ગણતરીની મિનિટોમાં ઘરને બનાવો ખુબસુરત મહેલ જેવું : આ રહી જાણવા જેવી 25+ ન્યુ ફ્રેશ ટીપ્સ

Image source

તમે ઘરને સજાવવાના શોખીન છો? તમે ઘરને નવા રંગરૂપમાં કન્વર્ટ કરવા ઈચ્છો છો? તો આજનો આર્ટિકલ આપના માટે મહત્વનો રહેશે. આજના આર્ટિકલમાં આપને જાણીશું કે ઘરમાં વધુ બદલાવ કર્યા વગર કેવી રીતે ઘરને મેકઓવર કરી શકાય છે. તો ચાલો જાણીએ….

આ છે હોમ ડેકોર માટેના નવા નિયમો :

Image source

 1. હોમ ડેકોરમાં બારીના પડદા, બેડ કવર વગેરે જેવી નાની નાની વસ્તુઓની વધારે કિંમત હોય છે, જેનાથી ઘરને મેકઓવર કરવામાં બહુ જ મદદ મળે છે.
 2. ઘરમાં ખાસ અવસર પર ગાલીચો પાથરી શકાય છે, જેનાથી ઘરને રીચ લૂક મળે છે.
 3. જો આપનું ઘર વિશાળ હોય તો ઘરમાં અમુક એવી વસ્તુઓ સજાવટ માટે રાખવી જેનાથી ઘરના લૂકને બેસ્ટ બનાવી શકાય.
 4. જો ઘરમાં બ્રાઈટ કલર લગાવેલ હોય તો દીવાલો પર ડાર્ક કલરની એક્સેસરીઝ લગાવવાથી ઘરને એક બેસ્ટ લૂક મળે છે.
 5. સીલીંગ કલર થીમ પણ ઘરના મેકઓવર માટે બહુ જ મહત્વની ભૂમિકા ભજવે છે. તો સીલીંગને એક્સ્ટ્રા લૂક મળે એવી રીતે કલર અથવા ડીઝાઇન કરાવવી જોઈએ.
 6. લાઈટ કલરની પ્લેન દીવાલ હોય તો બ્રાઈટ કલરની ટ્રેડીશનલ વોલ પીસ સજાવવાથી બહુ જ જબરદસ્ત વોલ લાગે છે.
 7. ઘરમાં એકસાથે જરૂરિયાત કરતા વધારે ફર્નીચર ભેગું ન કરો. જોઈતા મુજબની વસ્તુઓને જ રાખવી જોઈએ. જેનાથી ઘરને સજાવવા માટે વધુ આઈડીયાઝ આવશે.

સ્માર્ટ ડેકોર ટીપ્સ :

Image source

 1. બધી જ લાઈટઝ બંધ કરીને આછા પ્રકાશવાળી ક્રિએટીવ લાઈટ ઘરમાં ચાલુ કરો જેનાથી ઘરના વાતાવરણને એક નવું જ રૂપ મળશે.
 2. ઘરમાં બેકાર પડેલી ખાલી બોટલથી મનપસંદ ડીઝાઇન બનાવી શકાય છે. તેમજ તેના પર પેઈન્ટ કરીને એક આકર્ષક શો પીસ બનાવી શકાય છે. તો ખાલી બોટલના ઉપયોગથી ઘરને સજાવી શકાય છે.
 3. ઘરના ઓછા કલરના તેમજ ઈંગ્લીશ કલરના નાના ફૂલ છોડ રાખીને ઘરને અંદરથી બેનમુન બનાવી શકાય છે. આ ફૂલ જો ઓરીજીનલ રાખવામાં આવે તો એ ઘીમી ઘીમે ખુશ્બુ આપીને રૂમને સુગંધી પણ રાખે છે.

જો ઘર એકદમ નાનું હોય તો આ રીતે ડેકોર કરી શકાય છે :

 1. લીવીંગ રૂમની બધી જ દીવાલો એકદમ સફેદ કલરની રાખો. અને ઈચ્છો તો ફલોરિંગ પણ સફેદ રાખી શકો છો. કારણ કે આવું કરવાથી ઘર નાનું હોવા છતાં મોટું દેખાય છે અને સફેદ કલર સાથે કોઇપણ કલરનું મેચિંગ પરફેક્ટ લૂક આપે છે.
 2. તમને પસંદ હોય તો ઘરની એક દીવાલ પર ટેક્ષચર પેટિંગ કરાવી શકાય છે.
 3. એવી જ રીતે ઈચ્છીએ તો સોફાના કવરને પણ સફેદ કલરમાં રાખી શકાય છે. અને વધારે સારા લૂક માટે લેઘર કવર પણ લગાવી શકાય છે.
 4. કિચન માટે અમુક ખાસ ગેજેટ્સનો ઉપયોગ કરો. તેમજ ઘરના બધા જ પડદાઓ એક જ કલર અને પેટર્નના રાખો.
 5. ઘરની મુખ્ય જગ્યાઓ જેમ કે કિચનમાં પુરતી ઉજાશ આપતી લાઈટ ફીટ કરાવો.

Image source

બાળકો માટે રૂમની સજાવટ :

 1. બાળકો બહુ જ ઈમેજીનેટીવ હોય છે તો તેની પસંદગી મુજબ ચોઈસ પ્રથમ કરો.
 2. બાળકોને ભણવામાં રૂચી પેદા થાય એ માટે દીવાલોની ટાઈલ્સ પર ઇન્ફોર્મેશન લખેલી હોય એવી પસંદગી કરો.
 3. બાળકો માટે બ્રાઈટ કલર દીવાલો પર પેઈન્ટ કરાવો તેમજ અમુક જગ્યાએ કાર્ટૂન પણ લગાવો.
 4. જો બાળકને લાઈટ જોવાનો શોખ હોય તો આછા કલરની લાઈટ નાઈટ લેમ્પ માટે ઉપયોગ કરી શકાય છે.

Image source

આવી રીતે કરી શકાય છે લાઈટીંગ અરેંજમેંટ :

 1. ઘર માટે લાઈટીંગ ચૂઝ કરવાનું થાય ત્યારે ખાસ યાદ રાખો કે ત્રણ પ્રકારની લાઈટનો ઉપયોગ કરો : ટાસ્ક લાઈટીંગ, મૂડ લાઈટીંગ અને ડેકોરેટીવ લાઈટીંગ.
 2. રેગ્યુલર યુઝ માટે સોફ્ટ લાઈટીંગનો ઉપયોગ કરો, જેનાથી આંખોને વધારે તકલીફ નહીં પડે.
 3. મૂડ લાઈટીંગ માટે એલઈડી લાઈટનો ઉપયોગ કરો. કારણ કે પાવરની બચત થાય છે.
 4. ફર્નીચરને હાઈલાઈટ કરવા માટે ખાસ પ્રકારની ડેકોરેટીવ લાઈટીંગનો યુઝ કરો.

Image source

આવી રીતે ટેબલને ડેકોરેશન કરી શકાય છે :

 1. રેગ્યુલર ટેબલને સાફ કરતુ રહેવું જોઈએ જેથી તેના પરની વસ્તુઓ સરખી રહી શકે. તેના માટે ટેબલને કવર પણ કરી શકાય છે.
 2. તાજા ફૂલ ઘરને સમજાવવા માટે બહુ જ કામ આવે છે એટલા માટે ખાસ અવસર પર ટેબલ પર તાજા ફૂલનું ડેકોરેશન પણ કરી શકાય છે.

ગાર્ડન ડેકોરેશન આઈડિયાઝ :

 1. જો ગાર્ડનમાં ડીનર પાર્ટી ગોઠવાઈ રહી છે તો લાઈટીંગ પર ખાસ ધ્યાન આપવું જોઈએ. એ સમયમાં ગ્રીન કલરની લાઈટ યુઝ કરવી જોઈએ.
 2. ગાર્ડનમાં વધારાના કચરાને સાફ કરી લો અને ઝાડ-પાનનું કટિંગ એકદમ પરફેક્ટ રીતે કરાવી શકાય છે, જે એક પ્રકારનો ડિઝાઈનર લૂક આપે છે.
 3. ફ્રેશ ફ્લાવરની પરેજી રાખવા માટે થોડા થોડા સમયે પાણી ઉમેરવું જેનાથી ફૂલ લાંબા સમય સુધી તાજા રહે છે.

તો આ બધા આઈડીયાઝ એવા છે જેનાથી હોમ મેકઓવર કરી શકાય છે અને ઘરને પરફેક્ટ લૂક આપી શકાય છે. આપ પણ આમાંથી અને અહીં જણાવેલ ટીપ્સને ફોલો કરો…

Image source

આશા છે કે આજનો આર્ટિકલ આપને પસંદ આવ્યો હશે તો આવા જ અન્ય આર્ટિકલ વાંચવા માટે ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો અને મિત્રો સાથે પણ આ માહિતીને શેયર કરજો.

#Author : Ravi Gohel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *