લીમડા ના પાનથી બનાવો ફેસ પેક અને દૂર કરો પિંપલ અને ઓઈલી સ્કીન

શિયાળામાં ઓઈલી સ્કીન વાળા લોકોને પિમ્પલ્સ, બ્લેકહેડ્સ,  જેવી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આટલું જ નહીં, ઓઈલી સ્કીન ને કારણે ચેપ લાગવાનું જોખમ પણ છે. જો કે છોકરીઓ આ માટે વિવિધ પદ્ધતિઓ અપનાવે છે,  પણ તેનો વધુ ફાયદો થતો નથી. આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે અમે તમારા માટે આવા કેટલાક ફેસ પેક લઈને આવ્યા છીએ, જે ફક્ત ઓઈલી સ્કીન ની સમસ્યાને જ દૂર કરશે નહીં પણ તમારા ચહેરાને ગ્લો પણ કરશે.

એલોવેરા અને હળદરથી બનેલો ફેસ પેક

Image Source

એલોવેરા અને હળદર ઓઈલી સ્કીન માટે મદદ કરે છે. તે પોર્સ ને પણ સાફ કરે છે, જેથી પિમ્પલ્સ, ફોડલી જેવી કોઈ સમસ્યા ન થાય. આ માટે 1 ચમચી એલોવેરા જેલ અને 1/2 ચમચી હળદર મિક્સ કરીને તેને ચહેરા પર લગાવો. લગભગ 20 મિનિટ પછી ગુલાબજળથી મસાજ કરો અને તાજા પાણીથી ચહેરો સાફ કરો. આ પેક ને અઠવાડિયામાં 2-3 વાર લગાવીને તમે જાતે જ ફરક જોઈ શકશો.

મુલ્તાની માટી અને ગુલાબજળ

શિયાળામાં ઓઈલી સ્કીન ની પરેશાની ઓછી કરવા માટે આ પેક બેસ્ટ છે. તે માટે મુલતાની માટી અને ગુલાબજળ મિક્સ કરો. હવે ચહેરા ને સાફ કરી ને વરાળ લો અને પછી પેકને 10 થી 15 મિનિટ સુધી લગાવી રાખી મૂકો. હવે ગુલાબજળથી મસાજ કરો અને તાજા પાણીથી ચહેરો સાફ કરો.

ઓટમીલ અને મધ સ્ક્રબ

Image Source

તમે બાજરા ની જગ્યા એ ઓટમિલ અને મધ ના સ્ક્રબ નો ઉપયોગ કરી  ઓઈલી સ્કીન થી છૂટકારો મેળવી શકો છો. આ માટે ઓટમીલને બરાબર પીસી લો અને તેમાં મધ નાખો. તેને ચહેરા પર હળવા હાથે  સ્ક્રબ કરો અને ત્યારબાદ પેકનો જાડો લેયર બનાવો અને તેને 10 મિનિટ માટે રહેવા દો. આ પછી તાજા પાણીથી ચહેરો ધોઈ લો. તે ઓઈલી સ્કીન ની સમસ્યા પણ દૂર કરશે.

ચણાનો લોટ અને દહીંનો ફેસ પેક

સૌથી પહેલા ચહેરા ને  ક્લીંઝરથી  સાફ કરો અને ત્યારબાદ બંને સામગ્રી ને  મિક્સ કરીને ચહેરા પર લગાવો. 15 મિનિટ સુધી મસાજ કર્યા પછી ચહેરાને પાણીથી સાફ કરો. જેના કારણે ત્વચાનું  પીએચ લેવલ જળવાઈ રહેશે અને શિયાળામાં સ્કીન પણ ઓઈલ ફ્રી રહે છે.

લીમડા ના પાન, વરિયાળી અને ગુલાબજળ

Image Source

પિમ્પલ ફ્રી અને ગ્લોઇંગ ત્વચા મેળવવા માટે આ પેક પણ ફાયદાકારક છે. સાથે જ તેનાથી સ્કીન પણ ઓઈલી નથી રહેતી. તેની માટે 10  લીમડા ના પાન, 1 ચમચી વરિયાળી અને 1 ચમચી ગુલાબજળ દળી  લો. જાડુ પેસ્ટ બનાવી ને  15-20 મિનિટ માટે તેને લગાવી રાખો અને પછી તેને  પાણીથી ધોઈ લો. અઠવાડિયામાં ઓછામાં ઓછા 2-3 વાર આ પેક લગાવો.

આવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેક્શન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર કરજો…

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *