ઘરે આવી રીતે બનાવો એક મહિના સુધી સ્ટોર કરી શકાય તેવા કરી મસાલાની પેસ્ટ જેનો કોઈપણ શાકમાં ઉપયોગ કરી શકો છો

તમે ઘરે ઉત્તમ શાક ના મસાલા બનાવી શકો છો અને તેને એક મહિના માટે પ્રિઝર્વેટિવ્સ વગર સ્ટોર કરી શકો છો અને કોઈપણ શાકભાજીમાં તેનો ઉપયોગ કરી શકો છો. તો જાણો તેની રેસીપી.

Image Source

ઘરે ભોજન બનાવવું કહેવામાં તો ઘણુ નાનુ કામ લાગે છે, પરંતુ તે હકીકતમાં ઘણુ મહેનત વાળુ કામ છે અને દરરોજ શું બનાવવુ અને ઉતાવળમાં પણ સ્વાદને કેવી રીતે સાચવી રાખવો તે વિચારવુ ખૂબજ મુશ્કેલ થઈ જાય છે. ઘણીવાર આપણને લાગે છે કે બસ ઝડપથી જમવાનુ બને અને આપણુ કામ જલ્દી થઈ જાય. આપણે તેવામાં બજારના મસાલા વગેરેનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે વિચાર્યું છે કે તેવો મસાલો ઘરે પણ બનાવી શકાય છે. અમે વાત કરી રહ્યા છીએ કરી મસાલા અથવા શાકના મસાલા વિશે જેને ઘરે બનાવીને તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો. તો ચાલો જાણીએ કે તેને કેવી રીતે બનાવવામાં આવે છે.

રીત

 •  સૌ પ્રથમ તમે વાસણમાં બે મોટી ચમચી તેલ નાખો અને તેમાં પહેલા સૂકું લાલ મરચું, લસણ, આદુ નાખીને પહેલા તેને થોડી વાર માટે શેકો જેથી તેને ફ્રાય થવાનો થોડો સમય મળે. તમારે તે ધ્યાન રાખવાની જરૂર છે કે તેમાં કોઈપણ શાકભાજીને બારીક કાપવાની જરૂર નથી. કાંદા, ટામેટા, આદુ, લસણ, સૂકું લાલ મરચું બધાને કોઈ મોટા ભાગ માં કાપી શકાય છે.
 • એક વાર આદુ અને લસણ શેકાઈ જાય તો તમે વાસણમાં કાંદા, ટામેટા વગેરે જરૂર ઉમેરો. આમ કર્યા પછી તમે તેને નરમ થાય ત્યાં સુધી પકાવો. તમે ઈચ્છો તો ઢાંકણ બંધ કરીને તેને પકાવી શકો છો અથવા ઢાંકણ ખોલીને પકાવી લો, પરંતુ એ ધ્યાન રાખો કે તે બધી સામગ્રી નરમ થવી જોઈએ.
 • ત્યારબાદ ગેસને બંધ કરી લો અને તેને સારી રીતે ઠંડુ કરી લો. જેમને લાગી રહ્યું હતું કે અમે શાકભાજીને બારીક કેમ ન કાપી તેઓને હવે અહીં જાણ થઈ ગઈ હશે કે તેને પાછળથી પીસવાની છે. શાકભાજી પિસ્યા પછી તેને ફરીથી પકાવવાની છે.

 

 • હવે એક વાસણમાં લગભગ ૪ મોટી ચમચી તેલ નાખો અને તેમાં તે મસાલો નાખી દો. તેલ વધારે એટલે રાખવાનું છે કેમકે આ મસાલાને આપણે સ્ટોર કરીને રાખવાનો છે. આ એવું જ છે જેમ આપણે અથાણું બનાવતી વખતે સ્ટોર કરવા માટે વધારે તેલનો ઉપયોગ કરવાનો હોય છે.
 • હવે તમે બે મિનિટ સુધી તેને પાકવા દો અને ત્યારબાદ તેમાં બધા સુકા મસાલા નાખો. સુકા મસાલામાં હળદર, ધાણા પાઉડર, લાલ મરચું પાવડર, જીરા પાઉડર અને ગરમ મસાલા પાઉડરનો પણ સમાવેશ કરો.
 • તમારે તે વાતનું ધ્યાન રાખવાનું છે કે મીઠું આ મસાલામાં ઉમેરવાનું નથી અને મીઠાનો ઉપયોગ ત્યારે જ કરો જ્યારે શાક બનાવો. અત્યારે આપણે તેને મીઠા વગર અને પ્રિઝર્વેટિવ્સ વગર બનાવીશું.
 • તેને આપણે લગભગ ૧૫-૨૦ મિનીટ બનાવવાનું છે અને ત્યાં સુધી પકવવવાનું છે જ્યાંસુધી મસાલામાં તેલ અલગથી ના દેખાય. તેને ઘણું સારી રીતે હલાવવું જોઈએ. જો તમે તેને વધારે પકાવશો નહિ તો મસાલા લાંબા સમય માટે સ્ટોર કરી શકાય નહિ. આપણે તેને પકવવા માટે ઘણું ધ્યાન રાખવાની જરૂર છે.
 • ત્યારબાદ તેને ઠંડુ થવા માટે રાખી દો. તમારે તેને સ્ટોર કરવા માટે ઠંડુ રાખવાની જરૂર છે. કોઈપણ બરણી કે કન્ટેનર જેમાં તમે મૂકી રહ્યા છો તેમાં બિલકુલ પાણી ન હોવું જોઈએ અને તેને રેફ્રિજરેટર માં જ સ્ટોર કરવાનું છે.

શાકભાજી મસાલા રેસિપી:

Image Source

આ શાકભાજી નો મસાલો ટામેટા અને કાંદા થી બનાવવામાં આવશે અને તમે તેનો ઉપયોગ કોઈપણ શાખામાં કરી શકો છો.

 • કુલ સમય-૩૦ મિનિટ
 • તૈયારીનો સમય-૧૦ મિનિટ
 • જમવાનું બનાવવાનો સમય – ૨૦ મિનિટ
 • પીરસવાનું- ૫
 • રસોઈ સ્તર -મધ્યમ
 • કોર્સ – અન્ય
 • કેલેરી -૩૦૦
 • ભોજન – ભારતીય
 • લેખક – શ્રુતિ દીક્ષિત

સામગ્રી:

 •  ૪ મોટા કાંદા
 •  ૪ ટામેટા
 •  ૨૫ ગ્રામ આદુ
 •  ૩-૪ સૂકા લાલ મરચા
 •  ૧ મોટી ચમચી હળદર પાવડર
 •  ૨ મોટી ચમચી લાલ મરચુ પાવડર
 •  ૧ મોટી ચમચી જીરું પાવડર
 •  ૧.૫ મોટી ચમચી ધાણા પાવડર
 •  ૧ મોટી ચમચી ગરમ મસાલા પાવડર
 •  તેલ જરૂરત મુજબ

રીત:

 • સ્ટેપ ૧.
  સૌથી પહેલા કાંદા, ટામેટા, આદુ અને લસણને મોટા ભાગમાં કાપી લો.
 • સ્ટેપ ૨.
  હવે એક વાસણમાં થોડું તેલ લઈને તેમાં લાલ મરચું, આદુ, લસણ ને ૩૦ સેકન્ડ સુધી પકાવો.
 • સ્ટેપ ૩.
  ત્યારબાદ તેમાં કાંદા, ટામેટા વગેરે નાખી અને પાકવા દો.
 • સ્ટેપ ૪.
  તેને ઠંડુ કરવા તમે પેસ્ટ બનાવી લો. તે પેસ્ટને વધારે તેલ માં પકાવવાનું છે.
 • સ્ટેપ ૫.
  હવે તેમાં સુકા મસાલા નો ઉપયોગ કરો.
 • સ્ટેપ ૬.
  તેમાં મીઠું ન નાખો અને આ મસાલાને ઓછામાં ઓછું વીસ મિનિટ સુધી સારી રીતે પકાવો.
 • સ્ટેપ ૭.
  હવે તમે તેને ઠંડુ કરી સ્ટોર કરી લો.
 • સ્ટેપ ૮-
  તેને કોઈપણ શાકભાજી સાથે ઉપયોગ કરો. તમારો ત્વરિત શાકભાજી નો મસાલો તૈયાર છે.

તમને આ લેખ કેવો લાગ્યો? અમને ફેસબુક પર કમેન્ટ કરીને જરૂર બતાવો. આવી બીજી જાણકારી મેળવવા માટે ફક્ત ગુજરાતી સાથે જોડાયેલા રહો.

#Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *