સામાન્ય રીતે જોઈએ તો તમે ઘણા પ્રકારે પાસ્તા બનાવીને ખાધા હશે. પરંતુ આજે હું તમને સૌથી ટેસ્ટી રેડ સોસ પાસ્તા કેવી રીતે બનાવવા તેના વિશે જણાવીશ. જો તમે આ પદ્ધતિ ઘરે જ અજમાવશો તો બજારમાંથી રેડ સોસ પાસ્તા લાવીને ખાવાના ભૂલી જશો. તે એટલા સ્વાદિષ્ટ બનશે કે તમે દર વખતે ઘરે બનાવીને જ ખાશો.
જરૂરી સામગ્રી:
- પાસ્તા – 2 કપ
- ચિકનના કીમા – 1 કપ ( કીમા એકદમ જીણા હોવા જોઈએ)
- ટામેટાની પેસ્ટ – 2 કપ
- લસણ – 1 ચમચી પીસેલું
- બ્લેક ઓલિવ્સ – જરૂરિયાત મુજબ
- મરી પાવડર – 1/2 ચમચી
- લાલ મરચું પાવડર – 1 ચમચી
- પેપરિકા પાવડર – 1 ચમચી
- ચીલી ગાર્લિક સોસ – 1 ચમચી
- સોયા સોસ – 1 ચમચી
- ચિલી સોસ – 1 ચમચી
- વિનેગર – 1 ચમચી
- મીઠું – સ્વાદ મુજબ
- તેલ – 3 ચમચી
બનાવવાની રીતઃ
– રેડ સોસ પાસ્તા બનાવવા માટે સૌથી પહેલા પાસ્તાને બાફવા માટે એક વાસણમાં પાણી અને એક ચમચી તેલ નાખીને ઉકળવા માટે મૂકી દો.
– જ્યારે પાણીનો ઉફાળો આવી જાય ત્યારે તેમાં થોડું મીઠું નાખી દો. જ્યારે તમે મીઠું નાખશો ત્યારે તમારા પાણીમાં ઝડપથી ઉફાળો આવવા લાગશે. ત્યારબાદ પાણીમાં પાસ્તા નાખી તેને ચમચાથી હલાવી લો અને પાસ્તાને મુલાયમ થાય ત્યાં સુધી બાફી લો.
– જ્યારે પાસ્તા મુલાયમ થઈ જાય, ત્યારે પાસ્તાને ગાળીને રાખી દો અને પાસ્તાની ઉપર ઠંડુ પાણી નાખી દો.
– હવે રેડ સોસ પાસ્તા બનાવવા માટે એક વાસણમાં બે ચમચી તેલ નાખીને ગરમ થવા મૂકી દો. તેલ ગરમ થઈ ગયા પછી તેમાં પીસેલ લસણ નાખી તેને થોડું સાંતળી લો.
– પછી ચીકનના કીમા નાખીને કીમાનો કલર બદલે ત્યાં સુધી ફ્રાય કરી લો. ત્યારબાદ તેમાં મીઠું અને લાલ મરચુ પાવડર નાખીને મિકસ કરી લો. પછી ચિકનને ઓગાળવા માટે તેમાં અડધો કપ પાણી નાખીને હલાવી લો.
– હવે વાસણને ઢાંકીને 10 મિનિટ ધીમા તાપે પકાવી લો. જેનાથી કીમા સારી રીતે ગળી શકે. 10 મિનિટ પછી કીમાને તપાસ કરી લો તમારો કીમો ગળી જશે.
– ત્યારબાદ તેમાં ટામેટાની પેસ્ટ, સોયા સોસ, પેપરીકા પાવડર, ચીલી સોસ અને વિનેગર નાખીને આ બધાને ઉમેરી લો અને ધીમા તાપે ટામેટાની પેસ્ટને ઘાટી થાય ત્યાં સુધી પકાવી લો.
– જ્યારે તમારો સોસ ઘાટો થઈ જાય, ત્યારે તેમાં ચીલી ગાર્લિક સોસ, મરી પાવડર, બોઈલ પાસ્તા અને કાળા ઓલિવ્સ નાખીને બધી વસ્તુઓને સરખી રીતે મિક્સ કરી લો.
– ત્યારબાદ ગેસ બંધ કરી દો. તમારા સ્વાદિષ્ટ ટેસ્ટી અને મજેદાર રેડ સોસ પાસ્તા બનીને તૈયાર છે
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team