રીત:

  • વટાણા ની ચાટ બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં તેલ ગરમ કરો.
  • તેલ ગરમ થયા પછી તેમાં જીરું નાખીને ચડવા દો.
  • પછી તેમાં ડુંગળી નાખીને થોડું સાંતળો.
  • હવે તેમાં આદુ અને બારીક કાપેલી લીલી મરચી નાખીને એક મિનિટ સુધી હલાવો.
  • પછી તેમાં લીલા વટાણા નાખીને સાંતળો.
  • વટાણા નરમ થાય ત્યાં સુધી સાંતળો.
  • જ્યારે વટાણા નરમ થઈ જાય પછી તેમાં મીઠું નાખીને હલાવો અને તેને સરખી રીતે મિક્સ કરો.
  • વટાણામાં લાલ મરચું પાવડર, ચાટ મસાલો, જીરુ પાવડર, આમચૂર પાવડર નાખીને બેથી ત્રણ મિનિટ સુધી સાંતળો.
  • ઉપરથી લીલા ધાણા નાખીને સરખી રીતે મિક્સ કરો, વટાણાની ચાટ બનીને તૈયાર છે.
  • તેમાં ઉપરથી લીંબુ નાખીને ગરમા-ગરમ પીરસો.

વટાણાની કટલેસ:

Image Source

જરૂરી સામગ્રી:

  • બ્રેડ સ્લાઈસ -૪
  • બાફેલા બટાકા -૧
  • બાફેલા લીલા વટાણા-૧ કપ
  • મીઠું -સ્વાદ મુજબ
  • લાલ મરચું પાવડર- અડધી નાની ચમચી
  • ચાટ મસાલો-૧/૪ નાની ચમચી
  • ઓરેગાનો- ૧ નાની ચમચી
  • બારીક કાપેલા ધાણા- ૨ મોટી ચમચી
  • તેલ -જરૂરિયાત મુજબ

બનાવવાની રીત:

  • સૌથી પહેલા બ્રેડની કિનારી કાપીને અલગ કરી લો.
  • હવે વાસણમાં બાફેલા બટાકા, લીલા વટાણા, ધાણાના પાન, મીઠું, લાલ મરચું પાવડર, ઓરેગાનો, ચાટ મસાલો નાખીને સરખી રીતે મિક્સ કરો.
  • હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકો.
  • હવે એક પ્લેટમાં થોડું પાણી નાખો અને તેમાં બ્રેડને પલાળો.
  • હાથથી દબાવીને વધારાનું પાણી કાઢી નાખો.
  • તેમાં વટાણાનું મિશ્રણ નાખીને હાથથી કટલેસ નો આકાર આપો.
  • ગેસને મીડીયમ રાખો અને કટલેસને તેલમાં તળો.
  • કટલેસ ને કડાઈ માંથી કાઢી લો અને લીલી ચટણી સાથે ગરમ ગરમ પીરસો.

વટાણા ની કચોરી:

Image Source

જરૂરી સામગ્રી:

  • ઘઉંનો લોટ- ૧ કપ
  • લીલા વટાણાના દાણા કરકરા પીસેલા-અડધો કપ
  • લીલા ધાણા- ૨ ચમચી
  • તેલ- ૨ ચમચી
  • આમચૂર પાવડર-૧/૪ ચમચી
  • મીઠું- અડધી ચમચી
  • આદુ નો ટુકડો છીણેલો-અડધો ઇંચ
  • લીલી મરચી બારીક કાપેલી-૨
  • જીરુ-૧/૪ ચમચી
  • હિંગ- એક ચપટી
  • ધાણા પાવડર- અડધી ચમચી
  • લાલ મરચું પાવડર -૧/૪ચમચી
  • વરિયાળી પાઉડર-૧/૪ ચમચી
  • ગરમ મસાલો -૧/૪ચમચી
  • તેલ- જરૂરિયાત મુજબ

બનાવવાની રીત:

  • લોટમાં મીઠું અને બે ચમચી તેલ નાંખીને સરખી રીતે ભેળવી લો.
  • અડધો કપ પાણી ની મદદથી લોટને નરમ બાંધી લો.
  • લોટને વધારે મસળવો નહીં અને બાંધેલા લોટને ૧૫ મિનિટ માટે રાખી દો.
  • કચોરીમાં ભરવામાટે વટાણાની પીઠી તૈયાર કરો.
  • કડાઈમાં એક ચમચી તેલ નાખીને ગરમ કરો.
  • ગરમ તેલમાં હીંગ અને જીરું નાંખો.
  • જીરું બ્રાઉન થઈ જાય પછી તેમાં ધાણા પાવડર, લીલા મરચા, આદુ, વરિયાળીનો પાવડર નાંખો અને મસાલા તળી લો અને પીસેલા વટાણા નાખો.
  • તેમાં મીઠું, આમચૂર પાવડર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર અને લીલા ધાણા નાખો.
  • તેને સરખી રીતે મિક્ષ કરતા કરતા બેથી ત્રણ મિનિટ સુધી સાંતળો.
  • કચોરીમાં ભરવા માટેની પીઠી તૈયાર છે.
  • પીઠી ને પ્લેટમાં કાઢીને થોડું ઠંડુ થવા દો.
  • કડાઈમાં કચોરી ઓ તળવા માટે તેલ ગરમ કરો.
  • હાથ ઉપર થોડું તેલ લગાવીને લોટના લુઆ બનાવો અને તેમાં વટાણા નું મિશ્રણ કરો.
  • કચોરી ઓને પુરીના આકારમાં વણો અને ગરમ તેલમાં નાખીને ધીમા તાપે તળી લો.
  • કચેરીઓને બંને બાજુથી તળી લો અને કડાઈ ની બહાર કાઢી લો.
  • કચોરી તૈયાર છે તેને ગરમાગરમ પીરસો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment