ઘરમાં રહેલ વસ્તુથી તૈયાર કરો ખૂબ જ સુંદર વિન્ડ ચાઇમ

દરેક વ્યક્તિને પોતાના ઘરને શણગારવા નો ખૂબ જ શોખ હોય છે અને તેની માટે તે દરેકને અલગ અલગ વસ્તુ થી પોતાના ઘરને શણગારે છે અને તેમ જ તમે કોઈના પણ ઘરમાં વિંડ ચાઇમ જરૂરથી જોયું હશે. તે એક પ્રકારનો રૂમ ડેકોરેશન નો જ સામાન છે જેને લોકો પોતાના ઘરમાં સજાવટ માટે મૂકે છે. જ્યારે ઉપર હવા લાગે છે ત્યારે ત્યારે તે અલગ અલગ અવાજ કાઢે છે અને તે અવાજ લોકોના કાનમાં ખૂબ જ સુંદર રીતે ગુંજે છે લોકો વિન્ડ ચાઇમ ને વાસ્તુ શાસ્ત્રની રીતે પણ ખૂબ જ શુભ માને છે. કહેવામાં આવે છે કે તેમાંથી નીકળતો અવાજ આપણા મન ઉપર ખૂબ જ સારી અસર નાખે છે.

આમ તો બજારમાં ઘણા બધા પ્રકારના વિંડ ચાઈમ્સ મળે છે. જેને આપણે પોતાની જરૂર ના હિસાબ તે આપણી માટે ખરીદી શકીએ છીએ, પરંતુ તેનો ભાવ ખૂબ જ વધારે હોય છે. એવા પરિસ્થિતિમાં તમે ઈચ્છો તો તેને ઘરે બનાવી શકો છો, આવો જાણીએ તેને બનાવવાની સરળ રીત 

કાગળની મદદથી તૈયાર કરો વિન્ડ ચાઇમ

કાગળ થી બનેલ DIY ખુબ જ આસાનીથી આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ, પરંતુ આ વિન્ડ ચાઇમમાં કોઇ જ અવાજ હોતો નથી જેના કારણે તે અવાજ કરશે નહીં. તો ચાલો જાણીએ વિન્ડ ચાઇમ બનાવવાની રીત.

સામાન 

 • રંગીન કાગળ – 2 થી 3
 • કાતર – 1
 • સમાચાર પત્ર – 1
 • ઊન – 2 મીટર
 • ગુંદર – 1
 • માળા – 6 થી 7 ટુકડાઓ

બનાવવાની રીત.

 • સૌપ્રથમ કલર પેપર લો અને તેની મદદથી કાગળના ફૂલ બનાવો હવે આ ફૂલને ખાતરની મદદથી કાપી ને એક શેપ આપો.
 • ત્યારબાદ ન્યૂઝ પેપર નો રોલ બનાવીને ગુંદર ની મદદથી ક્રોસ શેપમાં ચોંટાડો.
 • હવે ચાર ઉના ટુકડા લો અને તેમાં માળા અને પેપરના ફુલ લગાવો.
 • ત્યારબાદ દરેક દોરા ને ક્રોસ કરીને ઉપરની તરફ ચોટાડો.
 • એક વખત ઊંચું કરીને જુઓ સ્ટેપ અને સાઇઝ બરાબર હોય તો આ આસન પદ્ધતિથી તમે પેપર વિન્ડ ચાઇમ તૈયાર કરી શકો છો. 

પ્લાસ્ટિક કપની મદદથી બનાવો  વિન્ડ ચાઇમ

આપણા ઘરે લગભગ ડિસ્પોઝેબલ કપ હોય જ છે જેની જરૂરત આપણને વધુ પડતી નથી તમે ઇચ્છો તો આ ડિસ્પોઝેબલ કપની મદદથી વિન્ડ ચાઇમ તૈયાર કરી શકો છો.તેને બનાવવા માટે તમારે વધુ સામાન ની જરૂર પડશે નહીં આ કારણથી તે ખુબ જ આસાનીથી ઘરે બની જાય છે.

સામાન

 • પ્લાસ્ટિક કપ -1
 • મોતી – 20 ટુકડાઓ
 • ઘંટડી – 4 થી 5
 • કાતર – 1

બનાવવાની રીત

 •  સૌપ્રથમ એક પ્લાસ્ટિક નો કપ લો અને તે કપની ચારે તરફ ચાર થી પાંચ કાણા પાડો.
 • ત્યારબાદ એક જ માપ ના બધા દોરા લો અને તેને અલગ અલગ કાણા માં નાખી ને તેની ઉપર ગાંઠ મારો.
 • હવે આ દોરામાં અલગ-અલગ પ્રકારના મોતી દરેક દોરામાં પોરવવવાના શરૂ કરો.નીચે સુધી જ્યારે મોતી પરોવાઈ જાય ત્યારે નીચે નો થોડો ભાગ છોડી દો.અને છેલ્લી થોડી જગ્યા છોડીને નીચેની તરફ ગાંઠ મારો.
 • હવે આ દરેક મોતીની નીચે ઘણી બધી ઘંટડી લગાવો.
 • આ આસન સ્ટેપની સાથે તમારો પ્લાસ્ટિક વિંડ ચાઇમ તૈયાર થઈ જશે જેને તમે કોઈપણ સજાવટ માટે તૈયાર કરી શકો છો.

વિન્ટેજ મેટલ ટીટોપ વિન્ડ ચાઇમ

વિન્ટેજ સ્ટાઇલના વિન્ડ ચાઇમ દેખાવમાં ખૂબ જ યુનિક લાગે છે, તમે તેને ઘરે રાખેલ જુના વાસણ ની મદદથી તૈયાર કરી શકો છો. ત્યાં જ નીચે ઘંટડી ની જગ્યાએ જુના મેટલ ની ચાવી લગાવી શકો છો જે તમને ખુબ જ આસાનીથી મળી શકે છે.

સામાન

 • જૂની ધાતુની કીટલી – 1
 • ચાવી – 6 થી 7
 • પાતળું દોરડું – 2 મીટર (કાપેલુ )
 • ડ્રિલ મશીન – 1 (કાણું કરવા માટે)

બનાવવાની રીત

 • આ વિન્ડ ચાઇમ ને બનાવવા માટે સૌપ્રથમ જૂની કેટલી લો અને ડ્રિલ ની મદદથી તેના પાછળના ભાગમાં હોલ કરો.
 • ત્યારબાદ કેટલી ના પાછળના ભાગમાં ચારથી પાંચ જગ્યાએ દોરા નાખો અને ગાંઠ મારો.
 • ત્યારબાદ દોરા ના નીચેના ભાગમાં અલગ-અલગ મેટલની ચાવી લગાવો અને ગાંઠ બાંધી દો.
 •  આ વિન્ડ ચાઇમને તમે તમારા રસોડામાં લગાવી શકો છો જેનાથી તમારા રસોડાનો લુક બદલાઈ જશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author: FaktGujarati Team

image credit- pintrest.com, home edit.com,dawn.com, pinimg.com, croshshopice.com, lifefamilyfun.com

Leave a Comment