માવા નો ઉપયોગ કર્યા વગર બનાવો દુધીનો સ્વાદિષ્ટ હલવો

Image Source

લગભગ દરેક લોકો પોતાના ઘરમાં દુધીનો હલવો બનાવવા માટે માવાનો ઉપયોગ કરે છે પરંતુ આજે અમે તમને માવા વગર દુધીનો હલવો કેવી રીતે બનાવવો તેની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, આ દૂધીના હલવાની ખાસ વાત એ છે કે તમે વ્રત અથવા ઉપવાસ દરમિયાન પણ ખાઇ શકો છો અને તે સ્વાદ અને સ્વાસ્થ્યથી ભરપૂર હોય છે. તો આવો આજે આપણે જાણીએ માવા વગર સ્વાદિષ્ટ અને લઝીઝ દૂધીનો હલવો બનાવવાની રીત.

Image Source

માવા વગર દુધીનો હલવો બનાવવા માટેની સામગ્રી

 • 1 દુધી
 • 1 કપ ખાંડ
 • 1 કપ મલાઈવાળું દૂધ
 • 4 ટેબલ સ્પૂન ઘી
 • 1 ટી.સ્પૂન કાજુ પાઉડર
 • ¼  ટી સ્પુન ઈલાયચી પાવડર
 • 4 -5 બદામ
 • 4- 5 કાજુ

Image Source

માવા વગર દુધીનો હલવો બનાવવા માટેની રીત

 • સૌ પ્રથમ દૂધીની છાલ કાઢીને છીણી લો.
 • મધ્યમ આંચ પર એક પેન મૂકીને એક ચમચી ઘી નાખીને ગરમ કરવા મુકો.
 • ત્યારબાદ તેમાં દૂધી નાખીને બરાબર હલાવીને 5 મિનિટ સુધી શેકો.
 • ત્યારબાદ તેમાં દૂધ નાખીને ચડવા દો.
 • પછી તેમાં ખાંડ નાખીને તે ઓગળે નહી ત્યાં સુધી હલાવતા રહો.
 • હવે તેમાં કાજુ પાવડર, ઈલાયચી પાવડર,અને ઘી નાખીને આ મિશ્રણ પેન માંથી છૂટું ના પડે ત્યાં સુધી ચડવા દો.
 • બે મિનિટ પછી ગેસ બંધ કરીને આ મિશ્રણને એક વાસણમાં કાઢો.
 • તૈયાર છે સ્વાદિષ્ટ દૂધીનો હલવો, તેને કાજુ અને બદામ ની કતરણથી ગાર્નિશ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment