શિયાળામાં ઘરે રહેલા શાકભાજીઓ માથી બનાવો સ્વાદિષ્ટ મિક્સ વેજ પાણીવાળું અથાણું, જાણો તેની સરળ રેસિપી

Image Source

ઘરમાં હંમેશા કેટલીક શાકભાજીઓ એવી હોય છે, જેને કોઈ ખાવા ઈચ્છતું નથી. આવી સ્થિતિમાં તમે આ શાકભાજીઓ માંથી મિક્સ વેજ પાણીવાળું અથાણું બનાવી શકો છો.

શિયાળામાં જુદા જુદા પ્રકારની શાકભાજીઓ મળે છે, જેના કારણે રસોડામાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાતું નથી. તેટલું જ નહીં, ઘણીવાર ઘરના સભ્ય પણ શાકભાજીને લઈને અલગ અલગ વિનંતી કરે છે. આવી સ્થિતિમાં કોઈને ગાજર પસંદ હોતું નથી તો કોઈક મૂળો ખાવા ઈચ્છતા નથી. આવી સ્થિતિમાં કોના માટે શું બનાવવું તે સમજાતું નથી, પરંતુ તમે જો શિયાળામાં બટેકા, ગાજર, મૂળા અને કોબીનો ઉપયોગ કરી મિક્સ વેજ પાણીવાળું અથાણું બનાવશો તો વિશ્વાસ કરો કે ઘરના દરેક સભ્ય તેને ખાવાનું પસંદ કરશે. તો ચાલો જાણીએ કે ઘરે રહેલ શાકભાજીઓની મદદથી તમે મિક્સ વેજ પાણીવાળું અથાણું કેવી રીતે બનાવી શકાય છે.

મિક્સ વેજ પાણીવાળા અથાણાની રેસિપી

મિક્સ વેજ પાણીવાળા અથાણાને બનાવવામાં લગભગ અડધો કલાકનો સમય લાગે છે. તમે ઇચ્છો તો તેમાં તમારી મનપસંદ શાકભાજીઓ પણ ઉમેરી શકો છો.

 • કુલ સમય : 30 મિનિટ
 • તૈયાર થવાનો સમય : 25 મિનિટ
 • જમવાનું બનાવવાનો સમય : 5 મિનિટ
 • કેટલા લોકો માટે : 4
 • રસોઈ સ્તર: મિડીયમ
 • અભ્યાસક્રમ: અન્ય
 • કેલેરી: 2000
 • ભોજન: ભારતીય

Image Source

સામગ્રી

 • છાલ કાઢેલા બીટ – 2
 • છાલ કાઢેલા ગાજર – 2
 • છાલ કાઢેલા મૂળા – 1
 • સરસવનું તેલ – 2 ચમચી
 • સરકો – 2 ચમચી
 • મીઠું – સ્વાદ મુજબ
 • સરસવના દાણા – 3 મોટી ચમચી ( કરકરી પીસેલી )
 • વરિયાળી – 1 નાની ચમચી ( દરદરી પીસેલી )
 • અડધી ચમચી લાલ મરચું પાવડર
 • અડધી ચમચી હળદર પાવડર

બનાવવાની રીત

આ અથાણું બનાવવું ખૂબ સરળ છે. સૌથી પેહલા તમારે એક વાસણમાં લગભગ ત્રણ કપ પાણી લઈને તેને ઉકળી લેવાનું છે. પાણીને કોઈ પ્લેટ અથવા વાસણ ઢાંકીને ઉકાળશો તો તે ઝડપથી ઉકળશે.

જ્યાં સુધી પાણી ઉકળી રહ્યું છે ત્યાં સુધી તમારી પાસે જે શાકભાજી છે તેને એક એક ઇંચ ટુકડામાં કાપી લો. તમે આ અથાણામાં મૂળા, કોબી, ગાજર, બટેકા અને બીટનો ઉપયોગ કરી શકો છો.

શાકભાજીઓ કાપ્યા પછી તેને એક વાર સાદા પાણીથી ધોઈ લો અને પછી ઉકાળેલ પાણીમાં નાખી લગભગ ત્રણ મિનિટ સુધી તેને ઉકળવા દો.

ગેસને ત્રણ મિનિટ પછી બંધ કરી દો અને શાકભાજીને પાંચ મિનિટ સુધી તેમજ વાસણમાં ઢાંકીને રહેવા દો. તમે પાંચ મિનિટ પછી જ્યારે ઢાંકણ ખોલશો તો શાકભાજી અથાણાં માટે તૈયાર થઈ જશે.

હવે આ શાકભાજીને ઠંડુ થવા દો અને પછી તેને પાણીની સાથે એક બાઉલમાં મૂકો. આ મિશ્રણમાં તમારે બરછટ સરસવ પાવડર, લાલ મરચું પાવડર, મીઠું, વરિયાળી પાવડર અને હળદર પાવડર નાખવાનું છે. પછી આ મિશ્રણને સરખી રીતે મિક્સ કરી લો. મિક્સ કર્યા પછી તેમાં સરસવનું તેલ અને સરકો નાખી વધુ એક વાર સરખી રીતે મિક્સ કરી લો.

હવે કોઈ મોટી બરણીમાં મિક્સ વેજ પાણીવાળા અથાણાને ભરીને રાખો. જો તમે આ અથાણાને 1.5 થી 2 મહિના સુધી રાખવા ઇચ્છો છો તો તેને ફ્રીજમા રાખો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment