દરિયાકિનારા ઉપર કરો આ રીતે Best Pre Wedding Photoshoot

શું તમે પણ બીચ પર પ્રિવેડિંગ ફોટો શૂટ નું વિચારી રહ્યા છો તો તમે પણ અહી બતાવેલ પોસ ને ટ્રાય કરી શકો છો.

Image Source

શું તમારા પણ જલદી જ લગ્ન થવાના છે તો તમે પણ પ્રિવેડિંગ માંટે વિચાર્યું જ હશે, કે પ્રિવેડિંગ માટે ની જગ્યા, તેની માંટે ના આઉટફિટ્સ, આઉટફિટ ના મેચિંગ જવેલેરી વગેરે. થનાર જીવન સાથી સાથે આકાશ ની નીચે, પ્રકૃતિ ના ખોળા માં કે પછી સનસેટ ની ખૂબસૂરતી સાથે નો ફોટો વગેરે ને કેમેરા માં કેદ કરવું એ નવદંપતી માંટે એક ખૂબ જ સારો અનુભવ રહેશે. પ્રિવેડિંગ માંટે જેટલું જરુરી લોકેશન અને આઉટફિટ છે એટલું જ જરુરી વર અને કન્યા ના પોસ પણ છે. પ્રિવેડિંગ ફોટોશૂટ વર અને કન્યા પોતાની પસંદ ની જગ્યા પર કરે છે. કેટલાક લોકો પ્રિવેડિંગ ફોટોશૂટ બીચ પર પણ કરે છે. જો તમે બીચ પર ફોટોગ્રાફી કરાવા માંગતા હોવ તો તમન અહી સુંદર અને સ્ટનીંગ પોસ બતાવીશું.

રોમાંટિક સનસેટ વચ્ચે ફોટોશૂટ

Image Source

જો તમે ફોટોશૂટ બીચ પર કરાવો અને સનસેટ ન આવે તો તે ખૂબ જ ફીકું ફીકું લાગે છે. બીચ ની પાસે સનસેટ જોવાનો નજારો જ કઈક અલગ હોય છે. સનસેટ હમેશા એક કપલ ને રોમાંટિક બનાવે છે. જો તમે પણ પ્રિવેડિંગ ફોટોશૂટ ને ટ્રેન્ડિંગ બનાવા માંગો છો તો આ પોસ એક દમ જ ઉઠી આવશે.

ઘૂટણ પર બેસી ને પ્રપોજ કરવું.

Image Source

દરેક છોકરી નું સપનું હોય છે કે તેનો રાજકુમાર આવે અને ઘૂટણ પર બેસી ને તેને પ્રપોજ કરે. જો તમે પણ બીચ પર પ્રિવેડિંગ કરાવા માંગો છો તો આના થી બેસ્ટ ઓપ્શન કોઈ હોઈ જ ન શકે. જેમા તમારો થનાર પાર્ટનર તમને બીચ પર ઘૂટણ પર બેસી ને પ્રપોજ કરે.

કેન્ડલ લાઇટ ડિનર પોસ

Image Source

સમુદ્ર ના કિનારે તમે અને તમારા પાર્ટનર એક સાથે કેન્ડલ લાઇટ ડિનર કરતાં હોવ આનાથી વધુ તો કોઈ ખુશી ની વાત ન હોઈ શકે. જ્યારે તમે પ્રિ-બ્રાઈડલ ના ફોટોશૂટ કરતાં હોવ તો આ એક બેસ્ટ પોસ છે. અને તે તમારા માંટે યાદગાર સાબિત થશે.

પરી ની વાર્તા વાળો પ્રેમ

Image Source

હવામાં પ્રેમની સુગંધ, જીવન સાથીનો પ્રેમ ભર્યો સાથ, સુંદર પૃષ્ઠભૂમિમાં સુરમ્ય દ્રશ્ય. શું તે પરી ની વાર્તા જેવુ નથી લાગતું ? આ દ્રશ્ય અને બીચ પર ના પ્રિ વેડિંગ ના ફોટોશૂટ પોસ થી વધુ સારું શું હોઈ શકે. જેમા સમુદ્ર ની લહેરો ની વચ્ચે તમારા પાર્ટનર ને ગળે લાગી ને બેઠા હોવ. આ પોસ પણ તમારી માંટે યાદગાર બની રહેશે.

હાથ માં હાથ નાખી ને અનંત સુધી ચાલવું.

Image Source

તમે ઘણી ફિલ્મ માં જોયું હશે કે જેમા છોકરો પોતાના પાર્ટનર નો હાથ પકડી ને જન્મો જનમ સુધી સાથ નિભાવનો વાયદો કરે છે. આ ખૂબસૂરત સમય ને પોતાના જીવનમાં વાસ્તવ માં અનુભવ કરવો એ ખૂબ જ અમૂલ્ય છે. જો તમે પણ પ્રિવેડિંગ ને યાદગાર બનાવા માંગો છો તો આ ખૂબ જ અદભૂત પોસ છે.

રાત ની ખૂબસૂરતી

Image Source

સમુદ્ર નો કિનારો રાત માં વધુ સુંદર દેખાય છે. આવા સમયે પ્રિ વેડિંગ ફોટોશૂટ કરવાથી ફોટો તો સરસ આવે જ છે પણ બંને બ્રાઈડ અને ગ્રૂમ બંને સમુદ્ર ની લહેરો શોધવા નીકળ્યા હોય એવું લાગે છે. તમે પણ તમારા પ્રિ વેડિંગ માં આ ફોટો શૂટ કરાવી શકો છો. આ પોસ આપતા સમયે લાલટેન લેવાનું ન ભૂલતા.

પરી ની જેમ પોઝ

Image Source

ખૂબસૂરત સમુદ્રની વચ્ચે શાંત પૃષ્ઠભૂમિમાં પરીની જેમ અનુભવવુ કઈ ખોટું નથી. ભલે લગ્ન તમારા બંને ના હોય, પરંતુ તમે લગ્નમાં રાણીથી ઓછા તો નથી જ દેખાવના. તમારા સોલો ફોટોશૂટ યાદગાર બનાવો અને આ પોસ ને ચોક્કસપણે અજમાવો.

પ્રેમ વરસાવો

Image Source

સમુદ્ર ની લહેરો ની વચ્ચે અને બીચ પર તમે તમારા સાથી ને ઊચકવું અને પ્રેમ નો ઈજહાર કરવો. તેનાથી સારો પોસ બીજો કયો હોઈ શકે?હા અમે વાત કરી રહ્યા છીએ સમુદ્ર ના કિનારે સૂરજ ની ખૂબસૂરતી ની વચ્ચે કેમેરા માં કેદ થનાર આ ફોટો વિશે. જેમા ગ્રૂમ એ બ્રાઈડ ને ઊચકી છે .

પ્રકૃતિ ના ખોળા માં પ્રેમ

Image Source

પ્રકૃતિ નું દરેક દ્રશ્ય આ ફોટો માં સંલગ્ન છે. પાણી, પ્રકૃતિ,હરિયાળી, માંનવ, વાદળ, બધુ જ છે. સમુદ્ર ના કિનારે ખૂબસૂરત સજાવટ ની વચ્ચે વર અને કન્યા નું ફોટોશૂટ વાસ્તવ માં યાદગાર રહેશે. પ્રાકૃતિક ખૂબસૂરતી ની સાથે કૃત્રિમ ખૂબસૂરતી પણ વધુ સુંદર દેખાય છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *