કેળા, ગોળ અને લોટથી બનાવો સ્વાદિષ્ટ માલપુવા, વધુ ખાવા છતાં નહિ વધે વજન

Image Source

જો તમને પણ કંઈક ગળ્યું ખાવાની ઈચ્છા હોયતો તમે આ હેલ્ધી કેળા માંથી બનેલા માલપુવા ખાઈ શકો છો.તેનાથી તમારું વજન પણ નહીં વધે અને ખાવાની ઈચ્છા પણ પૂરી થઈ જશે. તેને બનાવવું ખૂબ જ આસાન છે.

ઘણી વખત આપણે દરરોજ રોટલી અને શાક ખાવાથી કંટાળી જઈએ છીએ. અને તેવામાં આપણને કંઈક ગળ્યું ખાવાની ઈચ્છા થાય છે. પરંતુ ગળ્યું ખાવાથી આપણું વજન વધવા લાગે છે. જો આપણે બહારની કેક, પેસ્ટ્રી અથવા તો આઈસ્ક્રીમ ખાઈએ છીએ તો તેનાથી આપણા શરીરને નુકસાન પહોંચે છે.આજે અમે તમને ગળ્યુ ખાવા માટે એક સુપર હેલ્ધી ઑપ્શન જણાવી રહ્યા છીએ.જો તમને કંઈક ગળ્યું ખાવાની ઈચ્છા હોય તો તમે કેળા થી બનતા માલપુઆ ખાઈ શકો છો.જે લોકો ગળ્યું ખાવાના શોખીન છે તે હંમેશાં કંઈક ને કંઈક ગળ્યું બનાવીને ખાતા રહે છે. ઘણા લોકો ગળ્યુ ઘરમાં પણ બનાવે છે.અમે તમને કેળા,ઘઉંનો લોટ અને ગોળ થી બનતા માલપૂવા ની રેસિપી જણાવી રહ્યા છીએ. આ માલપુવા ખૂબ જ હેલ્ધી અને ક્રિસ્પી હોય છે. કેળા થી બનતા માલપુવામાં આપણે ઘઉંના લોટનો અને ગોળની ચાસણી નો ઉપયોગ કરી રહ્યા છીએ. જેમાં તમારું વજન પણ નહીં વધે અને તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી હોય છે. તમે તેને ઈચ્છા હોય તેટલા ખાઈ શકો છો.

કેળા થી બનતા માલપૂવા ની રેસીપી

 1. સૌ પ્રથમ 2 નાની સાઈઝના કેળાને સારી રીતે સ્મેશ કરી લો.
 2. હવે એક બાઉલમાં કેળા નાખો અને તેમાં એક ગ્લાસ દૂધ નાખો.
 3. ત્યારબાદ તેમાં અડધો કપ રવો ઉમેરો.
 4. અડધો કપ ઘઉંનો લોટ તેમાં નાખો.
 5. થોડું કેસર અને અડધી ચમચી ઇલાયચી પાઉડર નાખો.
 6. ત્યારબાદ તેમાં અડધી ચમચી વરિયાળી નો પાઉડર અને અડધી ચમચી આખી વરીયાળી નાખો.
 7. પછી તેમાં એક ચપટી મીઠું અને ત્રણ ચમચી કન્ડેન્સ મિલ્ક નાખો.
 8. હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને બે કલાક માટે આ ધોળને સાઇડ પર મૂકી રાખો.
 9. બે કલાક પછી આ બેટર થોડું ફુલી જશે હવે તેને સારી રીતે મિક્સ કરો.
 10. હવે કોઇપણ પેનમાં રિફાઇન્ડ અથવા તો દેશી ઘી નાખીને આ ઘોળને ચમચીની મદદથી નાખો.
 11. હવે માલપુવા થોડા ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તળો. ધ્યાનમાં રાખો કે તમારી ફ્લેમ મીડીયમ હોવી જોઈએ.
 12. હવે એક વાસણમાં ઘોળ લો. હવે તેમાં 2 કપ પાણી નાખીને પાતળી ચાસણી બનાવો.
 13. ચાસણી માં તળેલા માલપુવા નાખો અને લગભગ પાંચ મિનિટ પછી બહાર કાઢો.
 14. બદામ અને પીસ્તા થી માલપુવા ને સજાવીને સર્વ કરો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment