વાળને મજબૂત અને સુંદર બનાવશે આ 4 ઉપાય.

Image source

વાળને સ્વસ્થ અને સુંદર બનાવવા માટે ઘરેલુ અને પ્રાકૃતિક રીતો નો ઉપયોગ વધારે સારો થાય છે. તેનાથી વાળ પર કોઈ આડ અસર નથી થતું અને તેની સુંદરતા પણ વધે છે.

સુંદર અને મજબૂત વાળ માટે લોકો શું શું નથી કરતા. જુદા જુદા પ્રકારના શેમ્પૂ, કન્ડિશનર્સ નો ઉપયોગ કરી વાળને ચાલો સુંદર બનાવવાનો પ્રયત્ન કરે છે. જો કે, ઘણા સંશોધન આ વાત ને પુરાવો આપે છે કે બજારમાં મળતા વાળના ઉત્પાદનો કેમિકલ થી ભરપુર હોય છે અને તે વાળને નુકશાન કરે છે. એવા માં વાળની તંદુરસ્તી વધારવા માટે પાકૃતિક અને ઘરેલુ રીતોનો સહારો લઇ શકાય છે. આજે અમે તમને આવાજ કેટલાક ઉપાયો વિશે બતાવવાના છીએ.

ઘરે બનાવેલા શેમ્પૂ નો ઉપયોગ.

Image source
શેમ્પૂ ઘરે પણ બનાવી શકાય છે. ઓછા કેમિકલ વાળું અને ઘરે બનાવેલું હોવાને કારણે તે વાળને ઓછું નુકશાન પોહચાડે છે. ત્યારબાદ અરીઠા, આમળા, શિકાકાઈ ને રાત્રે પાણી માં પલાળી ને રાખી દો. સવારે તેને ઉકાળીને ઠંડુ કરો. ત્યારબાદ તમે તેના વેજીટેટિવ મૈટર નો ઉપયોગ શેમ્પૂ ની જેમ કરી શકો છો.

વાળ માટે ગુલાબજળ.

Image source
શુષ્ક વાળની સમસ્યા થી છુટકારો મેળવવા માટે આ એક અસર કારક ઉપાય છે. તેના માટે ગુલાબજળ ને વાળના મૂળ માં લગાવો. ઓલિતેલ, મધ અને પીસેલા પપૈયા ના મિશ્રણ થી તૈયાર કરેલું ઘરેલુ શેમ્પૂ પણ વાળના સુકપણા થી છુટકારો મેળવવા માં મદદ કરે છે.

મુલતાની માટી પણ અસર કારક છે.

વાળ માં વધારે પ્રમાણ માં સીબમ નો ઉપયોગ કરવાથી નુકશાન કારક હોય શકે છે. તેવામાં મુલતાની માટી તેનાથી છુટકારો મેળવવા માં મદદ કરી શકે છે. તેના માટે મુલતાની માટી, આમળા, અરીઠા, શિકાકાઈ ના મિશ્રણને વાળમાં લગાવો અને ૪૦ મિનીટ સુધી તેનાથી શેમ્પૂ કરો.

સૂતા પહેલા કાસકો કરવો.

Image source
રાત્રે સૂતા પહેલા કાસકો કરવાની ટેવ તમારા વાળ ને મજબૂત બનાવે છે. તેના માટે સૂતા પહેલા ૫૦ મિનીટ પેહલા વાળ માં કાસકો કરવાનું ભૂલવું નહીં. ઘણા બધા લોકો ની વાળ માં ટુવાલ લપેટવાની આદત રાખે છે. તે વાળને નુકશાન પોહચાડે છે. ભીનો ટુવાલ થી વાળના ખરવા નું પ્રમાણ વધી શકે છે.

આવા જ સરસ લેખ અથવા આવનારા પાર્ટની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment