સવારના નાસ્તાને સ્વાદિષ્ટ બનાવવા માટે ઝટપટ બનાવો લીલી ડુંગળીના પકોડા.

સવારે નાસ્તામાં આદુ વાળી ચા સાથે લીલી ડુંગળીના પકોડા ખાવા ઈચ્છો છો તો તેને બનાવવાની સરળ રીત શીખો.

Image Source

શિયાળાની ઋતુમાં બજારમાં ઘણા પ્રકારના નવા શાકભાજી આવવા લાગે છે. આ ઋતુમાં મોટાભાગે પાંદડાવાળી શાકભાજી આવે છે. આ શાકભાજીઓમાં લીલી ડુંગળી પણ બજારમાં ખૂબ વેચાય છે. લીલી ડુંગળીનું શાક તો સ્વાદિષ્ટ બને જ છે, પરંતુ તમે તેનાથી સવારના નાસ્તા માટે પકોડા પણ બનાવી શકો છો.

લીલી ડુંગળી ના પકોડા બનાવવા ખુબ જ સરળ છે. શ્રેષ્ઠ વાત તો એ છે કે આ પકોડા ખાવામા ખુબ જ સ્વાદિષ્ટ હોય છે અને ચાની ચુસ્કીઓ સાથે તેનો કરકરો સ્વાદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તમે તેને ધાણા ફુદીના ની ચટણી અને આંમલીની ચટણી સાથે પીરસી શકો છો. તો ચાલો જાણીએ ઘરે લીલી ડુંગળીના પકોડા બનાવવાની સરળ રીત.

રીત:

 • સૌપ્રથમ કડાઈને ગેસ પર રાખો અને ધીમા તાપે ગરમ કરો. કડાઈ ગરમ થાય પછી તેમાં આખા ધાણા નાખીને સરખી રીતે શેકો.
 • ત્યારબાદ શેકેલા આખા ધાણાને સરખી રીતે ખાંડીને તેનો ભૂકો તૈયાર કરી લો. ધ્યાન રાખવું કે તમારે તેનો પાઉડર બનાવવાનો નથી.
 • હવે એક વાટકી લો અને તેમાં ચણાનો લોટ, ચોખા નો લોટ, ઇનો, ધાણા પાવડર, ડુંગળી ના પાન, લીલા ધાણા ના પાન બારીક સમારેલા, લીલા મરચા, હળદર પાવડર, મીઠું અને પાણી નાખીને બરાબર મિક્ષ કરો.
 • ધ્યાન રાખવું કે તેનું મિશ્રણ વધારે જાડું કે વધારે પાતળું ન હોવું જોઈએ.
 • ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ કરો અને તેલ ગરમ થાય પછી પકોડાના નાના નાના ટુકડાઓને લઈને તળો.
 • પકોડાને ધીમા તાપે તળવા અને તળ્યા પછી તેને પેપર ઉપર રાખો. તેનાથી તેમાં રહેલું વધારાનું તેલ ચૂસાઈ જશે.
 • ત્યારબાદ તમે ગરમ ગરમ પકોડાને લીલી ચટણી અને આંમલીની ચટણી સાથે પીરસી શકો છો.

લીલી ડુંગળી ના પકોડા:

Image Source

લીલી ડુંગળી ના પકોડા તૈયાર કરવાની સરળ રીત સ્ટેપ માં જાણો.

 • કુલ સમય: ૧૫ મિનિટ
 • તૈયારીનો સમય: ૫ મિનિટ
 • જમવાનું બનાવવાનો સમય: ૧૦ મિનિટ
 • પીરસવાનું: ૪
 • રસોઈ નું સ્તર: મધ્યમ
 • કોર્સ: સવારનો નાસ્તો
 • કેલેરી: ૧૫૦
 • ભોજન: ભારતીય
 • લેખક: અનુરાધા ગુપ્તા

સામગ્રી:

 • ૨ વાટકી લીલી ડુંગળી બારીક કાપેલી
 • ૧ કપ ચણાનો લોટ
 • ૧ કપ ચોખાનો લોટ
 • ૩-૪ લીલી મરચી
 • ૧ મોટી ચમચી લીલા ધાણા બારીક કાપેલા
 • ૧ નાની ચમચી આખા ધાણા
 • ૧ નાની ચમચી લાલ મરચું
 • ૧/૨ ચમચી હળદર પાઉડર
 • ૧/૨ નાની ચમચી ઈનો
 • તેલ અને મીઠું જરૂરિયાત મુજબ

રીત:

સ્ટેપ ૧.

 • સૌપ્રથમ કડાઈ ગરમ કરો અને તેમાં આખા ધાણાને શેકી લો અને ત્યારબાદ તેનો પાવડર તૈયાર કરો.

સ્ટેપ ૨.

 • હવે લીલી ડુંગળીને ધોઈને સાફ કરો અને બારીક કાપી લો. ડુંગળી ની સાથે સાથે લીલી મરચી અને ધાણાના પાન પણ બારીક કાપી લો.

સ્ટેપ ૩.

 • હવે એક વાસણ લો અને તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, ઈનો, હળદર, લીલી મરચી, ધાણાના પાન વગેરે નાખીને સરખી રીતે મિક્સ કરો.

સ્ટેપ ૪.

 • હવે તમે આ મિશ્રણમાં પાણી નાખો અને ઘાટું મિશ્રણ તૈયાર કરો.

સ્ટેપ ૫.

 • મિશ્રણ તૈયાર થયા પછી તેને દસ મિનિટ માટે રાખી દો.

સ્ટેપ ૬.

 • હવે કડાઈમાં તેલ ગરમ કરો અને ઝડપી તાપે પકોડાને કડાઈમાં નાખો.

સ્ટેપ ૭.

 • ત્યારબાદ તાપ ધીમો કરી દો અને પકોડાને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

સ્ટેપ ૮.

 • પછી તમે આ પકોડાની આદુ વાળી ચા સાથે ગરમ-ગરમ પી શકો છો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *