ઘરના રસોડાને બનાવો બાળકોનો ક્લાસ જ્યાં તે શીખશે અને આગળ પણ વધશે

Image Source

રસોઈઘર સ્ત્રીઓ માટે એક પ્રયોગશાળા છે જ્યાં તે દરરોજ નવા સ્વાદ સાથે એક નવો પ્રયોગ કરતી રહે છે. આ પ્રયોગશાળા ને બાળકો નો ક્લાસ પણ બનાવો જ્યાં બાળકો શિખસે અને આગળ પણ વધશે.

જે ઉંમર માં બાળકોનું મગજ ખૂબ જ તેજીથી વિકાસ કરે છે,ત્યારે જો આપણે તે સમયે તેમને કંઈક શીખવાડીએ તો તેમની રુચિ ને આપણે આગળ લાવીએ છીએ તે ન માત્ર તેજ દિમાગવાળા વ્યક્તિ બનશે પરંતુ નવા પ્રયોગો કરવામાં પણ તેમને રૂચિ વધશે. આ તે ગુણ છે જે જીવનમાં તેમને ખૂબ જ કામ લાવશે. રસોઈઘરમાં કામ કરીને તેમને આ ગુણ સહજતાથી મળી જશે સામાન્ય જ્ઞાન વિજ્ઞાનની સમજ ગણિતની બુનિયાદી મજબૂતી પણ મળશે. જાણો કે ત્રણ થી શરૂ કરીને બાળકો સાથે અભિભાવક અઠવાડિયામાં એક કે બે વખત જો રસોઈના કામમાં મદદ લેવામાં આવે તો આ લક્ષ્યને મેળવી શકાય છે.

આકાર અને સ્વાદ ની સમજ

રોટલી ગોળ હોય છે અને સમોસા ત્રિકોણ હોય છે. આકાર બાળકો રસોઇ ઘરમાં આસાનીથી શીખી શકે છે. તીખુ શું છે અને ગળ્યું શું છે તે પણ જાણશે. રાંધતી વખતે આ બધા જ આકાર ના નામ લો જેમ કે ગોળ રોટલી ત્રિકોણ પરાઠા વગેરે તે સિવાય ભીંડા ગોળ કે લાંબા, બટાકા નાના કે મોટા કાપતી વખતે આકાર ને સમજાવી શકાય છે.

શબ્દો અને ભાષાનો વિકાસ

છ થી આઠ વર્ષના ઉંમરના બાળકને જ્યારે ખોરાક ની રીત વાંચે છે ત્યારે વારંવાર શું કરવાનું છે તે આપણને જણાવતા જાય છે. તો તેમને વસ્તુઓ વિશે પણ જાણકારી મળે છે સામગ્રીની વચ્ચે અંતર ઓળખીને તેમના નામ અને અંતર યાદ રાખે છે, જેમ કે સફેદ મીઠું અને કાળુ મીઠું વચ્ચેનું અંતર. તેનાથી બાળક એક નવો શબ્દ પણ શીખે છે ત્યાં જ જ્યારે વાનગી ના દરેક સ્ટેપ વાંચીને ભોજન બનાવવામાં મદદ કરે છે ત્યારે તેમની ભાષાનો પણ વિકાસ થાય છે.

જ્યારે બાળકો સાથે જમવાનું બનાવો ત્યારે તેમને પૂછો કે આગળનો સ્ટેપ શું હશે આ પ્રકારે તે યોજના બનાવશે અને સમયનો યોગ્ય ઉપયોગ તથા ખોરાક બનાવવાની રીત નો યોગ્ય પાલન કરવાનું પણ શીખે છે.જ્યાં સુધી ભોજન બની નહીં જાય ત્યાં સુધી તે ધૈર્ય રાખવાનું પણ શીખશે. તેનાથી ધ્યાન અને ધીરજ બંને ગુણનો વિકાસ કરશે.

કુશળતા સારી થશે

દસ વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે સામગ્રીને ભેગી કરવી અથવા લોટ ના ગુલ્લા બનાવવા, તેને વણવા બાળકોના હાથ ને મજબુત અને નિયંત્રિત કરે છે. જેમ કે તે જાણશે કે હાથ ને કેટલું વજન આપીને વણવાનું છે અને યોગ્ય આકાર કેવી રીતે લાવવાનો છે. આંખો અને હાથના સમન્વય થી આ કૌશલને કોઈ પણ વસ્તુને ભણવામાં તેને ભેગું કરવામાં અને ફેલાવવામાં વિકસિત થાય છે.

અંકો નું જ્ઞાન

માપવાનું શીખવું તો ખૂબ જ સ્વાભાવિક છે. તમે જ્યારે બાળકને લોટ બાઉલમાં નાખવાનું કહો છો તેની સાથે જ કપ ની પણ ગણતરી કરો. દર વખતે જ્યારે તમે કપ અથવા ચમચીથી સામગ્રી નાખો ત્યારે તેને મોટે થી ગણો. પાંચ વર્ષથી ઉપરના બાળકને શરૂઆતમાં ઉમેરવાનું અને બાદ કરવાનું સમજાવી શકો છો. ત્યારબાદ થોડા મોટા બાળકોને માપીને વાનગી બનાવવાના સ્વાદના અસરને પણ સમજાવી શકો છો.

જે પસંદ છે તે જ કરાવો

ખાસ કરીને બાળકોને વસ્તુઓ કાપવી અને ગેસ સળગાવવા જેવા કામ ખૂબ જ પસંદ પડે છે. જો બાળક કોઈ જીદ અને બહાનું કરીને રસોઈઘરમાં જવાનો રસ્તો શોધે છે ત્યારે તેના બહાના નો ઉપયોગ કરો જેમ કે બિસ્કિટ કેક બનાવો,બાળકો સાથે પસંદગીનું ભોજન બનાવવું. તેમને કહો કે જો તમે આ ખાવા માંગો છો તો તમારે અંત સુધી ધ્યાન આપવું પડશે.

ભાવનાત્મક વિકાસ

પોતાના હાથથી રસોઈ બનાવવાની પ્રવૃત્તિ બાળકમાં ભરોસો અને કુશળતા ઉત્પન્ન કરવામાં મદદરૂપ સાબિત થાય છે. વાનગી શીખવાથી બાળકોને સ્વતંત્ર બનવાની પ્રેરણા પણ મળે છે.તેનાથી તેમના નિર્દેશો પર અમલ કરવા અને સમસ્યાને પાર પાડવાની ક્ષમતા વિકસિત કરવાની શીખ પણ મળે છે.અન્ય લોકો માટે ભોજન બનાવવા થી તેમના પ્રતિ પ્રેમ અને ભાવ વિકસિત થશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment