નવા વર્ષમાં બનાવો નવા અને યુનિક પ્લાન, ઘરે આ રીતે તૈયાર કરો તમારો પર્સનલ હેન્ડમેડ પ્લાનર 

નવું વર્ષ આવતા જ આપણા મનમાં નવા અલગ-અલગ પ્લાન આવે છે. અને આપણે આવનારા નવા વર્ષ માટે નવા-નવા ગોલ નક્કી કરીએ છીએ, જેથી આગળ જતા આપણે આ બધી જ વસ્તુઓને કમ્પ્લીટ કરી શકીએ. પરંતુ એક દિવસ આપણે પ્લાન નક્કી કરીને આપણે પોતે જ ભૂલી જઈએ છીએ. દરેક વસ્તુ યાદ રાખી શકાય તેથી જ આપણે પ્લાનર્સ નો ઉપયોગ કરીએ છે. આમ તો બજારમાં ઘણા બધા પ્રકારના ડિઝાઇનર પ્લાનર્સ આવે છે પરંતુ જો તમે ઈચ્છો તો આપના ઘરે જ બનાવી શકો છો.

આજના આ લેખમાં અમે તમને જણાવીશું આસાન રીતે તમે આ DIY પ્લાનર બનાવીને તૈયાર કરી શકો છો જાણીએ તેને બનાવવાના આસાન ઉપાય 

diy planer

સ્કૂલ પ્લાનર

સ્કૂલના દિવસોમાં દરેક વસ્તુનો એક ટાઈમ ફિક્સ હતો ક્યારે રજા પડશે અને ક્યારે કહી ઇવેન્ટ દરેક વસ્તુ ની તૈયારી કરવાની હોય છે. તેથી બાળકો પ્લાનર બનાવતા હતા જેનાથી તે દરેક વસ્તુ મેનેજ કરીને લખી શકે જો તમારા ઘરમાં બાળકો છે તો તમે તેમના માટે આ પ્લાનર તૈયાર કરી શકો છો.

પ્લાનર બનાવવાની સામગ્રી

  •  A4 શીટ – 20 પાન 
  • ચાર્ટ પેપર – 1 રોલ
  • સ્ટીક નોટ્સ – 1 પેકેટ
  • સ્કેલ- 1
  • પેન્સિલ – 1
  • સ્પાઇલર બાઇન્ડિંગ – 1
  • પંચ – 1

બનાવવાની રીત

પ્લાનર બનાવવા માટે સૌ પ્રથમ એ4 શીટ લો અને તેને પંચ કરો. ત્યારબાદ પ્લાનરનું કવર બનાવવા માટે કોઈપણ રંગના ચાર્ટ પેપર લો અને તેની ઉપર કોઈપણ મનપસંદ ડ્રોઈંગ બનાવો. જો તમે ઈચ્છો તો મોટીવેશન માટે કવર ઉપર કોઈ સારા વિચાર પણ લખી શકો છો.

ત્યારબાદ સ્પાયરલ બાઇડીંગની મદદથી આ પેપર ની નોટબુક જેવો સેટ બનાવો.

ત્યારબાદ પ્લાનનો પહેલું પેજ ખોલી ને તેની ઉપર તૈયાર કરો કે કયા પેજ પર તમે શુ લખશો.

ત્યારબાદ પેન્સિલ ની મદદથી અલગ-અલગ કોલમ બનાવો અને તેમાં તમારા પ્લાન ના હિસાબથી વસ્તુઓ લખો.

અમુક સ્પેશીયલ કંઈક લખવાનું હોય તો તેને હાઇલાઇટ હાઇલાઇટ કરો અથવા સ્ટિક નોટ ચોંટાડીને લખો.

દરેક વસ્તુ બોલ્ડ અને અલગ અલગ કલરના કેચ પેન્સિલ લખો જેથી તમારું ધ્યાન તે પ્લાનર ની દરેક વસ્તુ ઉપર જાય.

આ આસાન ટેકનીક સાથે તમારો પ્લાનર તૈયાર થઈ જશે. જો તમે બાળકોને આ પ્લાનર આપવા માગો છો તો તેમાં સારા કાર્ટુન પણ દોરી શકો છો જેથી તેમને વધુ પસંદ આવે.

printer planer

પ્રિન્ટર ની મદદથી તૈયાર કરો પ્લાનર

સ્કૂલમાં પ્રોજેક્ટ અને એસાઈમેન્ટ આવતા હોવાથી આજકાલ દરેક ઘરમાં પ્રિન્ટર હોય છે. તમે ઈચ્છો તો પ્રિન્ટર ની મદદથી પણ તમારો પ્લાન તૈયાર કરી શકો છો. જો તમારી ડ્રોઈંગ અથવા ક્રિએટિવિટી વધુ સારી નથી તો આ પ્રકારના પ્લાનર તમે ખુબ જ આસાનીથી તૈયાર કરી શકો છો. આવો જાણીએ આ પ્લાનર બનાવવાની રીત.

સામાન

  • પ્રિન્ટર – 1
  • ચાર્ટ પેપર – 1 શીટ
  • સ્ટીક નોટ – 1 પેકેટ
  • સ્કેચ કલર – મનપસંદ
  • સ્ટીકર – 1 પેકેટ
  • સ્પાઇલર બાઇન્ડિંગ – 1 ટુકડો
  •  A4 શીટ – 10

બનાવવાની રીત

પ્રિન્ટેડ પ્લાનર બનાવવા માટે સૌપ્રથમ ઇન્ટરનેટથી ટેમ્પ્લેટ પસંદ કરીને બહાર કાઢો ત્યારબાદ તેને A4 સીટ સાથે ભેગું કરીને પંચ કરો.

ત્યારબાદ આગળના પેજ બનાવવા માટે તમે ચાર્ટ પેપરની મદદ લો જેનાથી તમે A4 શીટના માપથી કાપી શકો. ત્યારબાદ આ વાયરલ બિલ્ડિંગની સાથે એકબીજાને જોડો હવે તેની અંદર સજાવટ માટે અમુક સ્ટિકર અને સ્ટિક નોટનો ઉપયોગ કરો. હવે સ્કેચ પેનની મદદથી કોલમ બનાવો અને તેમાં તમારા ગોલ ના હિસાબથી પોઇન્ટ લખો.

આ આસાન સ્ટેપની સાથે તમારું પ્લાનર તૈયાર થઈ જશે પ્લાનરમાં તમે દરરોજની ટુડુ લિસ્ટ પણ તૈયાર કરી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

image credit- diycandy.com, selectmyspace, thirtyhandmadedays.com, nitrodn.com, the sprucecrafts.com and cdn.diys.com

Leave a Comment