ઈમ્મુનિટી સિસ્ટમ મજબૂત બનાવશે, અને રાખશે બીમારીઑ થી દૂર આ હોમમેડ ડ્રિંક્સ..

આજકાલ ગરમી ની સાથે કોરોના કાળ પણ ચાલી રહ્યો છે તો લોકો પોતાના શરીર નું વધુ ને વધુ ધ્યાન રાખતા થઈ ગયા છે પણ હવે ઈમ્મુનિટી વધારવા માટે બજાર માં પણ ઘણા પ્રકાર ના બૂસ્ટર અને ડ્રિંક્સ મળવા લાગ્યા છે પણ તે બધા માં ઘરે બનાવેલ ડ્રિંક જેવી કોલીટી ણાથી મળતી એટલે જ આજે તમને ઘરે સરળતા થી બનાવી ને પી શકાય તેવા ઈમ્મુનિટી ડ્રિંક્સ વિશે જણાવીશું. જે તમારા શરીર ને કોઈ પણ રીતે નુકશાન નહીં કરે.

Image Source

જે લોકો માં ઈમ્મુનિટી ઓછી હોય તે લોકો જડપ થી કોઈ પણ બીમારી ની ચપેટ માં આવી જાય છે. પણ જો તમે હોમ મેડ ડ્રિંક્સ લેશો તો તે તમને ઇન્ફેકશન થી પણ બચાવશે.

ચાલો જાણીએ ઈમ્મુનિટી ડ્રિંક્સ વિશે..

મોસંબી નું જ્યુસ

Image Source

ખાટા મીઠા સ્વાદવાળુ આ ફળ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમા ભરપૂર માત્રા માં વિટામિન c, મિનરલ્સ અને ફાઇબર મળી આવે છે. જે શરીર ને ઘણી બીમારીઑ થી બચાવે છે. ડોક્ટર પણ બીમારી ના સમય માં દર્દી ને મોસંબી ખાવાની કે પછી તેના જ્યુસ ની સલાહ આપે છે.

દાડમ નું જ્યુસ

Image Source

દાડમ વિટામિન નો સૌથી સારો સ્ત્રોત છે. તેમા વિટામિન c , a અને વિટામિન e ની સાથે સાથે ફોલિક એસિડ પણ હોય છે. તેમા એંટિ-ઓક્સિડેંટ અને એંટિ-વાયરલ ના ગુણ હોય છે. તેમા થી મળતું વિટામિન c અને બીજા એંટિ-ઓક્સિડન્ટ ઇન્ફેકશન થી બચાવે છે. તેમા ફોલિક એસિડ પણ હોય છે. જેનાથી હાઇ બ્લડ પ્રેશર અને એનીમિયા નો ખતરો ઓછો થાય છે. હિમોગ્લોબિન ની ઉણપ માં દાડમ નું સેવન ઘણું સારું ગણવામાં આવે છે. પણ ડાયાબિટિસ ના રોગી તેને ન આરોગે. પ્રેગ્નેન્ટ મહિલા ઓ એ દાડમ નું જ્યુસ ખૂબ જ પીવું જોઈએ. તે ગર્ભ માં રહેલ બાળક માટે ઘણું સારું છે.

અનાનસ નું જ્યુસ

Image Source

અનાનસ નું જ્યુસ પીવું ખૂબ ફાયદાકારક છે. અનાનસ ના જ્યુસ માંથી મળતું વિટામિન c અને એંટિ-ઓક્સિડેંટ આપણાં શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. અનાનસ જ્યુસ માં એવા ઘણા તત્વો હોય છે જે હાડકાં ના દર્દ માં રાહત આપે છે. આ જ્યુસ ને રોજ પીવાથી હાડકાં ના દર્દ અને આંખો ની બીમારી માંથી રાહત મળે છે. અનાનસ ના જ્યુસ માં બીટા-કેરોટિન અને વિટામિન e ભરપૂર માત્રા માં હોય છે. આ જ્યુસ ને પીવાથી અસ્થમા માં નો ખતરો ઓછો થઈ જાય છે. આ જ્યુસ માં એંટિ-ઇન્ફ્લેમેટ્રી હોય છે. જેનાથી આર્થરાઇટીસ થી થતાં દુખાવા અને સોજા થી રાહત મળે છે.

ટામેટાં નું જ્યુસ

Image Source

ટામેટાં નું જ્યુસ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. ટામેટાં એંટિ-ઓક્સિડેંટ તત્વ લાયકોપેન થી ભરપૂર હોય છે. તેનાથી પેટ અને ફેફસા ના કેન્સર નો ખતરો ઓછો થઈ જાય છે. આ ઉપરાંત તે અન્નાશય, મોઢું, ગર્ભાશય, બ્રેસ્ટ ના કેન્સર ના ખતરા ને ઓછું કરે છે. એવું માનવામાં આવે છે કે લાયકોપેન ફેફસા અને દિલ ને થનાર નુકસાન થી બચાવે છે.

શાકભાજી નું મિક્સ જ્યુસ

Image Source

બધા જ પ્રકાર ના જ્યુસ માંથી સૌથી વધારે ફાયદાકારક અને સ્વાસ્થ્ય માટે સારા એવા જ્યુસ ની વાત કરીએ તો તે છે મિક્સ શાકભાજી નું જ્યુસ. ગાજર, કાકડી, બીટ,લીંબુ, પુદીના,આમળું , ટામેટાં,દૂધી અને લીલા પાંદડા વાળા શાકભાજી જેમ કે, પાલક, કોબીજ,વગેરે નું જ્યુસ બનાવી ને પીવું. તેમા તમે વિભિન્ન શાક ના ફાયદા ઉઠાવી શકો છો. આ જ્યુસ થી સોજા ચઢતા નથી અને સ્કીન ને સાફ રાખે છે. અને શરીર ને સંતુલિત બનાવી રાખે છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment