ઘરે બનાવો તવા પનીર ટીકા મસાલા, જેનો રેસ્ટોરન્ટ જેવો લાજવાબ સ્વાદ ચાખીને તમે પણ કેહશો વાહ!!!

Image Source

પનીર માંથી બનેલી ડીશ લંચમાં ખાઓ મલઅથવા નાસ્તામાં, બધી રીતે તેનો સ્વાદ સારો લાગે છે. તમે પણ પનીરની ઘણા પ્રકારની ડિશનો સ્વાદ માણ્યો હશે, પરંતુ આજે બનાવીને ખાઓ તવા પનીર ટિક્કા મસાલા. તેનો એક વાર સ્વાદ લીધા પછી તમે આંગળીઓ ચાટતા રહી જશો.

તૈયાર કરવા માટે સામગ્રી

  • 250 ગ્રામ પનીર ( ચોરસ કાપેલ )
  • 1/2 કપ શિમલા મરચું ( જીણું સમારેલું )
  • 1/4 કપ કાંદા ( જીણા સમારેલા )
  • 2 કપ દહીં
  • 1/4 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી હળદર પાવડર
  • 1 ચમચી ચણાનો લોટ
  • 1 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ

ગ્રેવી માટે

  • 1 કાંદો કાપેલો
  • 2 ટામેટાની પ્યુરી
  • 1/4 કપ કાજુની પેસ્ટ
  • 1/4 ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1/4 ચમચી હળદર પાવડર
  • 1 ચમચી કસૂરી મેથી
  • તેલ જરૂરિયાત મુજબ

તવા પનીર ટીક્કા બનાવવાની રીત

  • સૌથી પેહલા મેરીનેટની સામગ્રીને એક વાટકીમાં નાખી મિક્સ કરી લો.
  • પછી પનીર, શિમલા મરચું અને કાંદા નાખી સરખી રીતે મિક્સ કરી અડધા કલાક માટે તેમજ રેહવા દો.
  • ધીમા તાપે તવા પર તેલ નાખી ગરમ કરવા માટે રાખો.
  • તેમાં મેરિનેટ કરેલું પનીર, શિમલા મરચું અને કાંદા નાખી ફ્રાઈ કરી લો.
  • બીજી બાજુ વાસણમાં તેલ નાખી ગરમ કરવા માટે રાખો.
  • તેમાં કાંદા નાખીને સાંતળી લો.
  • ત્યારબાદ ટામેટાની પ્યુરી નાખીને પકાવો.
  • હવે તેમાં કાજુની પેસ્ટ અને બાકી રહેલું મેરીનેટેડ મિશ્રણ નાખી 2 મિનિટ હલાવતા શેકો.
  • તેમાં હળદર પાવડર, ગરમ મસાલો, લાલ મરચાનો પાવડર અને મીઠું નાખીને શેકો.
  • મસાલો તેલ છોડે પછી તેમાં થોડું પાણી નાખી એક ઉફાળો આવે ત્યાં સુધી પકાવો.
  • પછી ફ્રાઈ કરેલ પનીર, શિમલા મરચું અને કાંદા નાખી મિક્સ કરો અને 5-10 મિનિટ સુધી પકાવો.
  • થોડા સમય પછી ગેસ બંધ કરી કસૂરી મેથી નાખો.
  • તવા પનીર ટિક્કા મસાલા તૈયાર છે. તેને રૂમાલી રોટલી સાથે પીરસો.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Comment