હોળી ઉપર મહેમાનો માટે ઘરે જ બનાવો શ્રીખંડ, નોંધી લો રેસિપી

Image Source

આ દેશમાં તહેવારોમાં અલગ જ ક્રેઝ જોવા મળે છે. વ્યક્તિ ઉંમરમાં નાનો હોય કે મોટો પરંતુ તહેવારોનો ઉત્સાહ દરેકમાં એક સમાન હોય છે. હોળીના અવસર પર રંગોલી સાથે સાથે વિવિધ પ્રકારના પકવાનો મળી જાય તો મજા બમણી થઇ જાય છે. તહેવારોના સમય દરમિયાન દરેક ઘરમાં બનતા વિવિધ પકવાનોની સુગંધ થી મોઢામાં પાણી આવી જાય છે.

તહેવારો દરમિયાન ભેળસેળવાળી મીઠાઈઓનું કામ પણ વધી જાય છે. આવી સ્થિતિમાં ઉત્તમ છે કે તમે જાતે ઘરે વિવિધ પ્રકારની મીઠાઈઓ તૈયાર કરો. આજે શ્રીખંડ બનાવવાની સૌથી સરળ રેસિપી વિશે જાણીએ. આ શ્રીખંડમાં ઠંડો સ્વાદ તેને વધારે સ્વાદિષ્ટ બનાવે છે.

Image Source

જરૂરી સામગ્રી:

  • તાજુ દહીં-૨ ૧/૨ કપ
  • દળેલી ખાંડ-૧/૪ કપ
  • ઠંડાઈ-૨ થી ૩ ચમચી
  • એલચી પાવડર-૧/૪ ચમચી

Image Source

સજાવટ માટે:

સજાવટ માટે તમે તમારી મનપસંદ વસ્તુઓ નો ઉપયોગ કરી શકો છો. તેના માટે તમે વેફર્સ, બિસ્કીટ, તૂટીફૂટી કે પછી રંગબેરંગી વરિયાળી લઈ શકો છો. જો તમે ઈચ્છો તો ફક્ત સુકામેવા પણ લઇ શકો છો.

Image Source

ઠંડો શ્રીખંડ બનાવવાની સરળ રીત:

સૌ પ્રથમ દહીંને મોટા કપડામાં નાખો અને તેને બાંધીને લટકાવી દો. તેનાથી દહીનુ બધું પાણી નીકળી જશે. ત્યારબાદ દહીંને કપડા માંથી કાઢીને એક બાઉલમાં રાખો.

હવે બાઉલમાં કાઢેલા દહીમા દળેલી ખાંડ, ઠંડાઈ અને એલચી પાવડર નાખીને મિક્સ કરી લો.

તમે પીરસવાની વાટકીઓમાં ઠંડાઈ શ્રીખંડ કાઢી લો. તેને તમે તૂટીફૂટી, રંગબેરંગી વરીયાળી, વેફસૅ અને બિસ્કીટથી સજાવી શકો છો. આ ઉપરાંત તમે બારીક કાપેલા સુકા મેવાથી તેને શણગારી શકો છો.

હવે તેને ફ્રીઝમાં રાખીને ઠંડુ થવા દો. તમારો શ્રીખંડ પીરસવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

જો તમે દહીંમાં નવો સ્વાદ લાવવા ઈચ્છો તો તેમાં પાઇનેપલનો પલ્પ, લીચી કે સ્ટ્રોબેરીનો પલ્પ દહીમાં ભેળવી શકો છો. આ પલ્પ તમે દહીંનું પાણી નીકળી ગયા પછી ભેળવો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment