સમય ની સાથે સાથે મેક અપ નો સમાન પણ બદલાય છે. તેમા રોજ નવા નવા સોંદર્ય પ્રસાધનો નો સમાવેશ થાય છે. તેમા લિપસ્ટિક ખૂબ ખાસ વસ્તુ છે. મહિલા ઓ પાસે અલગ અલગ ટાઇપ ની પોતાની પસંદ ની લિપસ્ટિક હોય છે. અલગ અલગ લિપસ્ટિક ના શેડ બનાવા માટે ઘણા કેમિકલ નો ઉપયોગ કરવા માં આવે છે. તેના વધુ પડતાં ઉપયોગ થી હોઠ સૂકા અને કાળા થઈ જાય છે. લિપસ્ટિક માં પેરાબેન, સોડિયમ લોરીલ સલ્ફેટ નાખેલું હોય છે. જેના થી તમારા હોઠ પર એલર્જી થઈ જાય છે. આવા માં ઠંડી વધતાં કોઈ પોતાના હોઠ ને કેવી રીતે બચાવી શકે.
તમારા હોઠ નું ધ્યાન રહે અને અને તમે કેમિકલ થી દૂર રહી શકો તે માટે તમે લિપ બામ હવે ઘરે જ બનાવી શકો છો. જેનાથી તમારા હોઠ મુલાયમ રહે છે અને સૂકા નથી પડતાં.
1. દાડમ ની લિપ બામ
સામગ્રી
- ¼ કપ દાડમ ના દાણા અને એક ચમચી નારિયેળ તેલ
કેવી રીતે બનાવશો
- એક વાટકી માં દાડમ ણા દાણા નાખી ને તેને ચમચી થી મસળી લો અને તેનું બધુ જ્યુસ કાઢી લો. તેમા એક ચમચી નારિયેળ નું તેલ નાખી ને એક ડબ્બી માં ભરી ને થોડી વાર માટે ફ્રિજર માં મૂકી દો.
- દાડમ માં એંટિ ઓક્સિડેંટ ભરપૂર હોય છે.
- નારિયેળ તેલ માં વસા ખૂબ વધુ હોય છે જેનાથી હોઠ નરમ બને છે.
2. બીટ નો લિપ બામ
સામગ્રી
- તજ ના તેલ ના 2-3 ટીપા અને 1 ચમચી કોકો બટર
કેવી રીતે બનાવશો
- તજ ના તેલ ને કોકો બટર માં મિક્સ કરી ને ફ્રિજ માં મૂકી દો. તૈયાર છે તમારું લિપ બામ
- તજ એક એંટિ ઓક્સિડેંટ છે. તે એક નેચરલ લિપ પલંપર પણ છે જે ને લગાવ્યા પછી જંજાનાટ પણ થાય છે. કોકો બટર હોઠ ને હાયડ્રેટ પણ કરે છે. અને હોઠ ની ચામડી ને પોષણ આપે છે.
3. સ્ટ્રોબેરી લિપ બામ
સામગ્રી
- એક પાકેલી સ્ટ્રોબેરી અને 3 ચમચા નારિયેળ તેલ
કેવી રીતે બનાવશો
- સ્ટ્રોબેરી માં અધિક માત્રા માં વિટામિન સી હોય છે. તે નેચરલ એક્સફોલીટર છે જે શિયાળા માં ફાટેલા હોઠ ને રીપેર કરે છે. નારિયેળ માં રહેલ વસા એક્સફોલીશન પછી હોઠ ને હલકી માલિશ કરે છે. જેનાથી હોઠ નરમ થાય છે.
4. વિટામિન ઈ લિપ બામ
સામગ્રી
- વિટામિન ઇ ની 3 કેપ્સૂલ, 2 ચમચી નારિયેળ તેલ,1 ચમચી કોકો બટર,1 ચમચી લીલી ચા, ( ગુલાબ, લવેન્ડર, વેનીલા) આ ત્રણ માંથી કોઈ એક ના તેલ ના ટીપા
કેવી રીતે બનાવશો
- ખૂબ ઓછા તાપમાને નારિયેળ તેલ ને ઓગાળી ને તેમા લીલી ચા નાખો. થોડી વર તેને એમ જ રહેવા દો.બધા જ ભરી તત્વો નીચે બેસી જશે. હવે તેને કોઈ કોટન કપડાં થી ગાળી લો.હવે તેમા વિટામિન ઈ ની કેપ્સૂલ ને તોડી
- નાખી દો. બધા જ જરુરી તેલ ને મિક્સ કરી દો અને 3 કલાક માટે ફ્રિજ માં મૂકી દો.
- વિટામિન ઈ માં નવા સેલ્સ પેદા કરવાની તાકાત હોય છે. તે ફાટેલા હોઠ ને સારું કરે છે. લીલી ચા માં એંટિ ઓક્સિડેંટ હોય છે. જે હોઠ ની બળતરા ને ઓછું કરે છે.કોકો બટર અને નારિયેળ તેલ લુબ્રિકનટ ની જેમ કામ કરે છે.
આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.
Author : FaktGujarati Team