શિયાળા માં જામફળનો કરો પૂરો ઉપયોગ, બનાવો આ 3 મજેદાર રેસીપી

જો શિયાળા માં તમે જામફળ નો પૂરે પૂરો ઉપયોગ કરવા માંગો છો તો તમે આજે જ આ 3 સરળ રેસીપી બનાવી શકો છો.

Image Source

શિયાળા માં જામફળ ખૂબ જ જોવા મળે છે. અને આપણે તેને ફ્રૂટ સલાડ ની જેમ ખાઈ શકીએ છીએ. જામફળ બધા જ પોષક તત્વો થી ભરપૂર હોય છે. તેમા કાર્બોહાયડ્રેટ, પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રા માં હોય છે. પણ તમે તમારા ફેવરેટ ફ્રૂટ ને ફક્ત ચાર્ટ માં ન લેતા તમે તેનો બીજી રીતે પણ ઉપયોગ કરી શકો છો.

ચાલો જાણીએ જામફળ ની બીજી રેસીપી વિશે.

જામફળ ની ચટણી

Image Source

જામફળ થી બનનારી ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે તેને નાસ્તા માં કે રોટી ક ભાત સાથે ખાઈ શકો છો. ચાલો ચટણી બનાવાની રીત જોઈએ.

સામગ્રી

  • જીણું કાપેલ જામફળ- 500 gm
  • મીઠું- સ્વાદનુસાર
  • કાપેલા લીલા મરચાં
  • લીંબુ નો રસ
  • આદું
  • લાલ મરચાં નો પાવડર
  • કોથમીર

બનાવાની રીત

  • જામફળ ની ચટણી બનાવા માંટે બધી જ વસ્તુ ને મિક્સર માં લઈ ને ગ્રાઈન્ડ કરી લો.
  • તમારી ટેસ્ટી ચટણી તૈયાર છે. તમે તેને કોઈ પણ સ્નેક કે ખાવા ની વસ્તુ સાથે પરોસી શકો છો.

જામફળ ની ખીર

Image Source

મીઠું બનાવા માંટે કે  ખાવા માંટે સૌથી વધારે ખીર ને પસંદ કરવામાં આવે છે. સામાન્ય રીતે ચોખા, મખાના, કે દૂધ ની ખીર બનાવા માં આવે છે. પણ આજે તમને એક અલગ જ ખીર બનાવા ની રીત જણાવીશું. હા આજે અમે તમને જામફળ ની ખીર બનાવાનું જણાવીશું. જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી હોય છે.

સામગ્રી

  • જામફળ- 2 નંગ
  • દૂધ ¼ કપ
  • ખાંડ- ¼ કપ
  • ખોયા- 1 ½ કપ
  • ઈલાયચી પાવડર- 1/8 ચમચી
  • ડ્રાય ફ્રૂઇટ્સ- 2 મોટા ચમચા

બનાવા ની રીત

  • જામફળ ને કુકર માં 1 સિટી વાગે ત્યાં સુધી પકાવો.
  • તે ઠંડા થઈ જાય તે પછી તેની પ્યૂરી બનાવી લો.
  • બીજી બાજુ નોન સ્ટિક પેન માં ઘી ગરમ કરવા મૂકો. ડ્રાય ફ્રૂઇટ્સ ને હલકું શેકી લો. અને તેને અલગ કાઢી લો.
  • તેજ કઢાઈ માં જામફળ ની પ્યૂરી નાખો. તેને 2 મિનિટ સુધી પકાવો અને તેમા પછી દૂધ નાખો.
  • દૂધ ઉકળ્યાં પછી તેમા ખોયા નાખો. ખાંડ નાખી ને તેને સારી રીતે મિક્સ કરો.
  • ખીર ને ઘટ્ટ થવા દો અને પછી ગેસ બંધ કરી લો.
  • ઈલાયચી પાવડર નાખો અને મિક્સ કરો.
  • સૂકા મેવા થી ગાર્નિશ કરો અને પીરસો.

જામફળ નું શાક

Image Source

જામફળ નું શાક પણ ખૂબ જ સારું લાગે છે. તે ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને તેને તમને સરળતા થી ઘરે પણ બનાવી શકો છો.

સામગ્રી

  • પાકેલું જામફળ- 250 gm
  • ઘી- 1 ચમચી
  • લાલ મરચાં નો પાવડર
  • હિંગ- એક ચપટી
  • જીરું-1/4 ચમચી
  • ધાણા ના બીજ
  • હળદર પાવડર
  • ટામેટા – 150 ગ્રામ
  • આમચૂર પાવડર – 1/2 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • દહીં – 50 મિલી
  • ગરમ મસાલા – 1/8 ચમચી
  • શેકેલી વરિયાળી – 1/2 ચમચી
  • લીંબુનો રસ – 1/2 ચમચી
  • ખાંડ – 1/2 ચમચી
  • કોથમીર

બનાવવાની રીત

  •  જામફળ ને લાંબા લાંબા ટુકડા કાપીને એક બાજુ એ રાખો.
  • મોટી કઢાઈ માં ઘી ગરમ કરો અને તેમા જીરુ નાખી ને સાંતળી લો.
  • હવે તેમાં હીંગ, મરચું પાવડર, કોથમીર, મીઠું અને હળદર મિક્સ કરી એક મિનિટ માટે પકાવો.
  • ત્યારબાદ તેમાં દહી અને ટામેટાં નાંખો અને 5 મિનિટ માટે ફ્રાય કરો.
  • 100 મિલી પાણી ઉમેર્યા પછી ઉકાળો.
  • જામફળ ઉમેરો અને તેને ઢાંકણ વડે ઢાંકી દો અને જામફળ નરમ થાય ત્યાં સુધી પકાવો.
  • શેકેલી  વરિયાળી, ખાંડ, આમચૂર પાઉડર અને ગરમ મસાલો નાંખો.
  • લીંબુનો રસ નાખો અને બરાબર હલાવો.
  • પુરી અથવા રોટલી સાથે ગરમા-ગરમ સર્વ કરો.

આ 3 રીતે તમે પણ જામફળની મજા લઇ શકો છો

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

 

Leave a Comment