ફક્ત 20 મિનિટમાં જ ઘરે બનાવો એલોવેરા ફ્રૂટ ફેશિયલ, ઓછી કિંમતમાં મેળવો ભરપૂર ગ્લો

Image Source

જો તમે તમારી સ્કીન ને ઓછા પૈસા અને નેચરલ વસ્તુઓની મદદથી સુંદર બનાવવા માંગો છો તો એલોવેરા ફ્રૂટ ફેશિયલનો ઉપયોગ કરો.

જ્યારે આપણી ત્વચાની વાત આવે છે ત્યારે તાજા ફળ અને એલોવેરા જેલ માં ખૂબ જ સારા લાભકારી ગુણ જોવા મળે છે.આ બંને વસ્તુઓ દરેક આવશ્યક સંયોજકો સાથે તમારી ત્વચાને પોષણ આપી શકે છે અને તેને હેલ્ધી અને મજબૂત પણ બનાવી શકે છે આ આર્ટિકલમાં અમે તમારી સાથે એલોવેરા ફ્રૂટ ફેશિયલ શેર કરવા જઈ રહ્યા છે જે તુરંત ગ્લોઈંગ વચા મેળવવા માટે તમારી મદદ કરશે. તેને તમે ઘરે માત્ર ૨૦ મિનિટમાં આસાનીથી અને ઓછા ખર્ચે બનાવી શકો છો આવો આપણે સ્ટેપ બાય સ્ટેપ તેને લગાવવાની રીત વિશે જાણીએ

Image Source

સ્ટેપ 1:  ક્લીન્ઝિંગ

 આ ક્લીન્ઝર તમારી ત્વચા પર ઉપસ્થિત દરેક ગંદકી ધુળ અને અન્ય પ્રદૂષણને પ્રભાવિત સંગથી દૂર કરી શકે છે તે તમારા ચહેરાને સન ટેનિંગ અને સન ડેમેજ થી આસાનીથી બચાવી શકે છે. તેની સાથે જ ફ્રુટ પ્લેઝર તમારા ચહેરાને પ્રાકૃતિક રૂપથી તુરંત એક ચમક પ્રદાન કરી શકે છે આ ક્લીનરને તૈયાર કરવા માટે તમારે આ વસ્તુની આવશ્યકતા છે

સામગ્રી

 • દહીં – બે મોટી ચમચી
 • કાચુ મધ – એક થી બે મોટી ચમચી
 • બ્લુબેરી – બે થી ત્રણ

બનાવવાની રીત

 • એક સાફ મિક્સિંગ બાઉલમાં લો અને તેમાં બ્લુબેરી નો અર્ક નાખો.
 • હવે દરેક સામગ્રીને મિક્સિંગ બાઉલમાં નાખો ત્યારબાદ સામગ્રીને યોગ્ય રીતે મિક્સ કરીને ક્લીન્ઝર તૈયાર કરો.
 • તમારું  ક્લીન્ઝર તૈયાર છે.
 • આ ક્લીન્ઝર થોડું લઈને તમારા સંપૂર્ણ ચહેરા ઉપર લગાવો.
 • હવે આ ક્લીન્ઝર થી તમારા ચહેરા પર અમુક મિનિટ સુધી હલ્કા હાથથી મસાજ કરો.
 • પછી એક ચોખ્ખા કપડાથી તેને સાફ કરી લો.

Image Source

સ્ટેપ 2 : સ્ક્રબિંગ

આ સ્ક્રબ તમારા ચહેરા પર ઉપસ્થિત દરેક ડેડ સ્કિન સેલ્સને તથા બીજી અશુદ્ધિઓ ની આસાનીથી દૂર કરી શકે છે. તે દરેક તમારા બંધ રોમ છિદ્રોને દૂર કરી શકે છે તથા તમારા ચહેરાને ગ્લોઈંગ બનાવી શકે છે.

તે સિવાય આ સ્ક્રબ ડેમેજ સ્કીન સેલ્સનું પણ ઇલાજ કરી શકે છે તથા તમારા ચહેરા ઉપર નવી અને હેલ્ધી સ્કિન સેલનું નિર્માણ કરવામાં મદદ કરે છે અને તૈયાર કરવા માટે તમારે જરૂર પડશે –

સામગ્રી

 • મધ 10 મોટા ચમચા
 • તાજી એલોવેરા જેલ પાંચ મોટા ચમચા
 • બ્રાઉન સુગર 10 મોટી ચમચી
 • દ્રાક્ષ 8 મોટી ચમચી

બનાવવાની રીત

 • ૧ નાની વાડકી લો તેમાં ખાંડ અને મધ ઉમેરો.
 • આ સામગ્રીને યોગ્ય રીતે મિક્સ કરો અને આ પેસ્ટમાં એલોવેરા જેલ ઉમેરો.
 • હવે આ ખાંડના મિશ્રણમાં ડાયરેક્ટ દ્રાક્ષ નો અર્ક નાખો.
 • ત્યારબાદ આ સામગ્રીને યોગ્ય રીતે ફેંટો.
 • તમારું સ્ક્રબ તૈયાર છે.
 • આ સ્ક્રબ ને થોડી માત્રામાં લો અને તમારા સંપૂર્ણ ચહેરા ઉપર લગાવો.
 • આ પેસ્ટથી તમારા ચહેરા ઉપર ચારથી પાંચ મિનિટ સુધી ધીમે ધીમે સ્ક્રબ કરો
 • ત્યારબાદ આ પેસ્ટને 10થી 15 મિનિટ સુધી સૂકાવા દો.
 • હવે તમારા ચહેરાને પાણીથી ધોઈ લો અને એક સાફ રૂમાલ થી થપથપાવીને ડ્રાય કરો.

Image Source

સ્ટેપ 3: ફેસ મસાજ

આ મસાજ તમારા ચહેરામાં બ્લડ સર્ક્યુલેશનને યોગ્ય રીતે વધારી શકે છે. અને તમારી ત્વચાને ગ્લો આપી શકે છે. સવારે ઉઠ્યા બાદ તમે તમારા ચહેરાને કોઈપણ ડલનેસ વગર તાજો અને આકર્ષિત બની રહેશે.

આ મસાજ તમારા ચહેરા પરના કોઈપણ કાળા ડાઘ, પિમ્પલ્સના નિશાન અને કરચલી ના ઈલાજ માટે પણ એક શ્રેષ્ઠ ઉપાય છે તે મસાજ કરવા માટે તમારે જરૂર છે-

સામગ્રી

 • તાજુ એલોવેરા જેલ 1 મોટી ચમચી
 • ગુલાબ જળ ૧ નાની ચમચી

રીત

 • એક સાપ મિક્સિંગ ડાઉનલોડ અને તેમાં આ બંને વસ્તુને યોગ્ય રીતે મિક્સ કરો
 • ત્યારબાદ આ પેસ્ટને થોડી માત્રામાં તમારા સંપૂર્ણ ચહેરા ઉપર લગાવો
 • આ પેકથી તમારા ચહેરા ઉપર બેથી ત્રણ મિનિટ સુધી સર્કુલર મોશનમાં હલ્કા હાથથી મસાજ કરો
 • પોતાના ચહેરાને પાણીથી યોગ્ય રીતે ધોઈ લો.
 • ત્યારબાદ ચહેરાને એક સાફ રૂમાલ થી થપથપાવીને ડ્રાય કરો.

Image Source

સ્ટેપ 4 : ફેસપેક

આ ફેસપેક માં ખૂબ જ આવશ્યક પોષક તત્વ અને વિટામિન હોય છે જે આપણા ચહેરાના હેલ્ધી વિકાસ માટે તથા આપણી ત્વચાને પોષણ આપી શકે છે તે આપણી ત્વચા ઉપર પિમ્પલ્સ, કાળા ડાઘ અને વૃદ્ધત્વના ચિન્હને દૂર કરીને અન્ય લક્ષણો નો ઉપચાર પણ કરી શકે છે.

આ ફેસ માસ્ક તમારી ત્વચાને યોગ્ય રીતે મોઈશ્ચરાઈઝ કરી શકે છે અને ત્વચાને પ્રાકૃતિક ગ્લો આપવાની સાથે યંગ અને ફ્રેશ બનાવી શકે છે.

સામગ્રી

 • તાજુ એલોવેરા જેલ 1 મોટી ચમચી
 • પાકેલું કેળું 1
 • હળદર પાવડર 1 ચપટી

રીત

 • એક પાકા કેળાને છોલીને તેને નાની-નાની સ્લાઈસમાં કાપો.
 • હવે એક કાંટા ચમચીના ઉપયોગથી કેળાના સ્લાઈસની પેસ્ટ બનાવો.
 • હવે અન્ય વસ્તુને મિક્સિંગ બાઉલમાં નાખો.
 • દરેક વસ્તુ ની ક્રિમી પેસ્ટ બનાવવા માટે તેને સારી રીતે ફેંટો.
 • આ પેસ્ટને થોડી માત્રા લો અને તમારા સંપૂર્ણ ચહેરા ઉપર લગાવો.
 • આ પેસ્ટને ચહેરા ઉપર બેથી ત્રણ મિનિટ સુધી હલ્કા હાથથી મસાજ કરો.
 • ત્યારબાદ આ પેસ્ટને પંદરથી વીસ મિનિટ સુધી સુકાવવા દો.
 • હવે ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.
 • ત્યારબાદ એક સાફ રૂમાલ થી થપથપાવીને ચહેરાને ડ્રાય કરો.

હળદર પાવડર માં ઘણા બધા એન્ટિસેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે જે તમારી ત્વચાને કોઈપણ પ્રકારના ઇન્ફેક્શન થી બચાવી શકે છે.

હવે તમારું ફેશિયલ થઈ ગયું છે બસ તમારે તમારા મનપસંદનું મોઈશ્ચરાઈઝર લગાવવાનું છે. જો તમે ફેશિયલ જ દિવસે કરી રહ્યા છો તો મોઈશ્ચરાઈઝર પછી તમારા ચહેરા પર સનસ્ક્રીન લગાવવાનું ન ભૂલો.

તમે પણ આસાનીથી તમારા ઘરે એલોવેરા ફ્રૂટ ફેશિયલ કરીને તમારી ત્વચાને ગ્લોઈંગ બનાવી શકો છો. તેમાં ઉપસ્થિત દરેક વસ્તુ નેચરલ છે અને તેની કોઈ જ પણ સાઈડ ઈફેક્ટ નથી પરંતુ તો પણ તેને કરતા પહેલા એક વખત પેચ ટેસ્ટ જરૂરથી કરો કારણ કે દરેક વ્યક્તિની ત્વચા નેચરલ વસ્તુઓ પ્રતિ અલગ અલગ રીતે પ્રતિક્રિયા આપે છે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *