મિનિટોમાં ઘરે બનાવો ગાજર, મૂળા અને લીલા મરચાનું ચટપટું અથાણું

તમે ફક્ત ૧૫ મિનિટમાં ઘરે જ ફટાફટ ગાજર તેમજ મૂળા અને લીલા મરચાનું અથાણું કેવી રીતે બનાવી શકો છો, આજે અમે તમને તેની સરળ રેસિપી બતાવીશું.

Image Source

મજેદાર ભોજન અને તેની સાથે અથાણું…… સાંભળતા જ તમારા મોઢામાં પાણી આવી ગયું ને? અથાણાની સાથે ભોજનનો સ્વાદ કેટલાય ગણો વધી જાય છે. શાકભાજી પસંદ ન હોય પરંતુ સ્વાદિષ્ટ અથાણું મળી જાય તો ભોજનનો અલગ જ સ્વાદ આવે છે. પરંતુ અથાણું બનાવવું એટલી મહેનત નું કામ છે કે તેને ખાવું તો દરેકને પસંદ હોય છે, પરંતુ બનાવવાથી મોટાભાગના લોકો બચે છે. જો તમને પણ અથાણું પસંદ હોય પરંતુ બનાવવાથી બચો છો તો આજે અમે તમને ૧૫ મિનિટમાં ઘરે જ ફટાફટ ગાજર તેમજ મૂળા અને લીલા મરચાનું અથાણું કેવી રીતે બનાવવું તેના વિશે જણાવીશું. તેને બનાવવો ખુબ સરળ છે, તમે તેને કોઈ વિક્ષેપ વગર અને તડકામાં રાખીને બનાવી શકો છો. અને સૌથી સારી વાત એ છે કે તેને બનાવવા માટે તમારે વધારે વસ્તુઓની જરૂર પણ પડતી નથી. તો ચાલો ગાજર, મૂળા અને મરચાનું અથાણું બનાવવાની સરળ રેસિપી વિશે જાણીએ.

ગાજર તેમજ મૂળા અને લીલા મરચાનું અથાણું:

તમે ઘરે જ ઝડપથી ગાજર તેમજ મૂળા અને લીલા મરચાનું અથાણું બનાવી શકો છો.

 • કુલ સમય: ૧૫મિનિટ
 • તૈયારીનો સમય: ૫ મિનિટ
 • જમવાનું બનાવવાનો સમય: ૧૦મિનિટ
 • પીરસવાનુ:૪
 • રસોઈ નું સ્તર: મધ્યમ
 • કોર્સ: અન્ય
 • કેલેરી: ૧૫
 • ભોજન: ભારતીય
 • લેખક: પૂજા સિંહા

સામગ્રી:

 • ગાજર -૨
 • મૂળા-૨
 • લીલા મરચા-૪
 • થાણાના મસાલા માટેની સામગ્રી
 • સરસવ- એક ચમચી
 • જીરુ- એક મોટી ચમચી
 • મેથી – એક મોટી ચમચી
 • આખા મરી- એક મોટી ચમચી
 • ધાણા – એક મોટી ચમચી
 • વરીયાળી – એક મોટી ચમચી
 • સરસવનું તેલ -૧ નાની વાટકી
 • હળદર -૧ નાની ચમચી
 • મરચું પાવડર-૧ નાની ચમચી
 • મીઠું -૧ નાની ચમચી
 • અજમા- ૧ નાની ચમચી
 • આમચૂર પાવડર- ૧ મોટી ચમચી

રીત:

Image Source

 • સ્ટેપ ૧.
  અથાણું બનાવવા માટે તમે સૌથી પહેલાં ગાજર, મૂળા અને મરચાને પાણીથી ધોઈ તેને સ્વચ્છ કપડાથી લૂંછી લો.
 • સ્ટેપ ૨.
  હવે તમે આ બધી વસ્તુઓ ને લાંબા લાંબા ટુકડામાં કાપી લો. પછી એક કડાઈમાં તેલ નાખીને એને ગરમ થવા દો.
 • સ્ટેપ ૩.
  જ્યારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં સૌથી પહેલા કાપેલા મરચાને ફ્રાય કરો.
 • સ્ટેપ ૪.
  મરચાને પાંચ મિનિટ સુધી ફ્રાય કર્યા પછી તેમાં કાપેલા ગાજર અને મૂળા નાખીને ત્રણથી ચાર મિનિટ સુધી હલાવો.
 • સ્ટેપ ૫.
  બીજી બાજુ અથાણાનો મસાલો બનાવવા માટે સૌથી પહેલા સરસવ એક ચમચી, જીરુ એક મોટી ચમચી, મેથી એક મોટી ચમચી, આખા મરી એક મોટી ચમચી, ધાણા એક મોટી ચમચી, વરિયાળી એક મોટી ચમચી મેં વાસણમાં સરખી રીતે ફ્રાય કરી લો.
 • સ્ટેપ ૬.
  બધી વસ્તુઓને એકસાથે ફ્રાય કર્યા પછી તેને મિક્સરમાં પીસી લો અને એક બીજા વાસણમાં કાઢી લો.
 • સ્ટેપ ૭.
  હવે ફ્રાય કરેલા ગાજર, મૂળા અને મરચામાં એક નાની ચમચી હળદર, એક નાની ચમચી મરચું પાવડર, એક નાની ચમચી મીઠું, એક નાની ચમચી અજમા અને એક મોટી ચમચી આમચૂર પાવડર નાખીને સરખી રીતે હલાવો.
 • સ્ટેપ ૮.
  ત્યારબાદ પીસેલા મસાલામાંથી બે ચમચી મસાલો નાખીને ચાર મિનિટ સુધી ધીમા ગેસ બધા મસાલાને મિક્સ કરો.
 • સ્ટેપ ૯.
  તમારું મિક્સ અથાણું બની ગયું. હવે તેને મજેદાર ભોજન સાથે પીરસો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *