ઘરે જ બનાવો બજાર જેવા અલગ અલગ ફ્લેવર ના પોપકોર્ન 

તમે સિમ્પલ પોપકોર્ન ખાઈ ખાઈને કંટાળી ગયા છો તો આ અલગ અલગ ફ્લેવર થી બનેલ ની રેસીપી એક વખત જરૂર થી ઘરે ટ્રાય કરો

નાના હોય કે મોટા પોપકોર્ન ખાવા દરેક ને ખુબ જ પસંદ આવે છે તેને માહોલ હોય કે ઘરે આપણે જ્યારે ફિલ્મ દેખવા બેસીએ છીએ ત્યારે પોપકોર્ન આપણો ફેવરેટ પાર્ટનર હોય છે તેને તમે બે જ મિનિટમાં ફટાફટ તૈયાર કરી શકો છો તેની માટે તમારે વધુ સામાન ની જરૂર પડતી નથી.

આજકાલ બજારમાં ઘણા બધા ફ્લેવર ના પોપકોર્ન મળતા થઈ ગયા છે જેની કિંમત થોડી વધુ હોય છે, તમે ઈચ્છો તો આપ કોન ઘરે જ બનાવી શકો છો આવો જાણીએ આ અલગ અલગ ફ્લેવર ના પોપકોર્ન ની રેસીપી.

કેરેમલ પોપકોર્ન

કેરેમલ પોપકોર્ન તમે સિનેમાઘરોમાં ખાધા હશે તે ઘડિયા પણ હોય છે જેનો ટેસ્ટ નોર્મલ થી એકદમ અલગ હોય છે ઘણા લોકો જે ગળ્યું ખાવાનું પસંદ કરે છે તેમને કેરેમલ પોપકોર્ન ખૂબ જ પસંદ આવે છે તમે આપણને કરે ખૂબ જ આસાન રીતે બનાવી શકો છો અને ઘરે જ બહાર સિનેમા વાળી ફીલિંગ લાવીને તમારો ટાઈમ એન્જોય કરી શકો છો.

સામગ્રી

 • પોપકોર્ન 2 વાટકી
 • ખાંડ એક વાટકી
 • માખણ એક ચમચી 

બનાવવાની રીત

 • કેરેમલ પોપકોર્ન બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં ખાંડ ને ઓગાળો જ્યારે ખાંડ ઓગળી જાય અને કેરેમલ થઈ જાય ત્યારે તેમાં પોપકોર્ન અને માખણ નાખો.
 • હવે તેને અમુક સેકન્ડ માટે ઢાંકીને રાખો અને પોપકોર્ન તૈયાર થવા દો.
 • જ્યારે પોપકોર્ન તૈયાર થઈ જાય ત્યારે તેને અમુક સમય માટે ઠંડુ થવા માટે મુકો.
 • આ આસન પદ્ધતિથી તમે કેરેમલ પોપકોર્ન ઘરે જ બનાવી શકો છો.

ઓરીયો પોપકોર્ન

તમે ઓરીયો બિસ્કીટ જરૂર ખાધા હશે તમે ઈચ્છો તો ઓરિયો બિસ્કીટ ના ફ્લેવરના પોપકોર્ન પણ ખાઈ શકો છો. તે ખૂબ જ યુનિક કોમ્બિનેશન થશે જો તમે અલગ ફ્લેવરના પોપકોર્ન ટ્રાય કરવા માંગો છો તો તમે ઓરિયો પોપકોર્ન બનાવી શકો છો. આ પણ એક સ્વીટ પોપકોર્ન જેને ચોકલેટ અને સ્વીટ લવર હોય તેમને ખૂબ જ પસંદ આવે છે. આવો જાણીએ તેને બનાવવાની પદ્ધતિ

સામગ્રી

 • પોપકોર્ન – 4 વાટકી
 • ઓરિયો બિસ્કીટ – 10 ટુકડાઓ
 • સફેદ ચોકોચીપ – 1 કપ

બનાવવાની રીત

 • પોપકોર્ન બનાવવા માટે સૌપ્રથમ બિસ્કીટ ને યોગ્ય રીતે ક્રશ કરી લો.
 • એક પેન લો અને તેમાં પાણી ગરમ કરો. અને વ્હાઈટ ચોકલેટને ઓગાળો.અને તેની થીક પેસ્ટ તૈયાર કરો.
 • ત્યારબાદ એક બાઉલમાં પોપકોર્ન લો અને તેમાં વ્હાઈટ ચોકલેટ મિક્સ કરો.
 • ત્યારબાદ તમે ઓરીયો ના ક્રશ કરેલા ટુકડા ઉપરથી નાખો.
 • તમે આ આસાન રીત થી ઘરે ઓરીયો પોપકોર્ન તૈયાર કરી શકો છો.

મસાલા પોપકોર્ન

સામગ્રી

 • મકાઈ – 2 વાટકી
 • માખણ – 1 ચમચી
 • હળદર – 1 ચમચી
 • લાલ મરચું – 1 ચમચી
 • જીરું પાવડર – 1 ચમચી
 • આમચુર – 1 ચમચી
 • ગરમ મસાલો – 1 ચમચી
 • મીઠું – સ્વાદ મુજબ

બનાવવાની રીત

 • મસાલા પોપકોર્ન બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં માખણ ગરમ કરીને તેને ઓગાળો.
 • જ્યારે માખણ ઓગળી જાય ત્યારે પેનમાં કાચા મકાઈના દાણા અને દરેક મસાલા નાખો.હવે બટરને પોપકોર્ન સાથે સારી રીતે મિક્સ કરો.
 • હવે એક મિનિટ સુધી પોપકોર્ન ફૂટવા દો અને જ્યારે તે ફૂટી જાય ત્યારે તેને ગરમ ગરમ પ્લેટમાં સર્વ કરો.
 • આ આસન પદ્ધતિથી તમે મસાલા પોપકોર્ન તૈયાર કરી શકો છો,આ પોપકોર્ન બનાવવા માટે પાંચ મિનિટથી પણ ઓછો સમય લાગે છે.

Image Source

ટોમેટો પોપકોર્ન 

જો તમે પોપકોર્ન માટે કંઈક ડિફરન્ટ ટ્રાય કરવા માંગો છો તો જરૂરથી ટોમેટો ફ્લેવર ના પોપકોર્ન ટ્રાય કરી શકો છો, તે તમને ખૂબ જ ટેંગી અને ટેસ્ટી સ્વાદ આપે છે. તેને તમે ટોમેટો સોસ ની મદદથી આસાનીથી ઘરે તૈયાર કરી શકો છો.

સામગ્રી

 • મકાઈ 2 વાટકી
 • તેલ 2 ચમચી
 • સોસ બે ચમચી
 • કાળા મરીનો પાવડર 1 ચમચી

બનાવવાની રીત

 • પોપકોન બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો ત્યારબાદ આ ગરમ તેલમાં સોસ નાખો અને તેને સારી રીતે મિક્સ કરો.
 • પોપકોર્ન તૈયાર થઈ જાય ત્યારબાદ તેની ઉપર કાળા મરીનો પાવડર છાંટો અને તેને પ્લેટમાં સર્વ કરો.
 • તો આ રીતે તમે ચાર પ્રકારના ટેસ્ટી પોપન તૈયાર કરી શકો છો, તમને કયા પ્રકારના પોપકોર્ન સૌથી વધુ પસંદ છે તે પ્રમાણે તમે તેને બનાવી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

image credit- thereciperebel.com,taste.com, butterwithasideofbread.com sconentent.net, imimg.com and cpcdn.com

Leave a Comment