પ્રોટીનની ઉણપને પૂરી કરવા માટે નાસ્તામાં બનાવો અડદની દાળના બટાકાવડા, જાણો તેને બનાવવાની સરળ રીત 

Image Source

બટાકાના વડા તો તમે ઘણી વખત ખાધા હશે. સાંજના નાસ્તામાં ઘણા બધા લોકો વડા જમવાનું ખૂબ જ પસંદ કરે છે વડા એક ઇન્ડિયન સ્નેક છે. તેવામાં આજે અમે અડદની દાળ ના બટાકા વડા બનાવવાની એક આસાન રેસીપી લઈને આવ્યા છીએ. જે પ્રોટીનની ઉચ્ચ માત્રા થી ભરપુર હોય છે અને સ્વાદમાં ખૂબ જ લાજવાબ હોવાની સાથે પોષણથી ભરપૂર હોવાને કારણે તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ લાભકારી હોય છે. તમે ઈચ્છો તો તેની પૌષ્ટિકતાને વધારવા માટે તેમાં શાકભાજીનો ઉપયોગ પણ કરી શકો છો આવો જાણીએ અડદની દાળના બટાકા વડા બનાવવાની રીત

અડદની દાળ ના બટાકા વડા બનાવવાની સામગ્રી

  • પલાળેલી ૧ કપ અડદની દાળ
  • બટાકા 5 થી 6 નંગ
  • અજમો અડધી નાની ચમચી
  • ઘસેલું આદુ એક નાની ચમચી
  • ઝીણું સમારેલું લસણ ૧ નાની ચમચી
  • લાલ મરચું પાઉડર ૧ નાની ચમચી
  • ચાટ મસાલો ૧ નાની ચમચી
  • ૮ થી ૧૦ ફુદીનાના પાન
  • વટાણાના દાણા ૧ નાની ચમચી
  • તળવા માટે તેલ
  • સ્વાદ અનુસાર મીઠું

Image Source

અડદની દાળ ના બટાકા વડા બનાવવાની રીત

તેને બનાવવા માટે અમે સૌ પ્રથમ અડદની દાળને ધોઈને મિક્સરમાં પીસી લો ત્યારબાદ તેને એક મોટા વાસણમાં બહાર કાઢો. તેમાં મીઠું, લાલ મરચું પાઉડર, ચાટ મસાલો ફુદીનો અને અજમો નાખીને યોગ્ય રીતે મિક્સ કરો. ત્યારબાદ જરૂર ના હિસાબથી તેમા પાણી નાખીને એ ગાઢું મિશ્રણ તૈયાર કરો. તેના પછી એક કઢાઈમાં બે ચમચી તેલ ગરમ કરો અને તેમાં આદું લસણ નાખીને સાંતળો. પછી તેમાં મીઠું, વટાણા ચાટ મસાલો અને લાલ મરચું નાખીને યોગ્ય રીતે હલાવીને મિક્સ કરો. હવે તેમાં બટાકા સ્મેશ કરીને મિક્સ કરી દો. હવે તેને યોગ્ય રીતે હલાવીને ઠંડુ થવા મૂકો. ત્યારબાદ અડદની દાળના મિક્સરમાં તેના નાના નાના ગોળાને વાળો. ત્યારબાદ અડદની દાળને મિક્સરમાં ડીપ કરીને તેને ગરમ તેલમાં ફ્રાય કરો. હવે તમારા અડદની દાળ ના બટાકા વડા બનીને તૈયાર છે. તમે તેને ચટણી સાથે અથવા તો સોસ સાથે ગરમ ગરમ સર્વ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “પ્રોટીનની ઉણપને પૂરી કરવા માટે નાસ્તામાં બનાવો અડદની દાળના બટાકાવડા, જાણો તેને બનાવવાની સરળ રીત ”

Leave a Comment