ઘરે જ બનાવો સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ કોકો બરફી ફક્ત 10 મિનિટ માં

ઇન્સ્ટન્ટ કોકો બર્ફી એક સરળ રેસીપી છે જેને તમે કોકો પાવડરનો ઉપયોગ કરીને સરળતાથી બનાવી શકો છો. આ સ્વાદિષ્ટ રેસીપી બાળકો ને ખૂબ જ ભાવતી હોય છે કારણ કે તેમા કોકો પાવડર અને કન્ડેન્સ મિલ્ક નો ઉપયોગ થતો હોય છે, અને તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચાલો જાણીએ તેને બનાવા માંટે ની રેસીપી

Image Source

મુખ્ય સામગ્રી

  • ઘઉંના બિસ્કીટ

મુખ્ય વાનગી માટે

  • જરૂર મુજબ કાજુ
  • 3 ચમચી કન્ડેન્સ્ડ દૂધ
  • 3 ચમચી કોકો પાવડર

વિધિ

સ્ટેપ 1:

Image Source

પહેલા બધાં બિસ્કિટને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લો અને તેને બારીક પીસી લો, હવે આ બિસ્કીટનો પાવડર એક બાજુ રાખો.

સ્ટેપ 2:

Image Source

હવે બિસ્કીટ પાવડરમાં કોકો પાવડરને સારી રીતે મિક્સ કરો. હવે આ મિશ્રણમાં થોડું-થોડું કન્ડેન્સ્ડ દૂધ નાંખો અને ચમચીની મદદથી તેને સારી રીતે મિક્સ કરો હવે તેને લોટ ની જેમ બાંધી લો.

સ્ટેપ 3:

Image Source

હવે એક રોલિંગ બોર્ડ લો અને તેને સારી રીતે ગ્રીસ કરો જેથી મિક્સર તેની પર ચોટી ન જાય.  હવે વેલણ ની મદદ થી તેને વણી લો. તેની જાડાઈ બ્રેડની બરાબર હોવી જોઈએ. હવે તેને કુકી ના શેપ માં કાપી લો.

બોર્ડ પર થી કુકી ને કાઢી લો અને તેની પર કાજુ સજાવી લો. તમારી ઇન્સ્ટન્ટ કોકો બર્ફી તૈયાર છે.  તરત જ તેને પીરસો. તમારા ઘરે દૂધ, ખોયા, માવા માંથી પરંપરાગત રીતે બરફી બનતી જ હશે. આ રીતે તૈયાર કરેલા બર્ફીને ઘણો સમય અને મહેનત લાગે છે. પરંતુ આજની જડપી લાઇફ માં આ એક સરળ રેસીપી છે.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *