લંચ માટે બનાવો સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર પંચમેલ દાળ,જાણો તેની રેસિપી.

Image Source

પંચમેલ દાળની રેસિપી એક ખુબજ સરળ, સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર છે. આ સ્વાદિષ્ટ દાળને ભાત અથવા રોટલી સાથે પીરસી શકાય છે. અહી જાણો તેને બનાવવાની રીત. પંચમેલ દાળની રેસિપી એક ખાસ અને પોષક તત્વોથી ભરપૂર રેસિપી છે. જેને રાજસ્થાનમાં વધારેમાં વધારે બનાવવામાં આવે છે, તે રાજસ્થાનની પ્રખ્યાત રેસીપી માંથી એક છે. રાજસ્થાન ઉપરાંત ભારતના અન્ય રાજ્યોમાં પણ તેને ખૂબ જ ઉત્સાહથી ખાવામાં આવે છે. ફર્ક માત્ર એટલો છે કે રાજસ્થાનમાં જ્યાં તેને દાલ-બાટીના નામે બાટી સાથે પીરસવામાં આવે છે. તેમજ અન્ય રાજ્યમાં તેને રોટલી અથવા ભાતની સાથે પીરસવામાં આવે છે. તેમાં પાંચ જુદી-જુદી દાળનો ઉપયોગ કરવામાં આવે છે અને આ પાંચ દાળનું એક સાથે મિશ્રણ કરવાથી તે રેસિપી ખુબજ સ્વાદિષ્ટ થઈ જાય છે. સ્વાદની સાથે આ રેસિપી સ્વાસ્થ્યથી પણ ભરપૂર છે. અહી જણાવવામાં આવેલ રીતનું યોગ્ય રીતે પાલન કરી અને જુઓ કેટલી સરળતાથી તમે આ રેસિપીને તમારા ઘરે જ બનાવી તેના સ્વાદનો આનંદ તમારા પરિવાર સાથે લઈ શકો છો.

મુખ્ય સામગ્રી -:

  • ૧/૪ કપ મગ દાળ

મુખ્ય પકવાન માટે -:

  • ૧/૪ કપ મસુર દાળ
  • ૧/૪ કપ ચણાની દાળ
  • ૨ કાપેલા ટામેટા
  • ૧ કપ કાપેલા કાંદા
  • ૧ મોટી ચમચી ઘી
  • ૧/૨ નાની ચમચી લાલ મરચુ
  • ૧ નાની ચમચી ગરમ મસાલા પાવડર
  • જરૂરિયાત મુજબ ૧ લીંબુનો રસ
  • ૩ કાપેલા લીલા મરચા
  • ૩ કપ લસણ
  • એક ચપટી હળદર
  • જરૂરિયાત મુજબ પાણી
  • જરૂરિયાત મુજબ મીઠું

સ્ટેપ 1-:

  • બધી દાળને એક બાઉલમાં લો અને તેને યોગ્ય રીતે ભેળવી દો. બધી દાળને બે થી ત્રણ વાર પાણીથી સરખી રીતે ધોઈને સાફ કરો. હવે બધી દાળના મિશ્રણને પ્રેશરકુકરમાં નાખો અને ઉપરથી પૂરતા પ્રમાણમાં પાણી નાખો. જ્યારે પાણીમાં એક ઊંફાળો આવી જાય પછી તેમાં મીઠું અને હળદર નાખીને કુકરને ઢાંકી દો અને આ મિશ્રણને ૫ થી ૬ સિટી થાય ત્યાં સુધી રાંધવા દો.

Image Source

સ્ટેપ 2-:

  • હવે એક અલગ વાસણમાં ઘી નાખી તેને યોગ્ય રીતે ગરમ કરી લો. જ્યારે ઘી યોગ્ય રીતે ગરમ થઈ જાય ત્યારે તેમાં હિંગ, જીરું, લસણ અને ડુંગળી નાખીને તેને ૨ થી ૩ મિનીટ સુધી સારી રીતે પકાવો.

Image Source

સ્ટેપ 3-:

  • તેને ત્યાં સુધી યોગ્ય રીતે રાંધો, જ્યાં સુધી ડુંગળીનો રંગ ભૂરો થઈ જાય, હવે તેમાં ઉપરથી ટામેટા નાખી દો.\

Image Source

સ્ટેપ 4-:

  • હવે આ મિશ્રણમાં લાલ મરચુ પાવડર નાખી તેને યોગ્ય રીતે ચમચીની મદદથી ભેળવી લો. ૧ થી ૨ મિનીટ સુધી પકાવ્યા પછી તેમાં ઉપરથી દાળ નાખીને ભેળવો.

Image Source

સ્ટેપ 5-:

  • દાળ નાખ્યા પછી સંપૂર્ણ મિશ્રણને ઓછામાં ઓછી ૫ મિનીટ સુધી પકાવો, ત્યારબાદ તેમાં ઉપરથી લીંબુનો રસ, ગરમ મસાલો અને ધાણાના પાન નાખી થોડી મિનિટ માટે પકાવી ગેસનો તાપ બંધ કરી દો.

Image Source

સ્ટેપ 6-:

  • તમારી પંચમેલની સ્વાદિષ્ટ દાળ તૈયાર છે. તેને ભાત અથવા રોટલી સાથે પીરસો. તમે ઇચ્છો તો પીરસતી વખતે તેમાં ઉપરથી ઘી નાખી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment