ઓઈલી સ્કિનને ચમકીલી બનાવવા માટે ઘરે કરો ગ્રીન ટી ફેશિયલ, જાણો સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ પ્રોસેસ

Image Source

ચેહરા પર કુદરતી ચમક લાવવા માટે આપણે કેટલીય રીતનો ઉપયોગ કરીએ છીએ. તેમાંથી ફેશિયલ પણ એક એવી રીત છે, જેનાથી ત્વચા અંદરથી સાફ થાય છે. ઓઇલી સ્કિન વાળા લોકો માટે સૌથી મોટી સમસ્યા હોય છે કે ક્યારેક ક્યારેક ફેશિયલ કરાવવા પર ખીલ થવા લાગે છે, આવી સ્થિતિમાં ઘણા લોકો મુંઝવણમાં રહે છે કે ચેહરા પર કેવા પ્રકારનું ફેશિયલ કરવું જોઈએ? આજે અમે તમને ઘરે જ ગ્રીન ટી ફેશિયલ કરાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ જણાવી રહ્યા છીએ.

ફેસ કલિંજીંગ બનાવવા માટે

  • આખી રાત ગ્રીન ટીના એક બેગને પાણીમાં ડૂબાડીને રાખી દો.
  • આ પાણીને સવારે એક બોટલમાં ભરી લો. ગ્રીન ટીના આ પાણીથી તમે ઘણા બ્યુટી ઉત્પાદન બનાવી શકો છો.
  • હવે તમે એક વાટકીમાં દહીં લો અને તેમાં ગ્રીન ટી નાખો.
  • ત્યારબાદ લીંબુનો રસ આ મિશ્રણમાં ઉમેરી દો.
  • આ મિશ્રણથી ચેહરાને સાફ કરો.
  • મોં ધોવા માટે ઠંડા પાણીનો ઉપયોગ કરો.
  • જો તમારી ત્વચા ઓઇલી છે, તો તમને ખુલ્લા ત્વચાના છિદ્રોની સમસ્યા થશે, તેથી ઠંડા પાણીનો ઉપયોગ કરો, તે છિદ્રોનું કદ ઘટાડે છે.

આ રીતે ફેસ સ્ક્રબ બનાવો

  • ગ્રીન ટીના પાવડર અને કોફી પાવડરને એક વાટકીમાં મિક્સ કરો.
  • આ મિશ્રણથી 2 મિનિટ માટે ચેહરા અને ગળાના ભાગને સ્ક્રબ કરો.
  • પછી ઠંડા પાણીથી ચેહરાને ધોઈ લો.
  • ગ્રીન ટીની સાથે કોફી ઉમેરી ચેહરા પર સ્ક્રબ કરવાથી ત્વચામાં ચમક આવે છે અને મૃત ત્વચા પણ દૂર થાય છે.

આ રીતે કરો ફેશિયલ સ્ટીમ

  • પાણીમાં ગ્રીન ટી બેગ નાખી તેને સરખી રીતે ઉકાળી લો.
  • હવે આ પાણીથી ફેશિયલ સ્ટીમ લો.
  • 5 મિનિટથી વધારે ફેશિયલ સ્ટીમ લેશો નહિ.
  • ત્યારબાદ ચેહરાને રૂમાલથી લૂછી લો.
  • ફેશિયલ સ્ટીમ લેવાથી ત્વચાના છિદ્રોમાં રહેલ ગંદકી બહાર નીકળવા લાગે છે અને ત્વચા અંદરથી સાફ થાય છે.

ફેસ મસાજ કરો

  • એક વાટકીમાં દૂધ, ગ્રીન ટીનું પાણી અને લીંબુનો રસ મિક્સ કરો.
  • હવે તેનાથી ત્વચાને 5 મિનિટ સુધી મસાજ કરો.

ફેસ પેક બનાવવા માટે

  • એક વાટકીમાં એલોવેરા જેલ અને ગ્રીન ટીને મિક્સ કરો.
  • હવે આ ઘરે બનાવેલ ગ્રીન ટી ફેસપેકને ચેહરા પર લગાવો.
  • 15 મિનિટ પછી ચેહરાને સાફ કરી લો.

ફેસ ટોનિંગ કરવા માટે

  • એક સ્પ્રે બોટલમાં ગ્રીન ટીનું પાણી, ગુલાબ જળ અને લીંબુનો રસ નાખો.
  • પછી તેને સારી રીતે હલાવો અને ફ્રીજમાં 15 થી 20 દિવસ માટે સ્ટોર કરી લો.
  • આ ટોનરનો ઉપયોગ ફેશિયલ પૂરું થયા પછી ચોક્કસ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment