અલગ-અલગ પ્રકારના રોલ ને આ ત્રણ રીતે બનાવો, અને લગાવો સ્વાદનો અનોખો તડકો 

Image Source

જો તમે કંઈક નવું ટ્રાય કરવા માંગો છો તો તમારે રોલ બવવા જોઈએ. આજે અમે તમને જણાવીશું કેવી રીતે તમે એક રોલ ને અલગ અલગ રીત થી બનાવી શકો છો. આવો જાણીએ રોલની અલગ અલગ પ્રકારની રેસિપી વિશે.

Image Source

આલુ સુજી રોલ

સામગ્રી

 • 1/2 કપ સોજી
 • 1/2 કપ સમારેલા ગાજર
 • 1/2 કપ સમારેલા કેપ્સીકમ
 • 1/2 કપ સમારેલી ડુંગળી
 • 2 મધ્યમ છૂંદેલા બટાકા
 • 1/4 કપ – દહીં
 • 1/4 ચમચી ચાટ મસાલો
 • 1/2 ચમચી લાલ મરચું પાવડર
 • 1/2 ચમચી ગરમ મસાલો
 • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
 • મેયોનીઝ
 • ટોમેટો કેચઅપ
 • તેલ
 • બાંધેલો લોટ 

બનાવવાની રીત

સુધીર બનાવવા માટે તમારે સૌ પ્રથમ અડધો કપ સુધી જોઈ છે ત્યાર બાદ તેમાં દહીં નાખો અને આ પેસ્ટની અંદર થોડું મીઠું અને પાણી નાખો ત્યારબાદ તેને ઢાંકીને અલગથી મૂકો.

ત્યારબાદ બાફેલા બટાકાને સારી રીતે મિક્સ કરો બટાકા સારી રીતે મસળી લીધા બાદ તેમાં મીઠું, ચાટ મસાલો, લાલ મરચું પાવડર, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો નાખીને તેને સારી રીતે હલાવી લો.

હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં ડુંગળી, મરચાં અને લસણ ની પેસ્ટ નાખો, ત્યારબાદ તેમાં ગાજર, સિમલા મિર્ચ નાખીને ચઢવા દો. અંતમાં તેમાં બટાકા નાખો અને દરેક સામગ્રીને સારી રીતે મિક્સ કરો.

ત્યારબાદ નો રોલ બનાવો હવે રોલ ને તમે કોઈપણ શેપ આપી શકો છો. અને અંતમાં રોલ ઉપર મેયોનીઝ અને ટોમેટો કેચઅપ નાખો. તથા અંતે બટાકા નું સ્ટફિંગ ભરો તૈયાર છે તમારો આલુ રોલ.

paneer kathi roll recipe

Image Source

પનીર કાઠી રોલ

સામગ્રી

 • તેલ
 • દહીં
 • બાંધેલો લોટ 
 • ડુંગળી
 • કેપ્સીકમ
 • લીલું મરચું
 • આદુ લસણની પેસ્ટ
 • ઓરેગાનો
 • 1 ચમચી – હળદર પાવડર
 • 1/2ટીસ્પૂન ધાણા પાવડર
 • 1/2 ટીસ્પૂન જીરું પાવડર
 • 1/2ટીસ્પૂન ગરમ મસાલા પાવડર
 • 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર
 • 1 ચમચી – ચાટ મસાલા પાવડર 
 • 1 ટીસ્પૂન – કાશ્મીરી લાલ મરચું પાવડર
 • 1 ચમચી સંચળ 
 • મીઠું
 • ટોમેટો કેચઅપ

બનાવવાની રીત

એક મોટા બાઉલમાં, 6 ચમચી જાડું દહીં નાખો.

ત્યારબાદ આદુ લસણની પેસ્ટ, અજમો ,1/2 ટીસ્પૂન હળદર પાવડર, ટીસ્પૂન ધાણા પાવડર, ½ટીસ્પૂન જીરું પાવડર, ½ટીસ્પૂન ગરમ મસાલા પાવડર, ½ ટીસ્પૂન આમચૂર પાવડર, ટીસ્પૂન ચાટ મસાલા પાવડર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર, સંચળ અથવા જરૂર મુજબ મીઠું ઉમેરો.

ત્યારબાદ તેમાં એક ચમચી લીંબુનો રસ નાખો અને સારી રીતે મિક્સ કરો.હવે તેમાં પનીરના ટુકડા કાપીને નાંખો ત્યારબાદ પનીરને સારી રીતે કોટ કરો અને 30 મિનિટ સુધી ઢાંકીને રહેવા દો.

પનીર મેરીનેટ થઈ જાય ત્યાર બાદ તેને ટ્રાય કરો અને પછી લોટ બાંધ્યો છે તેના પરાઠા બનાવવા. જ્યારે તમે પનીર ફ્રાય કરી લીધું હોય ત્યારબાદ રોલમાં ટમેટો કેચપ લગાવો અને પનીર ની સાથે સમારેલી ડુંગળી, સીમલા મરચું અને લીલું મરચું નાખો.

પનીર કાઢી રોલ તૈયાર છે તેને લીલી ચટણી સાથે સર્વ કરો.

vegetable roll recipe

Image Source

વેજિટેબલ રોલ

સામગ્રી

 • લીલી ડુંગળી
 • ડુંગળી
 • કેપ્સીકમ
 • ગાજર
 • લસણ
 • લીલું મરચું
 • તેલ
 • બાંધેલો લોટ 
 • મીઠું
 • ઓરેગાનો
 • મેયોનિઝ
 • ટોમેટો કેચઅપ

બનાવવાની રીત

વેજિટેબલ રોલ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો, ત્યારબાદ તેમાં લસણ અને લીલું મરચું નાખીને થોડું સાંતળો.

લસણ અને લીલા મરચા સંતળાઈ જાય ત્યાર બાદ તેમાં ગાજર લીલી ડુંગળી, શિમલા મરચા, ડુંગળી અને મીઠું નાખો. આ શાકભાજી નરમ થઈ જાય ત્યાં સુધી ચડવા દો એ વાતનું ધ્યાન રાખો કે શાકભાજીને વધુ ચઢવા દેવાની નથી.

જ્યારે શાકભાજી નરમ થવા લાગે ત્યારે ગેસ બંધ કરો ત્યારબાદ બાંધેલા લોટની રોટલી બનાવો તમે ઈચ્છો તો સિમ્પલ રોટલી અથવા રોટલી ને ક્રિસ્પી કરવા માટે તેમાં તેલ પણ લગાવી શકો છો.

જ્યારે રોટલી બનીને તૈયાર થઇ જાય ત્યારે તેમાં સૌથી પહેલા મેયોનીઝ ત્યારબાદ ટોમેટો કેચપ આખી રોટલી ઉપર લગાવો, પછી શાકભાજી નાખો અને વેજીટેબલ રોલ ને તૈયાર કરો. વેજિટેબલ રોલ બનીને તૈયાર છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment