ઘરે બનાવો ટેસ્ટી શેઝવાન સોસ, જેનાથી નૂડલ્સ- પીઝા અને સેન્ડવીચ જ નહિ પરંતુ પરાઠા નો સ્વાદ પણ વધશે

Image Source

શેઝવાન સોસ અથવા શેઝવાન ચટણીનો ઉપયોગ ઘણી ડીશના સ્વાદ વધારવા માટે થાય છે. મોટાભાગના લોકો બજારમાંથી સોસ ખરીદી લે છે. જો તમે બહાર પ્રિઝર્વેટિવ્સ ધરાવતી પ્રોડક્ટ્સ ખાવા ઈચ્છતા ન હોય તો શ્રેષ્ઠ રીત છે કે ઘરે જ શેઝવાન ચટણી બનાવી લો. તેને બનાવવી ખૂબ સરળ છે. તમે નુડલ્સ, પીઝા અને સેન્ડવીચની સાથે આ ચટણી ખાઈ શકો છો. જો તમારી પાસે કોઈ શાકભાજી નથી તો તેને ચોખામાં ઉમેરી અથવા પરાઠાની સાથે પણ આ ચટણી ખાઈ શકાય છે. અહીં શીખો શેઝવાન સોસની રેસિપી વિશે.

સામગ્રી

શેઝવાન ચટણી બનાવવા માટે તમારે સૂકા લાલ મરચા, ટામેટા, આદુ-લસણની પેસ્ટ, મીઠુ, મરી, ધાણા, તેલ, વિનેગર, ખાંડ અને સોયા સોસ જોઈશે.

બનાવવાની રીત

થોડું પાણી ઉકાળી લો અને તેમાં લગભગ 1 કલાક સુધી લાલ મરચાને પલાળી દો. હવે એક વાસણ ગરમ કરી તેમાં ધાણા અને મરીને શેકી લો. શેકાય ગયા પછી તેને પીસી લો. હવે મરચાને કાઢીને પણ પીસી લો અને ટામેટાને પણ પીસી લો. હવે એક વાસણમાં તેલ ગરમ કરો અને તેમાં આદુ-લસણની પેસ્ટ નાખો. આ પેસ્ટ થોડી શેકાયા બાદ તેમાં પીસેલ મરચા ઉમેરો થોડીવાર હલાવતા રહો હવે તેમાં ટામેટાની પ્યુરી પણ નાખી પીસેલ મરી અને ધાણાનો પાવડર ઉમેરો. થોડું મીઠું નાખો અને સ્વાદ વધારવા માટે થોડી ખાંડ નાખો. જ્યારે તે સંપૂર્ણ રીતે રાંધવા લાગે ત્યારે તેમાં થોડો વિનેગર અને થોડો સોયા સોસ નાખો. હવે તેને થોડી વાર પકવી ગેસ બંધ કરી દો. તમારી શેઝવાન ચટણી તૈયાર છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ ફક્ત ગુજરાતીલાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “ઘરે બનાવો ટેસ્ટી શેઝવાન સોસ, જેનાથી નૂડલ્સ- પીઝા અને સેન્ડવીચ જ નહિ પરંતુ પરાઠા નો સ્વાદ પણ વધશે”

Leave a Comment