શિયાળામાં ઘરે બનાવો સ્વાસ્થ્યવર્ધક ખજૂર અને માવાના લાડુ, અને વધારો ઇમ્યુનીટી

Image Source

શિયાળાની ઋતુમાં લોકો ગરમા ગરમ વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે. જેનાથી તમારા શરીરને ગરમી પ્રદાન થઈ શકે કેમકે શિયાળામાં શરદી, ઉધરસ અને તાવની સમસ્યા ખૂબજ સાધારણ હોય છે. તેનાથી બચવા માટે આજે અમે તમારા માટે ખજૂર અને માવાના લાડુ બનાવવાની રેસીપી લઈને આવ્યા છીએ. ખજૂર એક ખૂબજ સ્વસ્થ અને સ્વાદિષ્ટ ડ્રાયફૂટ છે. તેના સેવનથી તમારું શરીર અંદરથી ગરમ રાખવામાં મદદ મળે છે. આ લાડુ શિયાળાની ઋતુમાં ખાવા ખૂબ ફાયદાકારક હોય છે, તો ચાલો જાણીએ ખજૂર અને માવાના લાડુ બનાવવાની રીત

ખજૂર અને માવાના લાડુ બનાવવાની સામગ્રી

  • ખજૂર
  • મખાને
  • કાજુ
  • નારિયેળ
  • દ્રાક્ષ
  • બદામ
  • ઘી
  • લોટ
  • ખાંડ

ખજૂર અને માવાના લાડુ બનાવવાની રીત

  • તેને બનાવવા માટે સૌથી પેહલા ખજૂરના બીજ કાઢીને અલગ કરો.
  • પછી તમે મિક્સરમાં ખજૂરને પીસીને તેની પેસ્ટ બનાવી લો.
  • ત્યારબાદ તમે નારિયેળને લઈને છીણી લો.
  • પછી તમે કાજુ બદામને બારીક કાપીને પીસી લો.
  • ત્યારબાદ તમે મખાનાને પણ નાના નાના ટુકડા કરો.
  • પછી તમે એક કડાઈમાં ઘી નાખીને ગરમ કરો.
  • ત્યારબાદ તમે તેમાં છીણેલું નારિયેળ અને કાજુ નાખી ફ્રાઇ કરો.
  • પછી તેમાં બદામ, દ્રાક્ષ અને મખાને નાખી અને ફ્રાઈ કરો.
  • ત્યારબાદ તમે તેમાં પીસેલ ખજૂરને પણ નાખીને ફ્રાય કરો.
  • પછી તમે એક કડાઈમાં ઘી નાખીને લોટને સરખી રીતે ભૂરું થાય ત્યાં સુધી શેકી લો.
  • ત્યારબાદ તમે તેને કોઈ એક વાસણમાં કાઢી લો અને બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરો.
  • પછી તમે તમારા હાથમાં ઘી નાખી આ મિશ્રણના નાના નાના લાડુ બનાવી લો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

1 thought on “શિયાળામાં ઘરે બનાવો સ્વાસ્થ્યવર્ધક ખજૂર અને માવાના લાડુ, અને વધારો ઇમ્યુનીટી”

Leave a Comment