ચોમાસાની ઋતુમાં બનાવો મજેદાર વાનગી વેજીટેબલ કોઈન

સામગ્રી :

 • ૧ કપ – જીણી સમારેલાં કેપ્સીકમ
 • ૧ કપ – જીણી સમારેલાં લાલ અને પીળા કેપ્સીકમ (વૈકલ્પિક)
 • ૧ કપ – જીણી સમારેલાં ટામેટા
 • ૧ કપ – જીણી સમારેલાં કાંદા
 • ૧ કપ – મકાઈ દાણા (બાફેલા)
 • ૧૨ નંગ – બ્રેડ સ્લાઇસ
 • ૧ ચમચી – રેડ ચીલી સોસ
 • ૧ ચમચી – ગ્રીન ચીલી સોસ
 • ૧ ચમચી – મરી પાવડર
 • અડધી ચમચી – મીક્સ હબ્સ
 • અડધી ચમચી – ઓરેગાનો
 • અડધી ચમચી – વિનેગર
 • ૩ મોટા ચમચા – મેયોનીઝ
 • ૧ મોટી વાટકી – મોઝરેલા ચીઝ
 • બટર – શેકવા માટે (વૈકલ્પિક)
 • મીઠું સ્વાદ મુજબ
 • ૩ ચમચી – ચીઝ સ્પ્રેડ

સર્વ :

૩ વ્યક્તિ

સમય :

૧૫ મિનિટ

રીત:

 1. સૌ પ્રથમ એક બાઉલમાં ઝીણાં સમારેલા કેપ્સીકમ, ટામેટા, કાંદા, મકાઈ દાણા, ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, ઓરેગાનો, મિક્સ હબ્સ,વિનેગર અને મેઓનીઝ ચીઝ નાંખી બધુ એકરસ કરી સ્વાદ મુજબ મીઠું ઉમેરી સરખી રીતે હલાવી લેવું.
 2. ત્યારબાદ ધીમા તાપે બ્રેડ ને બટર વડે બન્ને બાજુ થી આછી શેકી લેવી.
 3. શેકાય ગયા બાદ એક બ્રેડ લઈને તેને બ્રેડ થી નાની હોય તેવી વાટકી કે કૂકી કટર થી ગોળાકાર માં કાપી લેવી અને વધારા નો ભાગ કાઢી નાંખ​વો. હ​વે, તે જ રીતે બીજી બ્રેડ ને ગોળાકાર કાપી લેવી
 4. બીજી બ્રેડ ને ગોળાકાર કાપ્યા બાદ અંદર એના થી બીજી નાની વાટકી વડે એક ગોળાકાર રીંગ બને તે રીતે ફરીથી કાપી લેવી.
 5. હ​વે પ્રથમ બ્રેડ લ​ઈ તેના પર ચીઝ સ્પ્રેડ લગાવી તેની ઉપર બીજી બ્રેડ ની જે ગોળાકાર પટ્ટી કાપી તે મૂકી દેવી.
 6. હ​વે વચ્ચે નાં ભાગ માં તૈયાર કરેલું સ્ટફીંગ ભરવું અને ઉપર થી મોઝરેલા ચીઝ ભભરાવી ધીમા તાપે ઢાંકણ ઢાંકી શેકી લેવું. ૨ મિનિટ શેકાય ગયા બાદ તેને ઉતારી ગરમ ચીઝ ઉપર જ ઓરેગાનો ભભરાવી કેચઅપ સાથે સેર્વ કરવું.

નોંધ : સ્ટફીંગમાં બ્લેક ઓલીવ્સ, ગ્રીન ઓલીવ્સ,મશરૂમ ઉમેરી શકાય.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરવું.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.

Author : Sukavya

Leave a Comment